કેબિનેટમાં દબદબો બતાવ્યા બાદ ભાજપ લોકસભા સ્પીકર પદ પર કરશે કબજો, સહયોગીઓનું સમર્થન!

Updated: Jun 14th, 2024


Google NewsGoogle News
કેબિનેટમાં દબદબો બતાવ્યા બાદ ભાજપ લોકસભા સ્પીકર પદ પર કરશે કબજો, સહયોગીઓનું સમર્થન! 1 - image


Image: Facebook

Lok Sabha Speaker: કેન્દ્રીય કેબિનેટમાં આ વખતે પણ ભાજપનો જ દબદબો રહેવાનો છે. જનતા દળે લોકસભા અધ્યક્ષ પદ માટે ભાજપ ઉમેદવારનો સપોર્ટ કરવાની વાત કહી છે. ભાજપના નેતૃત્વ વાળા એનડીએનો જદયુ ભાગ છે. JDU ના નેતા કેસી ત્યાગીએ કહ્યું કે તેમની પાર્ટી અને તેલુગુ દેશમ પાર્ટી (TDP) એનડીએનો ભાગ છે અને લોકસભા સ્પીકર પદ માટે ભાજપની તરફથી નામાંકિત ઉમેદવારનું સમર્થન કરશે. ત્યાગીએ કહ્યું, જેડીયુ અને ટીડીપી મજબૂતીથી NDA સાથે જોડાયેલું છે. અમે સ્પીકર માટે ભાજપના નામાંકિત વ્યક્તિનું સમર્થન કરીશું. 

કેસી ત્યાગીને અમુક વિપક્ષી નેતાઓની ટિપ્પણીઓ વિશે સવાલ પૂછવામાં આવ્યો. તેમને કહેવામાં આવ્યું કે શું નવી લોકસભા અધ્યક્ષ ટીડીપી કે જેડીયુથી સાથે હોઈ શકે છે? તેના જવાબમાં તેમણે ભાજપ તરફથી નામાંકિત ઉમેદવારને સમર્થન આપવાની વાત કહી. જેડીયુ લીડર ત્યાગીની આ ટિપ્પણીને મોટા સંકેત તરીકે જોવામાં આવી રહી છે. એવું માનવામાં આવી રહ્યું છે કે ભાજપ સ્પીકર પદ માટે પોતાનો ઉમેદવાર ઊભો કરી શકે છે. અધ્યક્ષ પદનો ઉમેદવાર પાર્ટીના સહયોગીઓમાંથી હશે નહીં. 

26 જૂને લોકસભા અધ્યક્ષ પદની ચૂંટણી

લોકસભા 26 જૂને પોતાના નવા અધ્યક્ષની ચૂંટણી કરશે. ગૃહના સભ્ય ઉમેદવારોના સમર્થનમાં પ્રસ્તાવ માટે એક દિવસ પહેલા બપોરે 12 વાગ્યા સુધી નોટિસ આપી શકે છે. 18મી લોકસભાની પહેલી બેઠક 24 જૂને થશે અને સત્ર 3 જુલાઈએ સમાપ્ત થશે. લોકસભા તરફથી આ મુદ્દે બુલેટિન જારી કરવામાં આવ્યું. જેમાં કહેવામાં આવ્યું કે અધ્યક્ષની ચૂંટણી માટે નક્કી તારીખથી એક દિવસ પહેલા કોઈ પણ સભ્ય અધ્યક્ષ પદ માટે કોઈ અન્ય સભ્યના સમર્થનમાં પ્રસ્તાવ માટે મહાસચિવને લેખિત રીતે નોટિસ આપી શકે છે. વર્તમાન મામલે અધ્યક્ષની ચૂંટણી માટે પ્રસ્તાવના સંબંધે નોટિસ મંગળવાર, 25 જૂન બપોરે 12 વાગ્યા પહેલા આપવામાં આવી શકે છે.

સત્રના પહેલા 2 દિવસ નવા ચૂંટાયેલા સભ્યોના શપથ ગ્રહણ માટે સમર્પિત હશે. અધ્યક્ષની ચૂંટણી માટે 26 જૂનની તારીખ નક્કી કરવામાં આવી છે જ્યારે 27 જૂને રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂ લોકસભા અને રાજ્યસભાની સંયુક્ત બેઠકને સંબોધિત કરશે. પ્રસ્તાવ માટે નોટિસનું સમર્થન કોઈ ત્રીજા સભ્ય દ્વારા થવું જોઈએ. સાથે જ ચૂંટણી લડનાર ઉમેદવાર દ્વારા આ નિવેદન પણ આપવામાં આવવું જોઈએ કે તે ચૂંટાયા હોવાથી અધ્યક્ષ તરીકે કામ કરવા માટે તૈયાર છે. લોકસભા સચિવાલયે નિયમોનો હવાલો આપતા જણાવ્યું કે કોઈ સભ્ય પોતાનું નામ પ્રસ્તાવિત કરી શકતું નથી કે પોતાના નામ વાળા કોઈ પ્રસ્તાવનું સમર્થન કરી શકતું નથી.


Google NewsGoogle News