સંભલ અને વારાણસી બાદ હવે અમેઠીમાં મળ્યું 120 વર્ષ જૂનું મંદિર, કબજાના કારણે પૂજા બંધ હોવાનો આરોપ
Image Source: Twitter
Shiv Mandir Found In Amethhi: ઉત્તર પ્રદેશના સંભલ, વારાણસી અને બુલંદશહર બાદ હવે અમેઠીમાંથી 120 વર્ષ જૂનું શિવ મંદિર મળી આવ્યું છે, જેના પર લઘુમતી સમુદાયના લોકો દ્વારા દબાણ કરવાનો આરોપ છે. આ મામલે સ્થાનિક લોકોએ SDMને ફરિયાદ પત્ર આપી કાર્યવાહીની માંગ કરી છે. SDMએ આ મામલાની તપાસ તહસીલદારને સોંપી દીધી છે.
કબજાના કારણે પૂજા બંધ હોવાનો આરોપ
આ સમગ્ર મામલો મુસાફિરખાના પોલીસ સ્ટેશન વિસ્તારના ઔરંગાબાદ ગામનો છે, જ્યાં ગામમાં સ્થિત 120 વર્ષ જૂના પંચશિખર શિવ મંદિરને લઈને વિવાદ સામે આવ્યો છે. ગામના લોકોનો આરોપ છે કે મંદિર પર અમુક સમુદાયના લોકોએ કબજો જમાવી લીધો છે જેના કારણે છેલ્લા 20 વર્ષથી પૂજા-પાઠ બંધ છે.
દલિત પરિવારે કરાવી હતી મંદિરની સ્થાપના
ગ્રામીણોનું કહેવું છે કે, આ મંદિરની સ્થાપના લગભગ 120 વર્ષ પહેલા ગામના એક દલિત પરિવારે કરાવી હતી, ત્યારબાદ આ મંદિર વિસ્તારના લોકોની આસ્થાનું કેન્દ્ર રહ્યું છે, પરંતુ છેલ્લા ઘણા વર્ષોથી એક વિશેષ સમુદાય દ્વારા મંદિરમાં પૂજા-અર્ચના કરવા પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. જેના કારણે ગામના લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સોમવારે ભાજપ જિલ્લા મહામંત્રી અતુલસિંહની આગેવાનીમાં પહોંચેલા ગ્રામજનોએ એસડીએમ પ્રીતિ તિવારીને ફરિયાદ પત્ર આપીને કાર્યવાહીની માગ કરી છે.
SDM પ્રીતિ તિવારીની પ્રતિક્રિયા
બીજી તરફ આ સમગ્ર મામલે SDM પ્રીતિ તિવારીએ કહ્યું કે, આ સમગ્ર મામલાની તપાસ તહસીલદારને સોંપી દેવામાં આવી છે. તપાસ રિપોર્ટ આવ્યા બાદ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
આ પહેલા બુલંદશહરમાંથી મળી આવ્યું હતું મંદિર
આ પહેલા બુલંદશહરના ખુર્જામાં વર્ષોથી બંધ પડેલું એક મંદિર મળી આવ્યું હતું, જેના જીર્ણોદ્ધાર માટે હિન્દુ સંગઠનોએ વહીવટીતંત્રને અપીલ કરી છે કે જેથી ફરીથી પૂજા-પાઠ શરૂ કરી શકાય. એવું કહેવામાં આવી રહ્યું છે કે, આ મંદિર લગભગ 50 વર્ષ જૂનું છે, જે 1990ના રમખાણો બાદથી બંધ છે. SDMએ જણાવ્યું કે, લગભગ ત્રણ દાયકા પહેલા જાટવ સમુદાય આ વિસ્તાર છોડીનો ચાલ્યો ગયો હતો. એવું કહેવાય છે કે, સમુદાયના એક પરિવાર દ્વારા ખુર્જા મંદિરની મૂર્તિઓનું નદીમાં વિસર્જન કરી દેવામાં આવ્યું હતું.
અગાઉ 14 ડિસેમ્બરે સંભલ વહીવટી તંત્રને શહેરમાં સાંપ્રદાયિક રમખાણો બાદ 1978થી બંધ પડેલા મંદિરને ફરીથી ખોલી દેવામાં આવ્યું હતું. અહીં પૂજા-પાઠ પણ શરૂ થઈ ગઈ છે. સંભલ બાદ વારાણસીના મુસ્લિમ બહુલ મદનપુરા વિસ્તારમાં પણ 250 વર્ષ જૂનું મંદિર મળી આવ્યું છે. આ મંદિર એક ઘરની અંદર છે, જેને મુસ્લિમ વ્યક્તિએ પોતાની સંપત્તિ જાહેર કરી છે. જો કે, હિન્દુ સંગઠનોએ વહીવટીતંત્રને એક આવેદન આપ્યું છે, જેમાં તેઓએ મંદિરમાં પૂજા-પાઠ કરાવવાની માગ કરી છે.