NDAમાં તિરાડ! જુમ્માની નમાઝનો વિવાદ ભારે પડ્યો, જેડીયુ બાદ હવે વધુ એક પાર્ટીને પડ્યો વાંધો

Updated: Sep 1st, 2024


Google NewsGoogle News
NDAમાં તિરાડ! જુમ્માની નમાઝનો વિવાદ ભારે પડ્યો, જેડીયુ બાદ હવે વધુ એક પાર્ટીને પડ્યો વાંધો 1 - image


NDA Dispute On Jumma Break: આસામ સરકારના વિધાનસભામાં જુમ્મા બ્રેક પર રોક લગાવવાના નિર્ણય બાદ હવે NDAમાં જ તિરાડ પડતી નજર આવી રહી છે. અગાઉ જેડીયુએ આ નિર્ણય પર સવાલ ઉઠાવતા કહ્યું હતું કે, આ લોકોના અધિકારો છીનવી લેવાનું કામ કરવામાં આવૂ રહ્યું છે. આ વચ્ચે હવે વધુ એક પાર્ટીએ આ નિર્ણય પર વાંધો ઉઠાવ્યો છે. 

LJPએ પણ ઉઠાવ્યા સવાલ

જેડીયુ બાદ હવે LJP (રામ વિલાસ)ના દિલ્હી અધ્યક્ષ રાજુ તિવારીએ પણ આસામ સરકારના નિર્ણય સામે વાંધો ઉઠાવ્યો છે. તેમણે સરકારને સૂચન કર્યું કે ધાર્મિક પ્રથાઓની સ્વતંત્રતાનું સન્માન કરવું જોઈએ.

લેટરલ એન્ટ્રી સિસ્ટમ પર પણ ઉઠાવ્યા હતા સવાલ

બિહારના બંને સહયોગીઓએ તાજેતરમાં ક્વોટાની જોગવાઈઓનું પાલન કર્યા વિના કેન્દ્રની લેટરલ એન્ટ્રી સિસ્ટમ પર પણ સવાલ ઉઠાવ્યા હતા. ત્યારબાદ સરકારે નિર્ણય પાછો ખેંચી લીધો હતો.

જેડીયુ નેતાએ કહી હતી આ વાત

બીજી તરફ જેડીયુ નેતા નીરજ કુમારે આસામ વિધાનસભામાં જુમ્માની નમાઝ માટે બે કલાકના બ્રેકની પ્રથા પર રોક લગાવવાના નિર્ણયની ટીકા કરી હતી. તેમણે કહ્યું કે, સરમાએ ગરીબી નાબૂદી અને પૂર નિવારણ જેવા મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. આસામના મુખ્યમંત્રી દ્વારા લેવામાં આવેલો નિર્ણય દેશના બંધારણના મૂળભૂત સિદ્ધાંતોની વિરુદ્ધ છે.

જુમ્મા બ્રેક પર રોક

તમને જણાવી દઈએ કે, આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ વિધાનસભામાં બે કલાકની જુમ્માની બ્રેક બંધ કરવાનો નિર્ણય લીધો છે. સરમાએ નિર્ણયનો બચાવ કરતા કહ્યું કે, આ નિર્ણય હિંદુ અને મુસ્લિમ ધારાસભ્યો વચ્ચે સર્વસંમતિથી લેવામાં આવ્યો છે, કારણ કે આપણે આ સમયગાળા દરમિયાન પણ કામ કરવું જોઈએ.


Google NewsGoogle News