Viral : બજેટ બાદ મધ્યમ વર્ગ પર મીમ્સ થયા વાયરલ, જોઈને હસી પડશો
- નાણામંત્રીએ અર્થતંત્રમાં તેમના યોગદાન માટે ટેક્સપેયર્સનો આભાર માન્યો પરંતુ ટેક્સ સ્લેબમાં કોઈ ફેરફાર કરવામાં ન આવ્યો
નવી દિલ્હી, તા. 01 ફેબ્રુઆરી 2024, ગુરૂવાર
નાણામંત્રી નિર્મલા સીતારમણે આજે વચગાળાનું બજેટ રજૂ કર્યું છે. નિર્મલા સીતારમણ છઠ્ઠી વખત બજેટ રજૂ કર્યું છે. લોકસભા ચૂંટણી પહેલા વચગાળાના બજેટથી લોકોને કેટલાક લોકપ્રિય વચનોની આશા હતી. લોકોને આશા હતી કે, મિડલ ક્લાસ ટેક્સપેયર્સ માટે બજેટમાં કંઈક કરવામાં આવશે. જોકે, લોકોની આશા પર પાણી ફરી વળ્યું અને તેવું કંઈ કરવામાં ન આવ્યું. નાણામંત્રીએ અર્થતંત્રમાં તેમના યોગદાન માટે ટેક્સપેયર્સનો આભાર માન્યો પરંતુ ટેક્સ સ્લેબમાં કોઈ ફેરફાર કરવામાં ન આવ્યો.
ટેક્સ સ્લેબમાં કોઈ ફેરફાર ન કરવા બદલ X પર ઘણા ફની મીમ્સ વાયરલ થઈ રહ્યા છે. દરેક વ્યક્તિ મધ્યમ વર્ગને 'બીચારા' દેખાડી રહ્યા છે. ચાલો જોઈએ એવા કેટલાક મજેદાર મીમ્સ જેને જોઈને તમે પણ હસી પડશો.
નવી ટેક્સ વ્યવસ્થામાં 7 લાખ રૂપિયા સુધીની આવક પર કોઈ ટેક્સ ચૂકવવો નહીં પડશે. જો તેમાં સ્ટાન્ડર્ડ ડિડક્શન પણ ઉમેરી દેવામાં આવે તો 7.50 લાખ રૂપિયા સુધીની આવક એક રીતે ટેક્સ ફ્રી હોય છે.
જોકે, એવી અપેક્ષા રાખવામાં આવી રહી હતી કે આ વખતે ટેક્સ સ્લેબમાં કેટલાક ફેરફારો કરવામાં આવશે અને સામાન્ય કરદાતાઓને થોડી રાહત આપવામાં આવશે.