રોહિત શર્મા પછી હવે માધુરી દીક્ષિત પર આપત્તિજનક ટિપ્પણી: વધુ એક કોંગ્રેસ નેતાનો બફાટ
Congress Leader jibes Madhuri Dixit: કોંગ્રેસના એક-પછી એક નેતાઓ દેશના સેલિબ્રિટીઝ પર બફાટ કરી રહ્યા છે. હાલમાં જ એક કોંગ્રેસ નેતાએ ભારતીય ટીમના ODI કૅપ્ટન રોહિત શર્માને જાડો થઈ ગઈ હોવાનું વિવાદાસ્પદ નિવેદન આપ્યા બાદ પક્ષના અન્ય એક નેતાએ બોલિવૂડની લોકપ્રિય અભિનેત્રી માધુરી દિક્ષિત વિશે બફાટ કર્યો છે.
રાજસ્થાન વિધાનસભાના વિપક્ષ નેતા ટીકારામ જુલીએ હાલમાં જ આઠ અને નવ માર્ચે જયપુર ખાતે યોજાયેલા ઇન્ટરનેશનલ ઇન્ડિયન ફિલ્મ એકેડમી (IIFA) ઍવોર્ડ સેરેમની પાછળ રૂ. 100 કરોડથી વધુનો ખર્ચ કરવા બદલ સરકારની ટીકા કરી હતી. આ ટીકા દરમિયાન તેમની જીભ લપસી હતી અને તેમણે કહ્યું કે, આ ઍવોર્ડના ગેસ્ટ લિસ્ટમાં બોલિવૂડના કોઈ મોટા સ્ટાર હાજર ન હોવાની ટીખળ કરી હતી.
ભાજપના ધારાસભ્યે ટકોર કરી
ભાજપના ધારાસભ્યે ટીકારામના આ નિવેદન પર પ્રતિક્રિયા આપી હતી કે, 'IIFA ઍવોર્ડમાં માધુરી દિક્ષિતની હાજરી હતી. તો જુલીએ તુરંત જ કહ્યું કે, હિન્દી ફિલ્મની અભિનેત્રીઓ ગ્રેડ-2 અભિનેત્રી છે.'
ફક્ત શાહરૂખ ખાન ફર્સ્ટ-ગ્રેડ અભિનેતા
જુલીએ IIFA 2025 ગેસ્ટ યાદીનો સંદર્ભ લેતાં જણાવ્યું હતું કે, 'એકમાત્ર શાહરૂખ ખાન જ ફર્સ્ટ-ગ્રેડ અભિનેતા છે. જ્યારે હિન્દી ફિલ્મ ક્ષેત્રની અભિનેત્રીઓ ગ્રેડ-2 અભિનેત્રી છે.'
કોંગ્રેસના શમા મોહમ્મદે રોહિત પર ટિપ્પણી
ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની ટૂર્નામેન્ટ દરમિયાન રોહિત શર્માને બિનઅસરકારક કૅપ્ટન ગણાવતાં કોંગ્રેસ નેતા શમા મોહમ્મદે સોશિયલ મીડિયા પર નિવેદન આપ્યું હતું કે, 'રોહિત શર્મા જાડિયો થઈ ગયો છે, તેણે વજન ઘટાડવાની જરૂર છે. તે ભારત માટે બિનઅસરકારક કૅપ્ટન છે.'
કોંગ્રેસે નિવેદન માટે જવાબદારી લીધી નહીં
કોંગ્રેસના નેતા શમા મોહમ્મદના નિવેદન બાદ કોંગ્રેસે નારાજગી વ્યક્ત કરી હતી. તેમજ આ નિવેદન સાથે કોંગ્રેસને કોઈ લેવાદેવા ન હોવાનું જણાવ્યું હતું, આ નિવેદન વ્યક્તિગત હતું. શમાના નિવેદન બાદ વિવાદ સર્જાતા તેમણે સોશિયલ મીડિયા પરથી રોહિત શર્મા પર કરેલી પોસ્ટ ડિલિટ કરી હતી.