એર ઇન્ડિયા બાદ ઇન્ડિગોના 2 વિમાનને બોમ્બ વિસ્ફોટ દ્વારા ઉડાવી દેવાની ધમકીથી હડકંપ
Flight Bomb Threat: એર ઇન્ડિયા અને ઇન્ડિગોની બે ફ્લાઇટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. જેમાં દિલ્હી પોલીસ તરફથી જાણકારી મળતાં એર ઇન્ડિયાની મુંબઈથી ન્યૂયોર્ક જતી ફ્લાઇટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતાં દિલ્હી તરફ ડાયવર્ટ કરીને આઇજીઆઇ એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું.
ઇન્ડિગોની બે ફ્લાઈટને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
એર ઇન્ડિયા બાદ હવે ઇન્ડિગોની બે ફ્લાઇટને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. આ ફ્લાઇટોની સુરક્ષા તપાસ તાત્કાલિક શરુ કરી દેવામાં આવી છે. જેમાં ઇન્ડિગોની પ્રથમ ફ્લાઇટ મુંબઈથી જેદ્દાહ જઈ રહી હતી, જેનો નંબર 6E56 છે, તેમજ બીજી ધમકી મુંબઈથી મસ્કત જઈ રહેલી ફ્લાઇટ નંબર 6E1275ને આપવામાં આવી છે. બન્ને ફ્લાઇટની સુરક્ષા તપાસ તાત્કાલિક શરુ કરી દેવામાં આવી છે.
દિલ્હી ઍરપૉર્ટ પર હાઇ ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે
ઘટના બાદ દિલ્હી પોલીસ અને ઍરપૉર્ટ સ્ટાફે હાઇ એલર્ટ જાહેર કરી દીધું છે. એર ઇન્ડિયાએ મુસાફરો અને જનતાને શાંતિ જાળવવા અને કોઈપણ અફવાઓથી દૂર રહેવાની અપીલ કરવામાં આવી હતી. અધિકારીઓએ જણાવ્યું હતું કે ફ્લાઇટના તમામ ભાગોની સંપૂર્ણ તપાસ કરવામાં આવી રહી છે અને મુસાફરો અને ક્રૂ સભ્યોની સુરક્ષા સુનિશ્ચિત કરવામાં આવી છે.
#Delhi: An Air India flight from Mumbai to #NewYork made an emergency landing at Delhi Airport due to bomb threat.
— The Bharat Current™ (@thbharatcurrent) October 14, 2024
The aircraft is being inspected and all passengers and crew members have been safely evacuated. More details are awaited pic.twitter.com/UDrr9xc43P
ઇન્ડિગોએ આ માહિતી આપી હતી
ઇન્ડિગોના પ્રવક્તાએ માહિતી આપતાં કહ્યું કે મુંબઈથી મસ્કત જતી ફ્લાઇટ 6E 1275ને બોમ્બની ધમકી મળી હતી. પ્રોટોકોલ મુજબ, ફ્લાઇટને અલગ ખાડી તરફ વાળવામાં આવી હતી, અને સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રક્રિયાને અનુસરીને, ફરજિયાત સુરક્ષા તપાસ તરત જ શરુ કરવામાં આવી હતી.
આ પણ વાંચો: ચૂંટણીના એંધાણ વચ્ચે ઝારખંડમાં દિગ્ગજ મંત્રી પર EDના દરોડા, 20 ઠેકાણે ત્રાટકી તપાસ ટીમ
BCASએ માહિતી આપી
બ્યુરો ઑફ સિવિલ એવિએશન સિક્યોરિટી (BCAS) અનુસાર, આજે કુલ ત્રણ ફ્લાઇટને બોમ્બની ધમકી મળી હતી. જેમાં બે ઇન્ડિગો અને એક એર ઇન્ડિયાનો સમાવેશ થાય છે. ઇન્ડિગોની એક ફ્લાઇટને ટેક ઑફ કરવાની મંજૂરી આપવામાં આવી છે. ટૂંક સમયમાં બાકીની બે ફ્લાઇટને ઉડવાની મંજૂરી આપવામાં આવશે. જેમાં આ ફ્લાઇટ્સનો સમાવેશ થાય છે.
1. AirIndia119 મુંબઈ-JFK દિલ્હી એરપોર્ટ તરફ ડાયવર્ટમાં આવી
2. IndiGo6 મુંબઈ-મસ્કત 6E1275
3. ઇન્ડિગો મુંબઈ-જેદ્દાહ 6E56