ચોંકાવનારો ખુલાસો : 'બાબા સિદ્દિકીની હત્યા બાદ બિશ્નોઈ ગેંગના નિશાને હતા વધુ એક નેતા', મુંબઈ પોલીસનો દાવો
Baba Siddiqui Murder Case : એનસીપી નેતા બાબા સિદ્દિકીના હત્યા કેસ મામલે મુંબઈ ક્રાઈમ બ્રાંચે ચોંકાવનારો ખુલાસો કર્યો છે. જેમાં મુંબઈ પોલીસે દાવો કર્યો છે કે, બાબા સિદ્દીકીની હત્યા બાદ પૂણેના વધુ એક નેતા બિશ્નોઈ ગેંગના નજરમાં હતા. જેમાં ગેંગ વધુ એક નેતાને પણ મારી નાખવાની યોજના બનાવીને ગેંગ સાથે સંકળાયેલા શૂટરોને ગુનાને અંજામ આપવાની જવાબદારી આપી હતી.
મુંબઈ ક્રાઈમ બ્રાંચે તપાસ શરુ કરી
મુંબઈ ક્રાઈમ બ્રાંચના વરિષ્ઠ અધિકારી પાસેથી મળતી માહિતી પ્રમાણે, મુંબઈ ક્રાઈમ બ્રાંચ દ્વારા એક પિસ્તોલ જપ્ત કર્યા બાદ સમગ્ર ઘટના અંગે ખુલાસો થયો. જો કે, ક્રાઈમ બ્રાંચે આ નેતાના નામનો ખુલાસો કર્યો નથી. બિશ્નોઈ ગેંગના કાવતરાંની જાણ ક્રાઈમ બ્રાંચે પૂણે પોલીસને જાણકારી આપી હતી. સમગ્ર ઘટનાને લઈને પોલીસ વધુ તપાસ કરી રહી છે કે, આરોપીએ રેકી કરી છે કે નહીં.
પ્લાન બી તૈયાર કરાયેલા શૂટરની ક્રાઈમ બ્રાંચે કરી ધરપકડ
બાબા સિદ્દિકી હત્યા કેસમાં ક્રાઈમ બ્રાંચે શુક્રવારે ગૌરવ વિલાસ અપુને નામના શૂટરની ધરપકડ કરી. તપાસમાં જાણવા મળ્યું હતું કે, બિશ્નોઈ ગેંગ તરફથી બાબા સિદ્દિકીની હત્યા કરવા માટે બનાવેલા પ્લાન બી તરીકે રહેલો શૂટર ગૌરવ ઝારખંડમાં ફાયરિંગની પ્રેક્ટિસ કરવા ગયો હતો. શૂટરે ખુલાસો કર્યો કે, જો પ્લાન એ નિષ્ફળ જાત તો તેના બેક-અપ માટે પ્લાન બી તૈયાર કરવામાં આવ્યો હતો. અગાઉ પકડાયેલો આરોપી રૂપેશ મોહોલ પણ ફાયરિંગની પ્રક્ટિસ કરવા માટે ગૌરવ સાથે ઝારખંડ ગયો હતો.
બંને શૂટરોએ ઝારખંડમાં ફાયરિંગની તૈયાર કરી હતી
વધુ તપાસમાં જાણવા મળ્યું કે, સમગ્ર ઘટનાનો માસ્ટરમાઈન્ડ શુભમ લોનકરે 28 જુલાઈએ રૂપેશ અને ગૌરવ બંને શૂટરને હથિયારો સાથે ઝારખંડમાં પ્રેક્ટિસ માટે મોકલ્યા હતા. જેમાં બંને શૂટરે એક દિવસ ફાયરિંગની તૈયાર કરી અને 29 જુલાઈએ પૂણે પરત ફર્યા હતા. આ પછી તેઓ શૂભમ લોનકરના સંપર્કમાં આવ્યાં હતા. જ્યારે મુંબઈ ક્રાઈમ બ્રાંચના અધિકારીઓ ઝારખંડમાં જ્યાં શૂટરોએ ફાયરિંગની તૈયારી કરી હતી તે જગ્યા અંગે તપાસ કરી રહ્યાં છે, જ્યારે આ મામલે વધુ તપાસ શરુ છે.