મણિપુરમાં લૂંટાયેલા હથિયારોના 25% જ પાછા મળ્યાં, હિંસાના 6 મહિના પછી રાજ્યમાં કેવી છે સ્થિતિ?

દારૂ ગોળાની વાત કરીએ તો એ તો ફક્ત 5 ટકા જ પરત મળ્યો

અંદાજે 5,600 હથિયારોમાંથી 1,500 જેટલાં હથિયાર મળી આવ્યા

Updated: Oct 29th, 2023


Google NewsGoogle News
મણિપુરમાં લૂંટાયેલા હથિયારોના 25% જ પાછા મળ્યાં, હિંસાના 6 મહિના પછી રાજ્યમાં કેવી છે સ્થિતિ? 1 - image

six months of violence in Manipur | મણિપુરમાં (Manipur News)જાતીય હિંસા ફાટી નીકળ્યાને લગભગ 6 મહિના વીતી જવા આવ્યા છે ત્યારે રાજ્યમાં લૂંટાયેલા હથિયારોમાંથી ( Manipur weapons News) હજુ સુધી માત્ર 25 ટકા જ હથિયારો ફરી કબજે કરી શકાયા છે. જોકે દારૂ ગોળાની વાત કરીએ તો એ તો ફક્ત 5 ટકા જ પરત મળ્યો છે. એક અહેવાલમાં સૂત્રોને ટાંકીને આ દાવો કરાયો હતો. 

CM કરી રહ્યા છે કાર્યવાહીની વાત 

સૂત્રોના જણાવ્યા અનુસાર લૂંટાયેલા અંદાજે 5,600 હથિયારોમાંથી 1,500 જેટલાં હથિયાર મળી આવ્યા છે અને ગુમ થયેલા આશરે 6.5 લાખ રાઉન્ડ ગોળા-બારુદમાંથી લગભગ 20,000 અત્યાર સુધીમાં પોલીસને પરત મળી આવ્યા છે. આ સ્થિતિનો ખુલાસો ત્યારે થયો જ્યારે રાજ્યના મુખ્યમંત્રી બિરેન સિંહ (Biren Singh)વારંવાર ગેરકાયદે હથિયારો સાથે પકડાઇ રહેલા લોકો સામે કાર્યવાહી કરવાની વાત કરી રહ્યા છે.

ત્રણ જિલ્લામાં જ 80 ટકા હથિયારોનો લૂંટ 

મે મહિનાની શરૂઆતથી મૈતેઇ અને કુકી સમુદાયો વચ્ચે જાતીય હિંસાને પગલે રાજ્ય સરકારે સપ્ટેમ્બરમાં પોલીસ અને રાજ્યના હથિયારોના સ્ટોરેજમાંથી ચોરાયેલા હથિયાર અને દારૂગોળાની પુનઃપ્રાપ્તિ અંગે સ્ટેટસ રિપોર્ટ જાહેર કર્યો હતો. જેમાં ચોંકાવનારી માહિતી એ સામે આવી કે લગભગ 80% જેટલાં હથિયારો તો માત્ર ત્રણ જિલ્લા ઇમ્ફાલ પૂર્વ, ચુરાચંદપુર અને બિષ્ણુપુરમાં આવેલા હથિયારોના સ્ટોરેજથી ચોરાયા હતા. 

રાજ્યમાં કેવી છે સ્થિતિ? 

મોટાભાગના હથિયારોની લૂંટ પૂર્વ ઈમ્ફાલમાં થઇ હતી. અહીં જ્યારે હિંસા મે મહિનામાં ચરમસીમાએ હતી ત્યારે હથિયારોની લૂંટ થઈ હતી. અમુક ઘટનાઓ સિવાય મે બાદ અહીં કોઈ લૂંટની ઘટના બની નથી. હવે સરકારે તમામ હથિયારોના સ્ટોરેજની સુરક્ષા માટે સીઆરપીએફને તહેનાત કરી દીધા છે. 

મણિપુરમાં લૂંટાયેલા હથિયારોના 25% જ પાછા મળ્યાં, હિંસાના 6 મહિના પછી રાજ્યમાં કેવી છે સ્થિતિ? 2 - image


Google NewsGoogle News