Get The App

તિરુપતિ પ્રસાદ વિવાદ બાદ 34000 મંદિરોને નવો આદેશ, કર્ણાટક સરકારે લીધો મોટો નિર્ણય

Updated: Sep 21st, 2024


Google NewsGoogle News
તિરુપતિ પ્રસાદ વિવાદ બાદ 34000 મંદિરોને નવો આદેશ, કર્ણાટક સરકારે લીધો મોટો નિર્ણય 1 - image


Image: X

Tirupati Laddu Controversy: આંધ્ર પ્રદેશના તિરુપતિ મંદિરમાં મળતાં લાડુ પ્રસાદના ઘી માં પશુઓની ચરબી મળવાની વાતથી દરેક ચિંતિત છે. તેને હિંદુઓની આસ્થા પર મોટો હુમલો કહેવામાં આવી રહ્યો છે. આ વિવાદ બાદ હવે કર્ણાટક સરકાર પણ એક્શનમાં આવી ગઈ છે.

કર્ણાટક સરકાર પણ એક્શનમાં

કર્ણાટકની સિદ્ધારમૈયા સરકારે એક આદેશ જારી કર્યો છે, જેમાં રાજ્યના મંદિર તંત્ર એકમના અંતર્ગત આવતી તમામ 34,000 મંદિરોમાં નંદિની બ્રાન્ડના ઘી નો ઉપયોગ જરૂરી કરવામાં આવ્યો છે. કર્ણાટક સરકારના નવા આદેશ અનુસાર તેના અધિકાર વિસ્તારના અંતર્ગત આવતા તમામ મંદિરોને મંદિરના અનુષ્ઠાનો, જેમ કે દીવો પ્રગટાવવો, પ્રસાદ તૈયાર કરવો અને 'દસોહા ભવન' (જ્યાં ભક્તોને ભોજન પીરસવામાં આવે છે) માં માત્ર નંદિની ઘી નો ઉપયોગ કરવો પડશે. 

મંદિરના કર્મચારીઓને આ આદેશ

કર્ણાટક સરકારે મંદિરના કર્મચારીઓને આદેશ આપ્યો છે કે તે ધ્યાન રાખે કે પ્રસાદની ગુણવત્તા સાથે ક્યારેય સમાધાન ન કરવામાં આવે. કર્ણાટક રાજ્યના ધાર્મિક એન્ડોમેન્ટ્સ વિભાગ હેઠળ તમામ સૂચિત મંદિરોમાં, સેવાઓ, દીવાઓ અને તમામ પ્રકારની પ્રસાદની તૈયારી અને દસોહા ભવનમાં માત્ર નંદિની ઘી નો ઉપયોગ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.

લાડુ પ્રસાદમાં ચરબી મળવાની વાત પર હોબાળો

આ આદેશ તિરુપતિના પ્રસિદ્ધ વેંકટેશ્વર સ્વામી મંદિરમાં લાડુ બનાવવામાં કથિતરીતે પશુઓની ચરબીના ઉપયોગને લઈને થયેલા મોટા વિવાદ બાદ આવ્યો છે. આની વ્યવસ્થા તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ (ટીટીડી) કરે છે.


Google NewsGoogle News