Get The App

અલ્લુ અર્જુન કેસ: મૃતક મહિલાનો પતિ કેસ પાછો ખેંચવા તૈયાર, કહ્યું- તેમનો વાંક નથી

Updated: Dec 13th, 2024


Google News
Google News
અલ્લુ અર્જુન કેસ: મૃતક મહિલાનો પતિ કેસ પાછો ખેંચવા તૈયાર, કહ્યું- તેમનો વાંક નથી 1 - image


Allu Arjun Arrested : સાઉથના સુપરસ્ટાર અલ્લુ અર્જુનની ફિલ્મ ‘પુષ્પા-2 ધ રૂલ’ (Pushpa 2 The Rule) દેશના તમામ સિનેમાઘરોમાં ધૂમ ચાવી રહી છે. બીજી તરફ હૈદરાબાદમાં ફિલ્મની સ્ક્રીનિંગ વખતે એક મહિલા ચાહકનું મોત નિપજવાના કેસમાં અલ્લુની ધરપકડ કરવામાં આવતાં તેના ચાહકો ખૂબ નિરાશ થયા છે. મોત મામલે ફિલ્મ સાથે સંકળાયેલા અનેક લોકો વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો હતો, જેના કારણે પોલીસે આજે અલ્લુને કસ્ટડીમાં લીધો છે. હવે આ મામલે મૃતક મહિલના પતિનું નિવેદન સામે આવ્યું છે.

આમાં અલ્લુ અર્જુનની કોઈ ભૂલ નથી : મૃતક મહિલના પતિ

પોલીસે અલ્લુને કસ્ટડીમાં લીધા બાદ મૃતક મહિલાના પતિ ભાસ્કરે કહ્યું કે, ‘આમાં અલ્લુ અર્જુનની કોઈ ભૂલ નથી. હું કેસ પરત ખેંચવા માટે તૈયાર છું.’ વાસ્તવમાં અભિનેતા અલ્લુ અર્જુન સુરક્ષા કર્મચારીઓ સાથે હૈદરાબાદની સંધ્યા ટોકીઝમાં ફિલ્મ પુષ્પા-2ની રિલીઝની પૂર્વસંધ્યાએ પહોંચ્યા હતા. તેમણે પોલીસને પણ જાણ કરી ન હતી. ટોકીઝમાં તેમની ફિલ્મનું સ્પેશિયલ સ્ક્રીનિંગ ચાલી રહ્યું હતું. અલ્લુ અર્જુનની સાથે સેંકડો ચાહકોની ભીડ ટોકીઝમાં ઘૂસી હતી. આ દરમિયાન નાસભાગ મચી અને તેમાં રેવતી નામની મહિલાનું મોત થયું હતું, જ્યારે તેના બાળકની સારવાર ચાલી રહી છે. 

આ પણ વાંચો : અલ્લુ અર્જુનને ભારે પડી ફુઆ પવન કલ્યાણની નારાજગી? સમર્થકોએ કહ્યું, '...તો ધરપકડ ના થઈ હોત'

અલ્લુ અર્જુને મહિલાના મોત બદલ દુઃખ વ્યક્ત કર્યું

અભિનેતા અલ્લુ અર્જુનની ફિલ્મ ‘પુષ્પા-2’ દેશભરના તમામ થિયેટરોમાં પાંચમી ડિસેમ્બરે રિલિઝ થઈ છે. આ ફિલ્મ લોકોને ખૂબ ગમી છે. અનેક ચાહકો અલ્લુ સહિત તેની ટીમના વખાણ કરી રહ્યા છે. બીજીતરફ હૈદરાબાદમાં પુષ્પા-2ના પ્રીમિયર વખતે નાસભાગ મચી હતી, જેમાં એક મહિલાનું મોત થયું હતું અને તેનો પુત્ર ઈજાગ્રસ્ત થયો હતો. આ ઘટના સામે આવતાં અલ્લુ અર્જુને દુઃખ વ્યક્ત કર્યું હતું. તેણે વીડિયો જાહેર કરીને પીડિત પરિવારને 25 લાખ રૂપિયાની મદદ કરવાની વાત કહી હતી.

અલ્લુ અર્જુનની ધરપકડ

ઉલ્લેખનીય છે કે, નાસભાગમાં મહિલાનું મોત થયા બાદ તેના પરિવારજનોએ અભિનેતા અલ્લુ અર્જુન અને ફિલ્મ સાથે સંકળાયેલા અન્ય લોકો વિરુદ્ધ વિવિધ કલમો હેઠળ કેસ નોંધાવ્યો હતો. ત્યારબાદ તેલંગણા પોલીસે અલ્લુ અર્જુનની તેના ઘરેથી ધરપકડ કરી કોર્ટ લઈ ગઈ હતી, જ્યાં અલ્લુને 14 દિવસની કસ્ટડીમાં રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે.

આ પણ વાંચો : અલ્લુ અર્જુન તો માત્ર મહોરું! પૂર્વ CMના પુત્રની ધરપકડની ચાલી રહી છે તૈયારી: રિપોર્ટ

Tags :
Allu-ArjunSouth-CinemaPushpa-2

Google News
Google News