Get The App

માત્ર લોકસભા પૂરતી જ મિત્રતા! પરિણામ બાદથી જ AAP-કોંગ્રેસ વચ્ચે કેમ વધી ગઈ દૂરી?

Updated: Jul 11th, 2024


Google NewsGoogle News
Political


Delhi Election : લોકસભા ચૂંટણી 2024 માં ઈન્ડિયા ગઠબંધનના સાથી પક્ષ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ સાથે રહીને દિલ્હીમાં ચૂંટણી પ્રચારમાં ભાજપને મજબૂત ટક્કર આપી હતી. તેવામાં 10 વર્ષ પછી ભાજપે સાતેય બેઠક પર જીત મેળવી પોતાના નામે કરી છે. બીજી તરફ, ભાજપ સામેની હારથી કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ગઠબંધનની કોઈ આશા દેખાતી નથી. 

AAP ને લઈને કોંગ્રેસની નારાજગી

દિલ્હીમાં કોંગ્રેસની હાર પછી પાર્ટીના વરિષ્ઠ નેતાઓને બોલાવીને અનેક વખત રિવ્યૂ મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ખુલાસા થયાં હતા કે, આમ આદમી પાર્ટીએ કોંગ્રેસના ઉમેદવાર માટે મત માંગવામાં આવ્યાં ન હતા. AAP એ એટલાં પ્રમાણમાં સમર્થન આપવામાં આવ્યું ન હતું. આ સાથે AAP ને એવો ડર હતો વિધાસનભા ચૂંટણી વખતે ક્યાંક તેમના મત કોંગ્રેસમાં શિફ્ટ ના થઈ જાય, જેના કારણે કેટલાંક અંશે ગઠબંધન નબળા પડેલું જોવા મળ્યું હતું.

દિલ્હીમાં કોંગ્રેસની હાર થવાનું કારણ શું?

કોંગ્રેસ દ્વારા રાખવામાં આવેલી રિવ્યૂ મિટિંગમાં કોંગ્રેસના 90 જેટલાં નેતાએ પોતાના વિચારો રજૂ કર્યા હતા. જેમાં મોટા ભાગના નેતાનું માનવું હતું કે, 2025 માં દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી સાથે કોઈપણ પ્રકારે ગઠબંધન કરવામાં આવશે નહીં. આ સાથે દિલ્હીની લોકસભા બેઠક પર કોંગ્રેસના જે ત્રણ ઉમેદવારોને ઉભા રાખવામાં આવ્યાં હતા તેમણે પણ AAP પર નારાજગી વ્યક્ત કરી હતી. એક નેતા પ્રમાણે, કોંગ્રેસના વરિષ્ઠ નેતા પર AAP સામે પ્રચાર કરવાના આરોપ નાખવામાં આવ્યાં હતા.

કોંગ્રેસનું રાષ્ટ્રીય સ્તરે AAP સાથે ગઠબંધન, પરંતુ સ્થાનિક સ્તર પર સાથે મળીને કામ કરવું અશક્ય

આ સમયે કોંગ્રેસને કાંઈપણ કરીને દિલ્હીમાં જીત મેળવવી છે, ત્યારે કોંગ્રેસ આમ આદમી પાર્ટી સામેના ગુસ્સાનો ફાયદો ઉઠાવવા માગે છે. બીજી તરફ, કથિત દારૂ કૌભાંડમાં જે રીતે અરવિંદ કેજરીવાલથી માંડીને મનીષ સિસોદિયા સુધીની તમામની ધરપકડ કરવામાં આવી છે, ત્યારે કોંગ્રેસના ઘણા નેતાઓનું એવું માનવું છે કે, AAP સામેનો ગુસ્સો તેમને ઊભા કરવામાં વધુ મદદરૂપ સાબિત થશે. કોંગ્રેસ સ્પષ્ટપણે કહે છે કે, રાષ્ટ્રીય સ્તરે આમ આદમી પાર્ટી સાથે ગઠબંધન ચોક્કસ કરશે, પરંતુ સ્થાનિક સ્તર પર સાથે મળીને કામ કરવું શક્ય નથી.

પરિણામો પછી તરત જ મિત્રતા સમાપ્ત થઈ ગઈ!

જો કે, લોકસભાના પરિણામો બાદ કોંગ્રેસની રણનીતિ પર નજર કરીએ તો સ્પષ્ટ થાય છે કે કોંગ્રેસ છેલ્લા ઘણા સમયથી AAP ની વિરુદ્ધમાં છે. જેમાં દિલ્હીની વ્યવસ્થામાં રસ્તાઓ પર પાણી ભરાવાની સમસ્યા, ભ્રષ્ટાચારના મુદ્દે કેજરીવાલ અને મંત્રીઓ આતિષી-સૌરભ પરના હુમલાની વાત હોય કે અન્ય કોઈ મુદ્દો, દરેક જગ્યાએ કોંગ્રેસ અને AAP માં હવે કોઈપણ પ્રકારની મિત્રતા જોવા મળતી નથી. 

આટલાં વિરોધ પછી પણ કોંગ્રેસ અહીં કરી શકે છે સમર્થન

હાલ તો, નગરપાલિકાને લઈને કોંગ્રેસ અને AAP વચ્ચે પરસ્પર સમજૂતી થતી જોવા મળશે. બીજી તરફ, કોંગ્રેસ દ્વારા ભાજપને હરાવવા માટે આમ આદમી પાર્ટીના ઉમેદવારને સમર્થન આપી શકે છે. આવી સ્થિતિમાં, કોંગ્રેસ અને AAP ની મિત્રતાને દિલ્હીની જનતા કઈ રીતે જોવે છે તેના પર તેમનું રાજકીય ભવિષ્ય નિર્ભર થશે.


Google NewsGoogle News