'અરે વો તો ઝિંદા હૈ', પતિએ અંતિમ સંસ્કાર કરી દીધા પછી ખબર પડી કે પત્ની તો જીવતી છે!
Gorakhpur Crime News: બોલિવૂડની ફિલ્મમાં જોવા મળે તેવી ઘટના ઉત્તર પ્રદેશના ગોરખપુરમાં જોવા મળી હતી. પત્નીના અંતિમસંસ્કાર કરનારી એક વ્યક્તિને તેની પત્ની લગભગ 600 કિ.મી. દૂર જીવિત મળી આવી હતી.
ઉરુવા બજાર વિસ્તારમાંથી એક મહિલાનો મૃતદેહ મળ્યો
એક રિપોર્ટ મુજબ, ગોરખપુરના બાંસગાંવના રહેવાસી રામ સુમેરે ફરિયાદ નોંધાવી હતી કે, તેની પત્ની ફૂલમતી 15 જૂનના રોજ ગુમ થઈ હતી. જે બાદ 19 જૂનના રોજ તેને ઉરુવા બજાર વિસ્તારમાંથી એક મહિલાનો મૃતદેહ મળી આવ્યો હતો.
લાશને પોતાની પત્નીની સમજી અંતિમ સંસ્કાર કર્યા
સુમેરે લાશને પોતાની પત્ની તરીકે ઓળખી હતી અને તેના અંતિમ સંસ્કાર કરી આવ્યો હતો. આ મહિલાના પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં તેની હત્યા ગળું દબાવીને કરવામાં આવી હોવાનું માલૂમ પડ્યું હતું. આ માહિતી બાદ કેસમાં અચાનક ટ્વિસ્ટ આવ્યો.
અંતિમ સંસ્કારના બાદ ઝાંસીમાં મળી પત્ની
શંકાસ્પદ હત્યારાની ધરપકડ કરવા પોલીસે ચક્રો ગતિમાન કરીને ફૂલમતીના મોબાઈલને ટ્રેસ કર્યો હતો. જે બાદ ફૂલમતીનો મોબાઈલ 600 કિમી દૂર ઝાંસીમાં એક્ટિવ હોવાની વાત સામે આવી હતી.
મહિલા ઝાંસીના યુવક સાથે હતી
પોલીસે તેના કોલ રેકોર્ડ્સની ઊંડાણપૂર્વક તપાસ કરતાં બીજો એક ટ્વીસ્ટ આવ્યો હતો. પોલીસને માહિતી મળી કે, ફૂલમતી અને સુલતાનપુરના શુભમ વચ્ચે અનેક વખત વાતચીત થતી હતી. પોલીસે શુભમની ઉલટ તપાસ કરતાં ફૂલમતી જીવિત અને તે તેને ઝાંસીની ભગાવી લાવ્યો હોવાનું સામે આવ્યું હતું.