હવે પાક. ક્રિકેટરે લખ્યું પનોતી કોણ?, MP-રાજસ્થાન અને છત્તીસગઢમાં કોંગ્રેસનો સફાયો થતાં માર્યો ટોણો

કોંગ્રેસ પાર્ટીની ખરાબ પ્રદર્શનના કારણે વિરોધીઓ કોંગ્રેસ અને રાહુલ ગાંધી પર ટોણા અને ટીકા કરી રહ્યા છે

Updated: Dec 3rd, 2023


Google NewsGoogle News
હવે પાક. ક્રિકેટરે લખ્યું પનોતી કોણ?, MP-રાજસ્થાન અને છત્તીસગઢમાં કોંગ્રેસનો સફાયો થતાં માર્યો ટોણો 1 - image


Danish kaneria taunted to Rahul Gandhi : દેશના ચાર રાજ્યોના પરિણામ માટે મતગણતરી થઈ રહી છે જેમાં ભાજપે ત્રણ રાજ્યોમાં કોંગ્રેસનો સફાયો કરતા ચારેબાજુથી ટીકા અને ટોણા સાંભળવા મળી રહ્યા છે ત્યારે પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટરે પણ કોંગ્રેસ પક્ષ કે રાહુલ ગાંઘીનું નામ લિધા વગર જ ટોણો માર્યો હતો. તેમણે પોતાના સોશ્યલ મીડિયામાં લખ્યું હતું કે પનોતી કોણ? 

દાનિશ કનેરિયાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર માર્યો ટોણો

પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીમાંથી ચાર રાજ્યોના પરિણામની મતગણતરી ચાલી રહી છે અને ટૂંક સમયમાં જ પરિણામ જાહેર થઈ જશે, જો કે ટ્રેન્ડમાં એ વાત સ્પષ્ટ થઈ ગઈ છે કે ભાજપ ત્રણ રાજ્યોમાં બહુમત સાથે જીતી રહી છે અને કોંગ્રેસનો સફાયો કર્યો છે. મધ્ય પ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં કોંગ્રેસ પાર્ટીની ખરાબ પ્રદર્શનના કારણે વિરોધીઓ કોંગ્રેસ અને રાહુલ ગાંધી પર ટોણા અને ટીકા કરી રહ્યા છે જેમાં પાકિસ્તાનના ક્રિકેટર દાનિશ કનેરિયાએ પણ ઝંપલાવતા પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X (અગાઉનું ટ્વિટર) પર લખ્યું છે કે પનોતી કોણ?

દાનિશ કનેરિયાનો ઈશારો રાહુલ ગાંધી તરફ હતો

દાનિશ કનેરિયાએ કોઈ પાર્ટી કે વ્યક્તિનું નામ લીધું નથી પણ તેનો ઈશારો સીધો જ રાહુલ ગાંધી તરફ જ હતો કારણકે ક્રિકેટ વર્લ્ડ કપની ફાઈનલમાં ભારતનો પરાજય થયો હતો જેના માટે રાહુલ ગાંધીએ વડાપ્રધાન મોદીને જવાબદાર ગણાવ્યા હતા. રાહુલ ગાંધીએ એક રેલી દરમિયાન કહ્યું હતું કે ટીમ ઈન્ડિયાના ખેલાડી સારી રીતે રમતા હતા અને ફાઈનલમાં પનોતીએ પહોંચીને મેચને હરાવી દીધો હતો. રાહુલ ગાંધીનું આ નિવેદન મોદી તરફ હતું અને ત્યારબાદ કોંગ્રેસના મોટા નેતાઓએ પનોતી શબ્દનો ઉપયોગ કરવાનું શરુ કર્યું હતું.

હવે પાક. ક્રિકેટરે લખ્યું પનોતી કોણ?, MP-રાજસ્થાન અને છત્તીસગઢમાં કોંગ્રેસનો સફાયો થતાં માર્યો ટોણો 2 - image


Google NewsGoogle News