'લોકસભામાં કોંગ્રેસ મારશે 'સેન્ચુરી', ભાજપને મળશે આટલી બેઠક..' વધુ એક દિગ્ગજની ભવિષ્યવાણી

Updated: May 25th, 2024


Google NewsGoogle News
'લોકસભામાં કોંગ્રેસ મારશે 'સેન્ચુરી', ભાજપને મળશે આટલી બેઠક..' વધુ એક દિગ્ગજની ભવિષ્યવાણી 1 - image


Lok Sabha Elections 2024: પ્રશાંત કિશોર બાદ હવે ચૂંટણી વિશ્લેષકમાંથી રાજકારણમાં આવેલા યોગેન્દ્ર યાદવે પણ આ ચૂંટણીમાં ભાજપને કેટલી સીટ મળશે એ બાબતે આગાહી કરી છે. પ્રશાંત કિશોરે પણ યોગેન્દ્ર યાદવની આગાહીને સમર્થન આપતા કહ્યું હતું કે, "યાદવના મતે ભાજપ 240 થી 260 સીટ જીતી શકે છે. આ સિવાય ભાજપના સહયોગી પક્ષો 35 થી 45 સીટ જીતી શકે છે. આવી સ્થિતિમાં એનડીએનો આંકડો 275 થી 305ની વચ્ચે પહોંચી જશે, જે સરકાર બનાવવા માટે પૂરતો હશે."

પ્રશાંત કિશોરે લોકસભા ચૂંટણી માટે ભવિષ્યવાણી કરી 

પ્રશાંત કિશોરે સોશિયલ મીડિયા પર લખ્યું, ચૂંટણી અને સામાજિક-રાજકીય મુદ્દાઓને ઊંડાણપૂર્વક સમજનારા લોકોમાંથી એક યોગેન્દ્ર યાદવે પણ પોતાનું વિશ્લેષણ શેર કર્યું છે. તેમણે 2024ની લોકસભા ચૂંટણી માટે ભવિષ્યવાણી કરી છે. તેમના મતે ભાજપને 240થી 260 બેઠકો મળી શકે છે. તે જ સમયે, એનડીએમાં તેના સાથી પક્ષો પણ 35 થી 45 બેઠકો જીતી શકે છે. આવી સ્થિતિમાં ભાજપ પાસે 275થી 305 બેઠકો હશે.

દેશમાં સરકાર બનાવવા માટે 272 સીટ જરૂરી છે. આ લોકસભામાં ભાજપ પાસે 303 અને એનડીએ પાસે 323 સીટ છે. શિવસેનાએ એનડીએનો હિસ્સો રહીને પણ 18 સીટ જીતી હતી.

યોગેન્દ્ર યાદવે કરી લોકસભા સીટ બાબતે કરી ભવિષ્યવાણી 

યોગેન્દ્ર યાદવે કોંગ્રેસને 85 થી 100 સીટ અને ઈન્ડિયા એલાયન્સને 120 થી 135 સીટ આપી છે. 2019ની સામાન્ય ચૂંટણીમાં કોંગ્રેસને માત્ર 52 સીટ મળી હતી. પ્રશાંત કિશોરે એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે ભાજપ બહુમતનો આંકડો સરળતાથી હાંસલ કરશે. તેમણે કહ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને તેમની સરકાર પ્રત્યે અસંતોષનું કોઈ મોટું કારણ નથી.

'લોકસભામાં કોંગ્રેસ મારશે 'સેન્ચુરી', ભાજપને મળશે આટલી બેઠક..' વધુ એક દિગ્ગજની ભવિષ્યવાણી 2 - image


Google NewsGoogle News