પ્રશાંત કિશોર બાદ હવે અમેરિકાના નિષ્ણાતની ભવિષ્યવાણી: ભાજપ 400થી દૂર પણ આટલી બેઠકો સાથે સરકાર બનાવશે
Image Source: Twitter
American Political Analyst Prediction On BJP Seats: ચૂંટણી વ્યૂહરચનાકાર પ્રશાંત કિશોરની એક ઈન્ટરવ્યૂ દરમિયાન કરવામાં આવેલી ભવિષ્યવાણી ખૂબ ચર્ચામાં છે. જેમાં તેઓ કહી રહ્યા છે કે, બીજેપી 4 જૂનના રોજ 2019 કરતા શ્રેષ્ઠ પ્રદર્શન કરીને 303 બેઠકથી પણ વધુ બેઠક પ્રાપ્ત કરશે. તેની પાછળનું કારણ જણાવતા તેમણે કહ્યું હતું કે, પીએમ મોદી વિરુદ્ધ સત્તા વિરોધી લહેર નથી.
પ્રશાંત કિશોરના આ નિવેદન પર ચર્ચા વચ્ચે હવે એક પ્રમુખ અમેરિકન પોલિટિકલ એનાલિસ્ટ ઈયાન બ્રેમરે ભવિષ્યવાણી કરી છે કે, સત્તારુઢ પાર્ટી ભાજપ પોતાની અત્યાર સુધીની ચૂંટણીમાં આ વખતે સૌથી વધુ બેઠક મેળવશે.
શું ચર્ચાઓ છે?
પ્રશાંત કિશોરે એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, પીએમ મોદીની ભાજપ પાર્ટી સત્તામાં બની રહેશે. કાં તો તેમને છેલ્લી ચૂંટણીની જેટલી જ બેઠકો મળશે અથવા તો તેના કરતા થોડું સારું પ્રદર્શન કરી શકે છે. તેમણે કહ્યું હતું કે, પીએમ મોદી વિરુદ્ધ લોકોમાં કોઈ પ્રકારની નારાજગી નજર નથી આવી રહી.
ઈયાન બ્રેમરે શું કહ્યું?
હાલની લોકસભા ચૂંટણી અંગે ભવિષ્યવાળી વિશે પૂછતા પોલિટિકલ એનાલિસ્ટ ઈયાન બ્રેમરે જણાવ્યું કે, બીજેપી 295થી 315 બેઠકો જીતી શકે છે. બીજેપી 2014માં 282 બેઠકો સાથે સત્તામાં આવી હતી. તેમના ગઠબંધને કુલ 336 બેઠકો જીતી હતી.
2019ની લોકસભા ચૂંટણીમાં બીજેપીએ 303 બેઠકો જીતી હતી અને NDAએ 350 નો આંકડો પાર કરી લીધો હતો. બીજેપીના નેતા સતત 400 પાર બેઠકો આવવાની વાત કરી રહ્યા છે. ઈયાન બ્રેમરે કહ્યું કે, ખૂબ જ મજબૂત આર્થિક પ્રદર્શન અને સતત સુધારના દમ પર મોદી લગભગ નિશ્ચિત રૂપે ત્રીજો કાર્યકાળ જીતવા જઈ રહ્યા છે. ઈયાન બ્રેમરે કહ્યું કે, ભારત આગામી વર્ષ સુધીમાં વિશ્વની ચોથી સૌથી મોટી આર્થિક વ્યવસ્થા બની શકે છે અને આ ઘણી મોટી વાત હશે.