વંદે ભારત એક્સપ્રેસમાં ફરી ભોજનમાં જીવાત નીકળી, IRCTC એ ફટકાર્યો મોટો દંડ
Vande Bharat Express: ત્રણ મહિનામાં જ ફરી એકવાર વારાણસીથી નવી દિલ્હી જઈ રહેલી વંદે ભારત (22415) ની અંદર ભોજનમાંથી જીવાત મળવાનો મામલો સામે આવ્યો છે. ટ્રેનની અંદર કેટરિંગ દ્વારા મુસાફરને પીરસવામાં આવતા ભોજનમાંથી જીવાત નીકળતા મુસાફરે ફરિયાદ બુકમાં પોતાની ફરિયાદ નોંધાવી છે. આ અગાઉ 1 સપ્ટેમ્બરના રોજ પણ આ જ વંદે ભારતમાં એક મુસાફરે નાસ્તામાં ઓમેલેટ માગી હતી અને જ્યારે તેણે ઓમલેટ ખાવાનું શરૂ કર્યું ત્યારે તેમાંથી કોકરોચ નીકળ્યો હતો.
શાકમાંથી જીવાત નીકળી
વિકાસ કુમાર નામના મુસાફરને પ્રયાગરાજથી નવી દિલ્હી જવાનું હતું. તે કોચ નંબર સી ત્રણની સીટ નંબર 25 પર મુસાફરી કરી રહ્યો હતો. તેમની સીટ પર જ કેટરિંગ દ્વારા ભોજન પીરસવામાં આવ્યું હતું. જ્યારે તેણે ખાવાનું શરૂ કર્યું ત્યારે અચાનક તેના શાકમાંથી જીવાત નીકળી.
યાત્રીએ આ અંગે ફરિયાદ કરી તો આસપાસ બેઠેલા યાત્રીઓએ પણ શાકમાં જીવાત જોઈને પોતાનો નાસ્તો અને ભોજન ચેક કર્યું અને પછી જોત-જોતામાં હોબાળો મચી ગયો. TTE અને IRCTC સ્ટાફે પેસેન્જર વિકાસને શાંત કરવાનો ખૂબ પ્રયાસ કર્યો. વિવાદ વધતો જોઈને વિકાસની ફરિયાદ નોંધી લેવામાં આવી.
આ પણ વાંચો: 'વન નેશન વન ઈલેક્શન' બિલ અંગે સરકારનો અચાનક મોટો નિર્ણય, લોકસભામાં સોમવારે રજૂ નહીં કરે
યાત્રીઓએ જણાવ્યું કે આ ઘટના ત્યારે બની જ્યારે ટ્રેન ફતેહપુરના પૂછ નજીક પહોંચી હતી. આ પહેલા આગ્રા હઝરત નિઝામુદ્દીન વંદે ભારત, શિરડીથી મુંબઈ જતી વંદે ભારતમાં પણ ભોજનમાંથી કોકરોચ નીકળ્યો હતો.
IRCTC એ ફટકાર્યો દંડ
IRCTC (ઈન્ડિયન રેલ્વે કેન્ટરિંગ ટુરિઝમ) એ આ ઘટનાની નોંધ લેતા કોન્ટ્રાક્ટર પર નબળી ગુણવત્તાયુક્ત ભોજન પીરસવા બદલ દંડ ફટકાર્યો છે. વંદે ભારતમાં ફૂડનો કોન્ટ્રાક્ટ દિલ્હીના આરકે એસોસિએટ્સ પાસે છે.