mobile_app
For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!app_store_icongoogle_play_icon

NDA ને વિપક્ષે આપ્યો બીજો ઝટકો! સ્પીકર બાદ હવે ડે.સ્પીકર પદ માટે પણ ઉતારશે ઉમેદવાર

Updated: Jun 25th, 2024

NDA  ને વિપક્ષે આપ્યો બીજો ઝટકો! સ્પીકર બાદ હવે ડે.સ્પીકર પદ માટે પણ ઉતારશે ઉમેદવાર 1 - image


Lok Sabha Speaker Election:  લોકસભામાં સ્પીકર અને ડેપ્યુટી સ્પીકર પદ માટે એનડીએ અને વિપક્ષી ગઠબંધન I.N.D.I.A ઘમસાણ ચાલી રહ્યું છે. ઇન્ડીયા એલાયન્સ હવે એનડીએ સાથે આરપારની ટક્કર માટે તૈયાર છે. સ્પીકર  પદ માટે ઉમેદવાર ઉતાર્યા બાદ હવે વિપક્ષે ડેપ્યુટી સ્પીકર પદ માટે પણ ઉમેદવાર ઉતારવાનો નિર્ણય લીધો છે. 

આ સાથે જ  દેશના ઈતિહાસમાં પ્રથમ વખત સ્પીકર પદ માટે ચૂંટણી યોજાશે. એનડીએ તરફથી ઓમ બિરલા અને વિપક્ષી ગઠબંધન તરફથી કે. સુરેશ લોકસભા સ્પીકર પદના ઉમેદવાર હશે. ઓમ બિરલાએ લોકસભા સ્પીકર પદ માટે ભર્યું ઉમેદવારી પત્ર ભરી દીધું છે. આવતીકાલે 11 વાગે  ચૂંટણી યોજાશે.

લોકસભામાં નંબર ગેમ શું છે?

લોકસભામાં નંબર ગેમની વાત કરવમાં આવે તો 2014 અને 2019ની સરખામણીમાં આ વખતે રસપ્રદ મુકાબલો છે. એનડીએની આગેવાની કરી રહેલી ભાજપને આ વર્ષે બહુમત મળી નથી. જો કે 240 બેઠકો સાથે સૌથી મોટો પક્ષ છે. લોકસભામાં એનડીએનું સંખ્યાબળ 293 છે. જ્યારે વિપક્ષની વાત કરવામાં આવે તો કોંગ્રેસ 99 બેઠકો જીતી હતી. જો કે રાહુલ ગાંધીએ વાયનાડ બેઠક છોડી દેતા હવે તેનું સંખ્યાબળ 98 થઈ ગયું છે. આ ઉપરાંત કોંગ્રેસના નેતૃત્વવાળી ઈન્ડિયા ગઠબંધન પાસે 233 સાંસદો છે. આ ઉપરાંત સાત અપક્ષ સહિત અન્ય 16 લોકો પણ ચૂંટણી જીતીને સંસદ ભવનમાં પહોંચ્યા છે. 

કોણ છે કે સુરેશ? 

કે સુરેશ 8 વાર ચૂંટાયા છે. તે 1989, 1991, 1996, 1999, 2009, 2014, 2019, 2024 માં સાંસદ ચૂંટાયા હતા. કે સુરેશ કેરલની માવેલિક્કારા સીટ પરથી કોંગ્રેસ સાંસદ છે. કેન્દ્રીય મંત્રી પણ રહી ચૂક્યા છે. સૌથી અનુભવી સાંસદ હોવા છતાં તેમને પ્રોટેમ સ્પીકર તરીકે ચૂંટવામાં ન આવતા વિરોધ પક્ષે વિરોધ વ્યક્ત કર્યો હતો. કે સુરેશ 1989 માં પહેલીવાર સાંસદ તરીકે ચૂંટાયા હતા. 2009 માં તે કોંગ્રેસ સંસદીય દળના સચિવ બન્યા હતા. મનમોહન સરકારમાં સુરેશ ઓક્ટોબર 2012 થી 2014 સુધી કેન્દ્રમાં મંત્રી રહ્યા હતા. 

કોંગ્રેસે ઓમ બિરલા સામે કે. સુરેશને મેદાનમાં ઉતાર્યા

દેશના ઈતિહાસમાં પ્રથમ વખત સ્પીકર પદ માટે ચૂંટણી યોજાવા જઈ રહી છે. ઓમ બિરલા એનડીએ તરફથી સ્પીકર ઉમેદવાર હશે, જ્યારે કે. સુરેશને I.N.D.I.A ગઠબંધનમાંથી ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. બંને નેતાઓએ ઉમેદવારી નોંધાવી છે. હવે લોકસભા સ્પીકર પદ માટે આવતીકાલે (26 જૂન) સવારે 11 વાગ્યે મતદાન થશે. 


Gujarat