કેજરીવાલની ધરપકડ મામલે જર્મની પછી અમેરિકાનો ચંચૂપાત, આપી દીધું આવું નિવેદન
કેજરીવાલ કેસ સાથે જોડાયેલા રિપોર્ટસ પર અમેરિકાની ચાંપતી નજર
અગાઉ જર્મનીએ પણ કેજરીવાલની ધરપકડનો વિરોધ કર્યો હતો
નવી દિલ્હી,૨૬ માર્ચ,૨૦૨૪,મંગળવાર
દિલ્હીમાં શરાબ કૌભાંડના આરોપસર દિલ્હી રાજયના મુખ્યમંક્ષી અરવિંદ કેજરીવાલની ધરપકડ પછી દેશના રાજકારણમાં ગરમાવો આવ્યો છે. અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટી અને ભાજપ વચ્ચે દિલ્હીમાં આક્ષેપ- પતિ આક્ષેપ સાથે ઘર્ષણ જોવા મળી રહી છે. કેજરીવાલની સરકારી એજન્સી ઇડી (ઇલેકટ્રોરલ ડોકટોરેટ) દ્વારા દિલ્હીના મુખ્યમંત્રીની ધરપકડ આમ તો ભારતનો આંતરિક મુદ્વો છે પરંતુ જર્મની અને અમેરિકાએ ડહાપણ ડહોળીને આંતરરાષ્ટ્રીય બનાવવા પ્રયાસ કર્યો છે.
અમેરિકાના વિદેશ વિભાગના જણાવ્યા અનુસાર દિલ્હીના મુખ્યમંત્રી સાથે જોડાયેલા રિપોર્ટસ પર ચાપતી નજર રાખી રહયા છીએ. અમેરિકાએ એવી પણ સ્પષ્ટતા કરી હતી કેજરીવાલ કેસની નિષ્પક્ષ,પારદર્શી પ્રક્રિયાનો સમયસર અમલ થાય તેવી આશા રાખી રહયા છીએ. અગાઉ જર્મનીએ પણ અરવિંદ કેજરીવાલની ધરપકડનો વિરોધ કર્યો હતો. જર્મનીના વિરોધના પગલે ભારતે જર્મન રાજદૂતને બોલાવીને આ ભારતની આંતરિક બાબત હોવાનું સંભળાવ્યું હતું. જર્મનીના પગલે હવે અમેરિકાએ પણ ચંચૂપાત કરીને નિષ્પક્ષ અને પારદર્શી કાર્યવાહીનો આગ્રહ રાખી રહયું છે.