પહલગામ આતંકી હુમલા બાદ એરલાઇન્સ કંપનીઓની મોટી પહેલ, મુસાફરોને આપી રાહત
Pahalgam terrorist attack: પહલગામમાં વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખતાં વિવિધ એરલાઇન્સ પરિવહનની સુવિધા સરળતાથી મળે રહે તે માટે ખડેપગે સજ્જ બની છે. એર ઇન્ડિયા એક્સપ્રેસ શ્રીનગરથી શ્રીનગર મુસાફરી કરતાં પ્રવાસીઓને અગવડ ન પડે તેનું ધ્યાન રાખતાં સેવા આપી રહી છે. એર એશિયાએ પણ એરલાઇન 30 એપ્રિલ, 2025 સુધી શ્રીનગરથી શ્રીનગર માટેની ફ્લાઇટ્સનો કેન્સલેશન ચાર્જ માફ કરવાની જાહેરાત કરી છે. ડાયરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશને પણ વિવિધ એરલાઈન્સને શ્રીનગર સાથે કનેક્ટિવિટી વધારવા સલાહ આપી છે. શ્રીનગરમાંથી પ્રવાસીઓને પાછા ઘરે પહોંચાડવા માટે વધુ ફ્લાઈટ મૂકવા અપીલ કરી છે.
એર ઇન્ડિયામાં કોઈ રિશિડ્યુલ ચાર્જ નહીં
એર ઇન્ડિયા એક્સપ્રેસે 30 એપ્રિલ, 2025 સુધી શ્રીનગરથી શ્રીનગર માટે ફ્લાઇટ બુકિંગ કરાવનારા મુસાફરોને પોતાનો પ્રવાસ રિશિડ્યુલ કરવાની સુવિધા સંપૂર્ણપણે ફ્રી છે. તેમજ ફેર ડિફરન્સ પણ આપવામાં આશે. વધુમાં બુકિંગ કેન્સલ કરાવનારાઓને પેમેન્ટ મોડમાં સંપૂર્ણપણે રિફંડ પ્રાપ્ત થશે. કંપનીની https://www.airindiaexpress.com/manage-booking પર અથવા એઆઈ સંચાલિત ચેટ આસિસ્ટન્ટ, ટિયાની મદદથી #SrinagarSupport ટાઇપ કરી પોતાના બુકિંગ સંબંધિત પ્રક્રિયાઓ સરળતાથી પૂર્ણ કરી શકે છે.
આ પણ વાંચોઃ પહલગામ આતંકી હુમલાનો માસ્ટર માઈન્ડ કોણ? હાફિઝ સઈદ સાથે કનેક્શન, પાક. સૈન્યનો પણ ટેકો
એર ઇન્ડિયા એક્સપ્રેસ શ્રીનગરથી સીધા બેંગ્લુરૂ, દિલ્હી, હૈદરાબાદ, જમ્મુ અને કોલકાતા ફ્લાઇટનું સંચાલન કરે છે. સપ્તાહમાં લગભગ 80 ફ્લાઇટનું સંચાલન કરવામાં આવે છે. એરલાઇન પોતાના સ્થાનિક નેટવર્કમાં અગરતલા, અયોધ્યા, ચેન્નઈ, ગોવા, કોચ્ચી, મુંબઈ, પટના, તિરુવનંતપુરમ અને વારાણસી સહિત 26 સ્થળો પર વન-સ્ટોપ કનેક્ટિવિટી પ્રદાન કરે છે.
અન્ય એરલાઇન્સે પણ આપી છૂટ
એર ઇન્ડિયાએ બુધવારે પહલગામમાં આતંકી હુમલા બાદ આજે 23 એપ્રિલના રોજ શ્રીનગરથી બે વધારાની ફ્લાઇટ ઓપરેટ કરશે. જે શ્રીનગરથી દિલ્હી અને મુંબઈ માટે છે. અકાસા એરલાઇન્સે પણ જમ્મુ-કાશ્મીરના પહલગામમાં દુખઃદ ઘટનાઓ પ્રત્યે શોક વ્યક્ત કર્યું છે. ઇન્ડિગોએ શ્રીનગરમાં વર્તમાન સ્થિતિને ધ્યાનમાં રાખતાં રિશિડ્યુલ અને કેન્સલેશન કરાવવા પર છૂટને પ્રોત્સાહન આપ્યું છે. તેમજ વધારાની ફ્લાઇટ ઓપરેટ કરવાની જાહેરાત કરી છે. વધુ માહિતી માટે https://goindigo.in તથા +91 124 4973838 - +91 124 6173838 પર સંપર્ક કરી શકો છો. નોંધનીય છે, આ આતંકી હુમલામાં બે વિદેશી, બે સ્થાનિક સહિત ઓછામાં ઓછા 28 લોકોના મોત થયા છે.