Get The App

દેશ આઝાદ થયા પછી સૌથી લાંબી ચાલનારી ચૂંટણી કઈ હતી, જાણો રસપ્રદ ઈતિહાસ

લોકસભા ચૂંટણી 2024નું 19મી એપ્રિલે પહેલા તબક્કાનું મતદાન થશે અને ચોથી જૂને પરિણામ જાહેર થશે

દેશમાં સૌથી ટૂંકી ચૂંટણી ફક્ત ચાર જ દિવસમાં પૂરી થઈ ગઈ હતી

Updated: Mar 17th, 2024


Google NewsGoogle News
દેશ આઝાદ થયા પછી સૌથી લાંબી ચાલનારી ચૂંટણી કઈ હતી, જાણો રસપ્રદ ઈતિહાસ 1 - image


Lok Sabha Election 2024 : લોકસભા ચૂંટણી 2024 અત્યાર સુધીની ચૂંટણીઓમાં 1951-52 પછીની બીજા નંબરની સૌથી લાંબી ચૂંટણી નીવડશે. આ વખતની ચૂંટણી 44 દિવસ ચાલશે. જ્યારે 1951-52ની ચૂંટણી ચાર મહિનાથી વધારે ચાલી હતી. 

દેશમાં સૌથી ટૂંકી ચૂંટણી 1980માં યોજાઈ હતી 

દેશમાં સૌથી ટૂંકી ચૂંટણી 1980ની ચૂંટણી હતી. આ ચૂંટણી ફક્ત ચાર જ દિવસમાં પૂરી થઈ ગઈ હતી. તે વખતે ઇન્દિરા ગાંધીએ સત્તા પર પુનરાગમન કર્યું હતું. આ વખતે ચૂંટણી જાહેર થઈ ત્યારથી ચૂંટણી પૂરી થવાના દિવસો ગણીએ તો કુલ 82 દિવસ થાય છે. લોકસભા ચૂંટણી સાત તબક્કામાં યોજાશે અને 19મી એપ્રિલે પહેલા તબક્કાનું મતદાન થશે અને પહેલી જુને સાતમા તથા અંતિમ તબક્કાનું મતદાન થશે. ચોથી જુને પરિણામ જાહેર થશે. પીએમ મોદી સળંગ ત્રીજી ટર્મ જીતવા મેદાનમાં ઉતરશે.

દેશની પહેલી ચૂંટણીમાં 489 બેઠક માટે મતદાન થયું હતું

દેશની સૌપ્રથમ સામાન્ય ચૂંટણી 25 ઓક્ટોબર 1951થી ફેબ્રુઆરી 1952 વચ્ચે યોજાઈ હતી. આમ દેશની પ્રથમ ચૂંટણી તે દેશની સૌથી લાંબી ચૂંટણી હતી. આ ચૂંટણીમાં દેશના કુલ 25 રાજ્યોમાં 401 મતવિસ્તારોમાં 489 બેઠક માટે મતદાન થયું હતું. કુલ 314 મત વિસ્તારોએ ફર્સ્ટ-પાસ્ટ-ધ પોસ્ટ સિસ્ટમનો ઉપયોગ કર્યો હતો. જ્યારે 86 મતવિસ્તારોએ બે ઉમેદવારોની પસંદગી કરી હતી. તેમા એક જનરલ કેટેગરીનો હતો અને બીજો અનુસૂચિત જાતિ કે જનજાતિનો હતો. એક મતવિસ્તારે ત્રણ પ્રતિનિધિ ચૂંટયા હતા. પરિવહનની તકલીફના લીધે આ ચૂંટણી 68 તબક્કામાં યોજાઈ હતી. મોટાભાગનું મતદાન 1952ના પ્રારંભમાં થયું હતું. હિમાચલમાં 1951માં મતદાન થયું હતું, કારણ કે ત્યાં ફેબ્રુઆરી અને માર્ચમાં હવામાન વિપરીત હતું.

જમ્મુ-કાશ્મીરમાં 1967 સુધી લોકસભા ચૂંટણી જ યોજાઈ ન હતી

જમ્મુ-કાશ્મીર સિવાય બાકીના રાજ્યોએ 1951-52માં મતદાન કર્યુ હતું. જમ્મુ-કાશ્મીરમાં 1967 સુધી લોકસભા ચૂંટણી જ યોજાઈ ન હતી. 1962છી 1989 દરમિયાન લોકસભા ચૂંટણીનો સમયગાળો ચારથી દસ દિવસનો હતો. સૌથી ટૂંકી ચૂંટણી ત્રીજી જાન્યુઆરી 1980થી છઠ્ઠી જાન્યુઆરી 1980 દરમિયાન યોજાઈ હતી. તે વખતે સમગ્ર ભારતમાં ચાર જ દિવસમાં ચૂંટણી પૂરી થઈ ગઈ હતી. ઈન્દિરા ગાંધી આજે ચૂંટણી જીતીને સત્તા પર પરત ફરી હતી. 2004માં લોકસભા ચૂંટણી ચાર તબક્કામાં યોજાઈ હતી અને 21 દિવસમાં પૂરી થઈ હતી. 2009માં લોકસભા ચૂંટણી પાંચ તબક્કામાં યોજાઈ હતી અને એ પ્રક્રિયા મહિનો ચાલી હતી. 2009માં ચૂંટણી નવ તબક્કામાં યોજાઈ હતી અને 36 દિવસ ચાલી હતી.


Google NewsGoogle News