બેંગલુરુ, ગુજરાત, બંગાળ બાદ હવે ચેન્નાઈમાં HMPV વાઈરસની એન્ટ્રી, બે બાળકો સંક્રમિત
HMPV Virus Update : ચીનમાં ફેલાયેલા HMPV વાઈરસે ભારતમાં પણ જોર પકડ્યું છે. બેંગલુરુ, ગુજરાત, બંગાળ બાદ હવે ચેન્નાઈમાં આ HMPV વાઈરસના બે નવા કેસ નોંધાયા છે. આ બે સહિત ભારતમાં અત્યાર સુધીમાં HMPVના કુલ 6 કેસ નોંધાયા છે. આ પહેલા બેંગલુરુમાંથી બે કેસ ગુજરાતમાં એક કેસ અને પશ્ચિમ બંગાળમાં એક કેસ નોંધાયો છે. આરોગ્ય અધિકારીએ આ અંગે માહિતી આપતાં જણાવ્યું કે, બે બાળકો હ્યુમન મેટાપ્યુમોવાયરસથી સંક્રમિત જોવા મળ્યા છે. હાલ બંને બાળકોની ચેન્નાઈ ખાતે સારવાર ચાલી રહી છે. આ બંને કિસ્સા અલગ-અલગ હોસ્પિટલોમાંથી સામે આવી છે. હાલમાં અમે આ અંગે વધુ માહિતીની રાહ જોઈ રહ્યા છીએ.
આ પણ વાંચો: આ કોઈ નવો વાઇરસ નથી, સ્થિતિ પર અમારી નજર છે...’ HMPV મુદ્દે આરોગ્ય મંત્રી નડ્ડા
વાઇરસ પર મેડિકલ ઓફિસર નજર રાખી રહ્યા છે
આ પહેલા કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી જેપી નડ્ડાએ લોકોને ખાતરી આપતાં કહ્યું હતું કે 'આ વાઇરસથી કોઈએ ગભરાવાની જરૂર નથી અને અમે તેના પર નજર રાખી રહ્યા છીએ અને આ કોઈ નવો વાઇરસ નથી, તેની ઓળખ સૌથી પહેલા 2001માં થઈ હતી. અમે તેના પર નજર રાખી રહ્યા છીએ અને તમામ જરૂરી પગલાં અમે તૈયાર છીએ.' ચીનમાં જોવા મળતાં આ વાઇરસની ભારતમાં પણ ઓળખ કરવામાં આવી છે, જ્યાં કર્ણાટક, કોલકાતા અને ગુજરાતમાં તેનાથી સંક્રમિત દર્દીઓ મળી આવ્યા છે. મેડિકલ ઓફિસર સમગ્ર ઘટના પર સતત નજર રાખી રહ્યા છે. મંત્રાલય પડોશી દેશમાં કેસોમાં સતત થઈ રહેલા વધારા પર પણ નજર રાખી રહ્યું છે.
આ પણ વાંચો: ચીનના HMPV વાઇરસનો પહેલો કેસ, માહિતી છુપાવનારી અમદાવાદની હૉસ્પિટલને નોટિસ
તે કોવિડની જેમ જીવલેણ અથવા અત્યંત ચેપી નથી
HMPVના વધતા કેસો અંગે જાહેર આરોગ્ય નિયામક ડો. નીલકંઠ મિશ્રાએ જણાવ્યું હતું કે, 'હાલમાં આ બાબતે ભારત સરકાર દ્વારા કોઈ વિશેષ માર્ગદર્શિકા જારી કરવામાં આવી નથી. અત્યાર સુધી માત્ર એક જ પ્રેસ રિલીઝ જારી કરવામાં આવી છે. અમારી તબીબી સેવા કોઈપણ પરિસ્થિતિનો સામનો કરવા માટે તૈયાર છે. પરંતુ હજુ પણ દેખરેખ અને સુરક્ષા વધારવી જરૂરી છે. આ વાઈરસ એક સામાન્ય ચેપી વાયરસ છે, તે કોવિડની જેમ જીવલેણ અથવા અત્યંત ચેપી નથી.