Get The App

દિલ્હી બાદ બિહારના સિવાનમાં પણ 4.0ની તીવ્રતાના ભૂકંપથી લોકોમાં ગભરાટ ફેલાયો

Updated: Feb 17th, 2025


Google NewsGoogle News
દિલ્હી બાદ  બિહારના સિવાનમાં પણ 4.0ની તીવ્રતાના ભૂકંપથી લોકોમાં ગભરાટ ફેલાયો 1 - image


Bihar Earthquack | ઉત્તર ભારતમાં એક પછી એક રાજ્યોમાં ભૂકંપના આંચકા અનુભવાઈ રહ્યા હોવાથી લોકોની ચિંતા વધી ગઈ છે. વહેલી પરોઢે દિલ્હીમાં 4.0ની તીવ્રતાનો ભૂકંપ આવ્યા બાદ હવે બિહારના સિવાનમાં પણ એટલી જ (4.0)ની તીવ્રતાના ભૂકંપથી લોકોમાં ડર ફેલાયો છે.



લોકોમાં ગભરાટ ફેલાયો 

માહિતી અનુસાર ભૂકંપના આંચકાની તીવ્રતા વધુ હોવાથી લોકો ઘરની બહાર દોડી ગયા હતા. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીએ જણાવ્યું કે રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 4.0 રહી હતી. ઉલ્લેખનીય છે કે વહેલી સવારે દિલ્હીમાં ભૂકંપ આવ્યા બાદ વડાપ્રધાન મોદીએ લોકોને સાવચેત રહેવાની અપીલ કરતાં કહ્યું હતું કે દિલ્હી અને આજુબાજુના વિસ્તારોમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. તમામ લોકોને અમે શાંત રહેવાની અપીલ કરીએ છીએ. અધિકારીઓ સ્થિતિ પર નજર રાખી રહ્યા છે. 



દિલ્હી બાદ  બિહારના સિવાનમાં પણ 4.0ની તીવ્રતાના ભૂકંપથી લોકોમાં ગભરાટ ફેલાયો 2 - image




Google NewsGoogle News