Get The App

દિલ્હીમાં વહેલી પરોઢે 4.0 તીવ્રતાના ભૂકંપથી લોકોમાં ફફડાટ, PM મોદીની લોકોને અપીલ

Updated: Feb 17th, 2025


Google NewsGoogle News
દિલ્હીમાં વહેલી પરોઢે 4.0 તીવ્રતાના  ભૂકંપથી લોકોમાં ફફડાટ, PM મોદીની લોકોને અપીલ 1 - image


Delhi Earthquack | સોમવારે સવારે દિલ્હીમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. પૃથ્વી ઘણી સેકન્ડ સુધી હચમચાવતી રહી. લોકો ગભરાઈને પોતાના ઘરોમાંથી બહાર દોડી ગયા હતા. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 4.0 માપવામાં આવી હતી, તેનું કેન્દ્ર દિલ્હી નજીક પૃથ્વીથી 5 કિલોમીટર નીચે હતું. એટલા માટે જોરદાર ભૂકંપ અનુભવાયા હતા. 



કેટલા વાગ્યે આવ્યા આંચકા? 

થોડીક સેકન્ડ સુધી ચાલેલા ભૂકંપના આંચકા એટલા જોરદાર હતા કે ઇમારતોની અંદર તીવ્ર કંપન અનુભવાયા. સવારે 5:36 વાગ્યે ભૂકંપના જોરદાર આંચકા આવ્યા હતા, જેનાથી લોકોની ઊંઘ હરામ થઈ ગઈ.

ક્યાં હતું ભૂકંપનું કેન્દ્ર? 

એક અધિકારીએ જણાવ્યું હતું કે ભૂકંપનું કેન્દ્ર ધૌલા કુઆનમાં દુર્ગાબાઈ દેશમુખ કોલેજ ઓફ સ્પેશિયલ એજ્યુકેશન નજીક હતું. અધિકારીએ જણાવ્યું કે ભૂકંપનું કેન્દ્રબિંદુ જ્યાં હતું તેની નજીક એક તળાવ છે. આ પ્રદેશમાં દર બે થી ત્રણ વર્ષે એક વાર નાના અને ઓછી તીવ્રતાના ભૂકંપ આવે છે. તેમણે કહ્યું કે, 2015માં અહીં 3.3 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. 



પીએમ મોદીએ ટ્વિટ કર્યું

પીએમ મોદીએ ટ્વિટર પર એક પોસ્ટમાં લોકોને સાવધ રહેવાની વિનંતી કરી અને કહ્યું, 'દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં ભૂકંપના આંચકા અનુભવાયા. અમે દરેકને શાંત રહેવા અને સલામતીની સાવચેતીઓનું પાલન કરવા વિનંતી કરીએ છીએ. અધિકારીઓ પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે.


Google NewsGoogle News