પુત્રના નિધન બાદ અમેરિકાના સૈનિક બની ગયા બાબા મોક્ષપુરી, મેક્સિકોમાં આશ્રમ
Maha Kumbh 2025: મહાકુંભ 2025એ માત્ર ભારતના જ નહીં પરંતુ સમગ્ર વિશ્વના સંતો અને આધ્યાત્મિક ગુરુઓને આકર્ષ્યા છે અને તેમાનું એક નામ બાબા મોક્ષપુરીનું છે, જેનો જન્મ અમેરિકાના ન્યુ મેક્સિકોમાં થયો હતો. તેઓ પણ પ્રયાગરાજના પવિત્ર સંગમમાં યોજાઈ રહેલા મહા કુંભમાં આવી પહોંચ્યા છે. તેમની હાજરીએ બધાનું ધ્યાન ખેંચ્યું છે. એક સમયે અમેરિકન આર્મીમાં રહેલા માઇકલ હવે બાબા મોક્ષપુરી બની ગયા છે. તેમણે પોતાની આધ્યાત્મિક યાત્રા અને સનાતન ધર્મ સાથે જોડાવા અંગેની વાત શેર કરી હતી.
આ પણ વાંચો : 12ના આંકડાનો કુંભ સાથે વિશેષ સંબંધ, મુઘલોના હુમલા વધતા અર્ધકુંભનું આયોજન શરૂ થયું
વર્ષ 2000માં પહેલી વાર આવ્યા હતા ભારત
અમેરિકામાં જન્મેલા બાબા મોક્ષપુરી વર્ષ 2000માં તેમના પરિવાર એટલે કે પત્ની અને પુત્ર સાથે પહેલીવાર ભારત આવ્યા હતા. તેઓનું કહેવું છે કે,' મારી યાત્રા મારા જીવનની સૌથી યાદગાર ઘટના હતી. તે દરમિયાન હું ધ્યાન અને યોગ શીખ્યો અને પહેલી વાર સનાતન ધર્મને સમજ્યો. ભારતીય સંસ્કૃતિ અને પરંપરાઓએ મને ઉંડાણપૂર્વક પ્રભાવિત કર્યો. મારા આધ્યાત્મિક જાગૃતિની આ શરુઆત હતી, જેને હું હવે ભગવાનનું એક આમંત્રણ માનું છું.'
દીકરાના મૃત્યુએ મને તોડી નાખ્યો
બાબા મોક્ષપુરીના જીવનમાં એક યુ ટર્ન ત્યારે આવ્યો જ્યારે તેમના પુત્રનું અકાળે અવસાન થયું. તેમણે કહ્યું કે, 'આ દુઃખદ ઘટનાએ મને મારા જીવનને સમજવામાં મદદ કરી કે જીવનમાં કંઈ પણ સ્થાયી નથી. આ સમય દરમિયાન મેં ધ્યાન અને યોગને મારો આશ્રય બનાવ્યો. જેના કારણે હું આ મુશ્કેલ સમયમાંથી પસાર થયો.'
2016માં ઉજ્જૈન કુંભમાં દરેક મહાકુંભમાં હાજરી આપવાનો સંકલ્પ કર્યો
એ પછી બાબા મોક્ષપુરીએ યોગ, ધ્યાનના અનુભવોમાંથી મેળવેલી આધ્યાત્મિક સમજણ માટે પોતાની જાતને સમર્પિત કરી દીધી. તેઓ હવે ભારતીય સંસ્કૃતિ અને સનાતન ધર્મના ઉપદેશોનો પ્રચાર કરવા માટે વિશ્વભરમાં પ્રવાસ કરી રહ્યા છે. 2016માં ઉજ્જૈન કુંભથી તેમણે દરેક મહાકુંભમાં હાજરી આપવાનો સંકલ્પ કર્યો હતો. તેમનું માનવું છે કે, આવી ભવ્ય પરંપરા ફક્ત ભારતમાં જ શક્ય છે.