મહારાષ્ટ્ર ચૂંટણી: બાબા સિદ્દિકીનો દીકરો જીશાન NCPમાં જોડાયો, કોંગ્રેસે બરતરફ કર્યો હતો
Image: X |
Maharashtra Election 2024: દિગ્ગજ એનસીપી નેતા બાબા સિદ્દિકીનો દીકરો અને મુંબઈ યુથ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ જીશાન સિદ્દિકી હવે મુંબઈ એનસીપીમાં જોડાઈ ગયા છે. એનસીપીએ 2024ની મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી માટે બાંદ્રા મત વિસ્તારમાંથી જીશાન સિદ્દિકીને ઉમેદવાર પણ બનાવી દીધો છે.
આ પણ વાંચોઃ I.N.D.I.A ગઠબંધનમાં બળવો, સપાના ઉમેદવાર સામે કોંગ્રેસ નેતાએ પણ ભર્યું ઉમેદવારી ફોર્મ
ઓગસ્ટમાં કોંગ્રેસમાંથી બરતરફ કરાયેલા જીશાન સિદ્દિકી હવે પૂર્વ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેના ભત્રીજા વિરુદ્ધ બાંદ્રા(પૂર્વ) સીટ પરથી ચૂંટણી મેદાને ઉતરશે. એનસીપીમાં સામેલ થયા બાદ જીશાન સિદ્દિકીએ કહ્યું કે, આ મારા અને મારા પરિવાર માટે ભાવનાત્મક દિવસ છે. હું અજીત પવાર, પ્રફૂલ્લ પટેલ, સુનીલ તટકરેનો આ મુશ્કેલ સમયમાં મારામાં પર વિશ્વાસ કરવા માટે આભારી છું.
આ પણ વાંચોઃ 98 લોકોને એકસાથે જન્મટીપની સજા... 10 વર્ષ જૂના દલિત વિરોધી હિંસાના કેસમાં કોર્ટનો ફેંસલો
કોંગ્રેસ સામે કર્યા પ્રહાર
નોંધનીય છે કે, કોંગ્રેસ દ્વારા ઓગસ્ટમાં વિધાન પરિષદની ચૂંટણીમાં ક્રોસ વોટિંગના અહેવાલ બાદ જીશાન સિદ્દિકીને પાર્ટીમાંથી બરતરફ કરી દેવામાં આવ્યો હતો. મહાવિકાસ અઘાડીએ બાંદ્રા (પૂર્વ)થી તેના ઉમેદવાર તરીકે અન્ય રાજકારણીને જાહેર કર્યા પછી જીશાન સિદ્દીકીએ ગુરુવારે કોંગ્રેસ પર પ્રહાર કર્યાં હતાં.
જીશાન સિદ્દીકીએ એક્સ પર લખ્યું કે મેં સાંભળ્યું છે કે જૂના મિત્રોએ બાંદ્રા પૂર્વથી કોઈ નવા ઉમેદવારોની જાહેરાત કરી છે. જે લોકો સન્માન આપે છે તેમની સાથે સંબંધ જાળવી રાખીશું, ભીડથી પોતાની જાતને ઘેરી રાખવાનો કોઈ અર્થ નથી, હવે જનતા નક્કી કરશે.