મહાકુંભમાં નાસભાગની ઘટના બાદ શ્રદ્ધાળુઓની સંખ્યામાં ઘટાડો, 25 ટકા લોકોએ કેન્સલ કરાવ્યું બુકિંગ
Prayagraj Mahakumbh Stampede: પ્રયાગરાજ મહાકુંભમાં નાસભાગની ઘટના બાદ શ્રદ્ધાળુઓની સંખ્યામાં ઘટાડો આવ્યો છે. નાસભાગ બાદ મહાકુંભમાં વ્યવસ્થાને લઇને લોકોના મનમાં સવાલો ઉદભવી રહ્યા છે. શ્રદ્ધાળુઓએ પોતાની યાત્રાને ટાળી દીધી છે. જેની અસર અહીંની હોટલ, રેસ્ટોરેન્ટ સહિત તમામ ટૂર એન્ડ ટ્રાવેલ્સ ઓપરેટર પર પણ તેની અસર જોવા મળી રહી છે. ગત બે દિવસમાં 25 ટકા શ્રદ્ધાળુઓએ હોટલ બુકિંગ કેન્સલ કરી દીધું છે.
મહાકુંભના પહેલાં દિવસે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુ મહાકુંભમાં પહોંચી રહ્યા હતા. જેના લીધે અહીં સ્થિત તમામ હોટલોનું બુકિંગ ફૂલ હતું. પરંતુ હવે નવા બુકિંગમાં ઘટાડો જોવા મળી રહ્યો છે તો બીજી તરફ નાસભાગ પહેલાં જેમણે હોટલોમાં રૂમ કર્યા હતા, તેમાંથી 25 ટકા શ્રદ્ધાળુઓએ બુકિંગ કેન્સલ કરી દીધા છે. પ્રયાગરાજ હોટલ અને રેસ્ટોરેન્ટ એસોસિએશનના અધ્યક્ષ હરજેન્દ્ર સિંહે કહ્યું કે આ શ્રદ્ધાળુઓએ કુંભ વિસ્તારમાં સ્થિતિ સામાન્ય થતાં તેમને માહિતગાર કરવા માટે કહ્યું છે.
નાસભાગ બાદ શ્રદ્ધાળુઓની સંખ્યામાં આવ્યો ઘટાડો
વધુ એક હોટલ માલિકે કહ્યું કે નાસભાગ બાદ અને નાસભાગ પહેલાં ઘણા બહારના યાત્રીઓએ પ્રયાગરાજમાં હોટલ બુક કરી હતી પરંતુ અકસ્માતના સમાચાર મળ્યા બાદ તેમણે પોતાનું બુકિંગ કેન્સલ કરવા માટે ફોન કરવાનું શરૂ કરી દીધું અને જે લોકોએ પહેલાંથી પૈસા ચૂકવી દીધા હતા તેમણે અનુરોધ કર્યો હતો કે તેમના પૈસા ભવિષ્યની તારીખોમાં એડજસ્ટ કરી દેવામાં આવે.
હરજેન્દ્ર સિંહે જણાવ્યું કે નાસભાગની ઘટના બાદ હોટલોમાં બુકિંગ રદ થવાના કારણે હોટલ અને રેસ્ટોરેન્ટ સહિત પર્યટન સાથે જોડાયેલા અન્ય વ્યવસાયો પર તેની અસર જોવા મળી રહી છે. તેમણે કહ્યું કે અત્યારે પ્રયાગરાજમાં 200થી વધુ હોટલો ચાલે છે જેમાં દુકાનો પણ છે. ખાસકરીને મહાકુંભ માટે લગાવવામાં આવ્યો છે.
પ્રયાગરાજમાં જ જાણિતી હોટલના માલિકે જણાવ્યું હતું કે બુકિંગ રદ કરનારાઓની સંખ્યામાં વધારો થયો છે. કુંભમાં આવનાર શ્રદ્ધાળુઓની સંખ્યામાં મોટો ઘટાડો થયો છે. જોકે તેમણે કહ્યું કે સ્થિતિ સામાન્ય થયા બાદ કુંભ માટે ફરીથી બુકિંગમાં તેજી આવી શકે છે. ઘણા લોકો એ પણ માને છે કે નાસભાગ બાદ પ્રયાગરાજમાં વાહનોની એન્ટ્રી પર પ્રતિબંધના લીધે ધંધા પર અસર પડી રહી છે.