Get The App

દિલ્હીમાં AAPથી હિસાબ બરાબર, હવે બંગાળનો વારો: રાહુલ ગાંધીએ કોંગ્રેસને આપ્યો ટાર્ગેટ

Updated: Feb 9th, 2025


Google NewsGoogle News
દિલ્હીમાં AAPથી હિસાબ બરાબર, હવે બંગાળનો વારો: રાહુલ ગાંધીએ કોંગ્રેસને આપ્યો ટાર્ગેટ 1 - image


Rahul Gandhi: કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પોતાની રાજકીય સફર પર નીકળી પડ્યાં છે. દિલ્હી ચૂંટણીમાં હાર બાદ કોંગ્રેસની નજર હવે પશ્ચિમ બંગાળ પર છે. પાર્ટી ત્યાં મમતા બેનર્જીની તૃણમૂલ કોંગ્રેસ (TMC) સાથે મુકાબલો કરવા માટે તૈયાર છે. રાહુલ ગાંધીએ 2004માં સક્રિય રાજકારણમાં પગ મૂક્યો હતો અને તેઓએ યુવા બાબતોના પ્રભારી નિયુક્ત કરવામાં આવ્યા હતાં. ત્યારે તેઓએ 'એકલા ચાલો રે...' સિદ્ધાંત પર વિશ્વાસ કર્યો હતો, એટલે પાર્ટીને એકલાં જ ઊભા રહેવું પડશે. આ સિદ્ધાંત સોનિયા ગાંધીના નેતૃત્વમાં બનેલાં UPA ગઠબંધનથી એકદમ અલગ હતો. જોકે, આ કોંગ્રેસ માટે ગઠબંધન રાજકારણનો એક પ્રયોગ હતો. રાહુલ ગાંધીએ હંમેશા એવું માન્યું હતું કે, પાર્ટી ત્યારે જ આગળ વધી શકે છે, જ્યારે તે એકલી ચૂંટણી લડે.

નરેન્દ્ર મોદીને હરાવવા માટે લીધો ગઠબંધનનો સહારો

રાહુલ ગાંધીએ પોતાની પાર્ટીના નેતાઓને હંમેશા એવું કહ્યું હતું કે, એકલાં ઊભા રહેવાથી લાંબા સમયે ફાયદો થશે. ભલે જ ચૂંટણી હારી જઈએ. પરંતુ, અનેક ચૂંટણીમાં હારનો સામનો કર્યા બાદ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને હરાવવાની ઈચ્છાથી તેઓએ ગઠબંધનની રાજનીતિનો સ્વીકાર કરવો પડ્યો. 

આ પણ વાંચોઃ AAPના સંયોજક પદ પર લટકતી તલવાર: શું રાજ્યસભા જશે કેજરીવાલ? જોકે ત્યાં પણ મોટો પડકાર

સીધા મુકાલબામાં ભાજપ સામે જીતવું અશક્ય

નોંધનીય છે કે, 2024માં લોકસભા ચૂંટણી બાદ રાહુલ ગાંધીને એવી અનુભૂતિ થઈ કે, એકબાજુ INDIA ગઠબંધનની અન્ય પાર્ટી મજબૂત થઈ રહી છે, બીજીબાજુ કોંગ્રેસ નબળી પડી રહી છે. સીધા મુકાબલામાં ભાજપ સામે કોંગ્રેસનું જીતવું શક્ય નથી લાગી રહ્યું. હરિયાણા અને મહારાષ્ટ્રમાં હાર બાદ રાહુલ ગાંધીએ વિચાર કર્યો કે, હવે કોંગ્રેસને એકલા જ ચૂંટણી મેદાનમાં ઉતરવું પડશે અને અરવિંદ કેજરીવાલની આગેવાનીવાળી આમ આદમી પાર્ટીને ચેલેન્જ આપવી પડશે.

પશ્ચિમ બંગાળમાં TMCને આપશે ચેલેન્જ

દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં AAP ની હાર બાદ અને સમાજવાદી પાર્ટી તથા આમ આદમી પાર્ટીએ નેશનલ કોન્ફરન્સ દ્વારા કોંગ્રેસ પર આરોપ લગાવ્યા બાદ કોંગ્રેસે પણ પોતાની વ્યૂહનીતિમાં બદલાવ કર્યો છે. હવે પશ્ચિમ બંગાળમાં TMC ને પડકાર આપવાની યોજના બનાવવામાં આવી રહી છે. અહીં મમતા બેનર્જીની પાર્ટીએ કોંગ્રેસને વારંવાર ઇગ્નોર કરવામાં આવી છે. 

આ પણ વાંચોઃ દિલ્હીમાં CM કોણ? પરવેશ વર્મા જ નહીં પૂર્વ વિદેશમંત્રીના પુત્રીનું નામ પણ રેસમાં

બંગાળમાં કાર્યકર્તાઓને કરશે તૈયાર

સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, રાહુલ ગાંધી સંસદ સત્ર સમાપ્ત થયા બાદ બંગાળની મુલાકાત લેવાની યોજના બનાવી રહ્યા છે. બંગાળામાં રાહુલ ગાંધી પાર્ટીના કાર્યકરો સાથે સમય વિતાવશે અને તેમને આશ્વાસન આપશે કે, લડાઈ હજુ શરૂ છે. કોંગ્રેસે સ્પષ્ટ કર્યું કે, રાજ્ય સ્તરે સહયોગી સામે સંઘર્ષનો અર્થ રાષ્ટ્રીય સ્તર પર ગઠબંધન ખતમ કરવું નથી. પરંતુ, આ ફક્ત પાર્ટીની મહત્ત્વકાંક્ષાનો ભાગ છે. જે તેમના અન્ય સહયોગી સરળતાથી પચાવી નથી શકતાં.

રાહુલ ગાંધીના આ વિચારને સ્વીકાર કર્યો છે કે, જો કોંગ્રેસે દરેક રાજ્યમાં હાર માની લીધી તો, તેની અસર રાષ્ટ્રીય સ્તર પર અસર પડશે અને ભાજપ સામે કોંગ્રેસ એક વિકલ્પ નહીં બની શકે. આ સમયે રાહુલ ગાંધીનું માનવું છે કે, કોંગ્રેસે તમામ રાજ્ય એકમોને એક નવી દિશાની જરૂર છે અને આ જ કારણે તેઓ આવનાર પગલું ભરવાનો ઉદ્દેશ કર્યો છે. નોંધનીય છે કે, બંગાળમાં કોંગ્રેસ પાસે હવે એકપણ સાંસદ નથી. કારણ કે, અધીર રંજન ચૌધરી જે મમતા સામે એકલા યોદ્ધા હતાં, તે પણ છેલ્લે ચૂંટણીમાં હારી ગયા છે. 

સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, રાહુલ ગાંધી સંસદ સત્ર સમાપ્ત થયા બાદ બંગાળની મુલાકાત લેવાની યોજના બનાવી રહ્યા છે. બંગાળામાં રાહુલ ગાંધી પાર્ટીના કાર્યકરો સાથે સમય વિતાવશે અને તેમને આશ્વાસન આપશે કે, લડાઈ હજુ શરૂ છે. 


Google NewsGoogle News