રેવન્ના બાદ તેનો ભાઇ મુશ્કેલીમાં, પોલીસ ફરિયાદમાં કહ્યું - મને દુષ્કર્મના કેસમાં ફસાવવાનું કાવતરું રચાયું
Image: Facebook
Suraj Revanna: કર્ણાટકની હાસન જિલ્લાની પોલીસે પ્રજ્વલના ભાઈ અને જેડીએસ એમએલસી સૂરજ રેવન્નાને બ્લેકમેલ કરવાના આરોપમાં બે લોકો વિરુદ્ધ એફઆઈઆર નોંધી છે. આરોપ છે કે લોકો સૂરજ રેવન્નાને ખોટા યૌન શોષણના આરોપમાં ફસાવવા માટે બ્લેકમેલ કરી રહ્યાં હતાં. કર્ણાટકમાં સેક્સ સ્કેન્ડલના આરોપમાં ફસાયેલા જેડીએસના પૂર્વ સાંસદ પ્રજ્વલ રેવન્નાના ભાઈ સૂરજ રેવન્નાને ખોટા યૌન શોષણના કેસમાં ફસાવીને બ્લેકમેલ કરવાનો મામલો સામે આવ્યો છે.
કર્ણાટકના હાસન જિલ્લાની પોલીસે પ્રજ્વલના ભાઈ અને જેડીએસ એમએલસી સૂરજ રેવન્નાને બ્લેકમેલ કરવાના આરોપમાં બે લોકો વિરુદ્ધ એફઆઈઆર નોંધાવી છે. આરોપ છે કે આ લોકો સૂરજ રેવન્નાને ખોટા યૌન શોષણના આરોપમાં ફસાવવા માટે બ્લેકમેલ કરી રહ્યાં હતાં.
એફઆઈઆર અનુસાર સૂરજ (36) અને તેના એક નજીકના શિવકુમારે ચેતન અને તેના એક સંબંધી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. આ ફરિયાદમાં કહ્યું છે કે આ લોકો સૂરજને બ્લેકમેલ કરી રહ્યાં હતાં અને ખોટા આરોપોમાં ફસાવવા બદલ પાંચ કરોડ રૂપિયાની માગ કરી રહ્યાં હતાં.
શું છે મામલો?
કહેવાઈ રહ્યું છે કે આ મામલે આરોપી ચેતને સૌથી પહેલા શિવકુમાર સાથે મિત્રતા કરી. તે બાદ તેણે આર્થિક તંગીનો હવાલો આપીને નોકરી માટે મદદ માગી. શિવકુમારે આ દરમિયાન લોકસભા ચૂંટણી દરમિયાન સૂરજ રેવન્ના સાથે ચેતનની મુલાકાત કરાવવા રાજી થઈ ગયો.
પાંચ કરોડની ખંડણી
આ દરમિયાન 17 જૂને ચેતને શિવકુમારને જણાવ્યું કે તે નોકરી માગવા માટે એક દિવસ પહેલા સૂરજ રેવન્નાના ફાર્મહાઉસ ગયો હતો પરંતુ સૂરજે મદદનો ઈનકાર કરી દીધો. તે બાદ ચેતને કથિત રીતે સૂરજ અને તેના પરિવારને બદનામ કરવાની ધમકી આપી.
આરોપ છે કે ચેતને કહ્યું કે જો તેને પાંચ કરોડ રૂપિયા ન મળ્યાં તો તે યૌન શોષણના આરોપમાં સૂરજ વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાવશે. તે બાદ ચેતન સતત શિવકુમારને બ્લેકમેલ કરતો રહ્યો. તેણે બાદમાં બ્લેકમેલ રકમ ઘટાડીને ત્રણ કરોડ અને પછી અઢી કરોડ પણ કરી દીધી. ચેતનના સંબંધી પણ આ બ્લેકમેલિંગમાં સામેલ હતાં. તે ચેતનના ફોનથી શિવકુમારને મેસેજ મોકલતો હતો.
ચેતને 19 જૂને એક વાર ફરી શિવકુમારને ફોન કર્યો અને રૂપિયા ન મળવા પર સૂરજ અને તેના પરિવારને બદનામ કરવાની ધમકી આપી. તેના બે દિવસ બાદ શિવકુમાર અને સૂરજે આરોપીઓ વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાવવાનો નિર્ણય કર્યો. આ મામલે આઈપીસીની કલમ 384 અને 506 હેઠળ મામલો નોંધ્યો છે.
ભાઈ પ્રજ્વલ પર શું આરોપ છે?
પ્રજ્વલ વિરુદ્ધ નોંધાયેલો પહેલો કેસ 47 વર્ષીય પૂર્વ નોકરાણીના યૌન શોષણ સાથે જોડાયેલો છે. તેમાં તેને મુખ્ય આરોપી ના બનાવીને સહાયક આરોપી એટલે કે આરોપી નંબર 2 બનાવવામાં આવ્યો છે. તેને 28 એપ્રિલે હાસનના હોલેનારસીપુરામાં રજિસ્ટર્ડ કરવામાં આવ્યો. તેમાં પ્રજ્વલના પિતા એચડી રેવન્ના મુખ્ય આરોપી છે. જે અત્યારે જામીન પર છે.
વારંવાર દુષ્કર્મ કરવાનો આરોપ
બીજો કેસ સીઆઈડીએ રજિસ્ટર્ડ કર્યો છે. આ મામલો 1 મે એ નોંધાયો હતો. તેમાં 44 વર્ષની મહિલાએ ઘણી વખત દુષ્કર્મ કરવાનો આરોપ પ્રજ્વલ પર લગાવ્યો છે. આરોપ કોઈ અન્યએ નહીં પરંતુ જેડીએસની મહિલા કાર્યકર્તાએ લગાવ્યો છે.
60 વર્ષની મહિલાએ પણ કર્યો કેસ
ત્રીજો કેસ પણ દુષ્કર્મનો છે, જે એસઆઈટીએ નોંધ્યો છે. તેમાં પીડિતાની ઉંમર 60 વર્ષની આસપાસ છે. ત્રણેય કેસ આઈપીસીની કલમ 376 હેઠળ નોંધવામાં આવ્યા છે. આ સિવાય 354 B, 354 C, 506 હેઠળ પણ કેસ નોંધવામાં આવ્યો છે.