Get The App

''ભારત જોડો'' પછી યુવાઓ સાથે જોડાવવા રાહુલની ''ભારત ડોજો'' યાત્રા

Updated: Sep 1st, 2024


Google NewsGoogle News
''ભારત જોડો'' પછી યુવાઓ સાથે જોડાવવા રાહુલની ''ભારત ડોજો'' યાત્રા 1 - image


- રાહુલે ડોજો માર્શલ આર્ટનો વિડીયો શેર કર્યો હતો

- યાત્રાથી ભારતીય યુવાનો સૌમ્યતાની સાથે શારીરિક સમૃદ્ધિ કેળવશે તથા તેઓ માનસિક મજબૂત બનશે : રાહુલ

નવી દિલ્હી : કોંગ્રેસ આગેવાન રાહુલ ગાંધીના નવા  ટ્વીટે હલચલ મચાવી દીધી છે. તેમણે આ ટવીટમાં જણાવ્યું છે કે ભારત જોડો યાત્રા અને ભારત ન્યાય યાત્રાની સફળતા બાદ હવે ભારત ડોજો યાત્રા કરવામાં આવશે. ડોજો  મેડિટેશન, જિઉ-જિત્સુ, ઐકિડોના સંયોજનનું બનેલું માર્શલ આર્ટ્સ ફોર્મેટ છે. રાહુલ ગાંધી યુવાનો ઝડપથી ફિટનેસ મેળવે અને તેની શારીરિક સમૃદ્ધિમાં વધારો થાય તેના માટે આમ કરવા માંગે છે. 

રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે આ એકદમ અહિંસક ટેકનિક છે અને તે શરીરને ઝડપથી ઉર્જાસભર બનાવવાની સાથે શારીરિક સુખાકારીમાં વધારો કરે છે. મનોબળ વધારે છે. શારીરિક દ્રઢતા વધે છે. તેમણે જણાવ્યું હતું કે ભારત ડોજો યાત્રા ટૂંક સમયમાં શરુ થશે. રાહુલ ગાંધીએ તેમના આઠ મિનિટના વિડીયોમાં ડોજોની વિવિધ ટેકનિક બતાવી હતી. 

તેમની આ જાહેરાતે બધાને આશ્ચર્યમાં મૂકી દીધા છે. અગાઉની બંને યાત્રા અંગે તો બધા સમજી શકતા હતા, પરંતુ ભારત ડોજો યાત્રાના રાહુલ ગાંધીએ કરેલા ટ્વીટના લીધે કેટલાય લોકો સ્તબ્ધ થઈ ગયા છે. તેમણે તેમની પોસ્ટમાં આ જેન્ટલ આર્ટ વિશે સમજાવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે જો ભારત ડોજો યાત્રા યોજાશે તો તેનું ધ્યેય લોકોને મદદ કરીને અહિંસક રીતે વિવાદ ઉકેલવામાં મદદ કરે છે. તેનું ટાર્ગેટ ઓડિયન્સ મુખ્યત્વે યુવાનો હશે.

આ વિડીયોમાં રાહુલને જિઉ-જિત્સુ માર્શલ આર્ટની પ્રેક્ટિસ કરતા બતાવાયા હતા. રાહુલ ગાંધીએ ૧૪ જાન્યુઆરીના રોજ મણિપુરથી ભારત જોડો ન્યાય યાત્રા શરૂ કરી હતી અને મુંબઈમાં પૂરી કરી હતી તે દરમિયાન દરરોજે સાંજે વિવિધ કમ્યુનિટીઓના યુવાનો સાથે જિઉ-જિત્સુની પ્રેક્ટિસ કરી હતી. તેમણે કહ્યું હતું અમારું ધ્યેય યુવાઓને જેન્ટલ આર્ટની સુદરતાથી પરિચિત કરાવવાનું હતું. માર્શલ આર્ટ ધ્યાન, જિઉ-જિત્સુ અને અહિંસક સંઘર્ષ સમાધાન ટેકનિકોનું એક સામંજસ્યપૂર્ણ મિશ્રણ છે. તેનો હેતુ હિંસાને સૌમ્યતામાં બદલવાનો છે. 

રાહુલ ગાંધીએ પોતે આ પ્રેક્ટિસ દરમિયાન કરેલી સ્ફૂર્તિ જોઈને લોકો પણ દંગ થઈ ગયા હતા. ભારતીય રાજકાણીઓના નિવેદનોમાં જ સામાન્ય રીતે સ્ફૂર્તિ જોવા મળતી હોય છે, પરંતુ રાહુલની ઝડપી શારીરિક પ્રવૃત્તિએ લોકોને આશ્ચર્યમાં મૂકી દીધા હતા. કોંગ્રેસના આગેવાન ૫૪ વર્ષની વયે પણ ગજબનાક શારીરિક ફિટનેસ ધરાવે છે તે લોકોએ જોયું હતું.


Google NewsGoogle News