લોકસભામાં ખરાબ પ્રદર્શન બાદ ભાજપ આ રાજ્યમાં RSSના ભરોસે, વિજયની હેટ્રિક બનશે પડકાર?
Image: X
Haryana Assembly Elections: લોકસભા ચૂંટણી દરમિયાન હરિયાણામાં પાર્ટીના ખરાબ પ્રદર્શનથી શીખ લેતાં ભાજપે આગામી વિધાનસભા ચૂંટણી માટે તૈયારીઓ વધારી દીધી છે. આ દરમિયાન આંતરિક કડવાહટને અવગણતાં હરિયાણા ચૂંટણી માટે આરએસએસ અને ભાજપ નેતા સાથે નજર આવી રહ્યાં છે. હરિયાણા વિધાનસભા ચૂંટણીને લઈને સંઘના પદાધિકારીઓની સાથે ભાજપ નેતાઓની મીટિંગ સિવાય દિલ્હીમાં ત્રણ બેઠકો થઈ ચૂકી છે. દરમિયાન સવાલ ઉઠે છે કે શું હરિયાણામાં ભાજપ હવે RSS ના ભરોસે છે?
શું ભાજપ સંઘના સૂચનોથી હરિયાણામાં જીતની હેટ્રિક લગાવશે? આવું એટલા માટે કહેવામાં આવી રહ્યું છે કેમ કે બે મહિના પહેલા એક ઈન્ટરવ્યૂમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ કહ્યું હતું કે ભાજપ હવે સક્ષમ છે. આજે પાર્ટી પોતાને ચલાવી રહી છે. પહેલા આરએસએસની જરૂર પડતી હતી, પરંતુ આજે ભાજપ સક્ષમ છે અને અમે આગળ વધી ગયા છીએ. હરિયાણા ચૂંટણીને લઈને ગત સોમવારે પ્રદેશના ચૂંટણી પ્રભારી ધર્મેન્દ્ર પ્રધાનના નિવાસ સ્થાને બેઠક કરવામાં આવી, જેમાં પ્રદેશ મુખ્યમંત્રી નાયબ સૈની, પૂર્વ મુખ્યમંત્રી એમએલ ખટ્ટર, ચૂંટણી સહ પ્રભારી વિપ્લવ દેવ સામેલ થયાં. આ બેઠકનો હેતુ એક દિવસ પહેલા આરએસએસના વરિષ્ઠ પદાધિકારીઓની સાથે થયેલી બેઠકમાં ચર્ચા કરવામાં આવેલી વાતો પર કેવી રીતે અમલ કરવો તે હતો.
ચૂંટણી પહેલા BJP અને RSSની મહત્વની બેઠક
ગત રવિવારે ભાજપના જૂના કાર્યાલયમાં ભાજપ અને આરએસએસના વરિષ્ઠ પદાધિકારીઓની વચ્ચે એક મહત્વની બેઠક થઈ. મળતી માહિતી પ્રમાણે લગભગ 6 કલાક સુધી ચાલેલી આ મેરેથોન બેઠકમાં આગામી હરિયાણા ચૂંટણીને લઈને વિસ્તારથી ચર્ચા થઈ. સૂત્રોના જણાવ્યા અનુસાર રવિવારે થયેલી બેઠકમાં RSS અધિકારીઓએ હરિયાણા ચૂંટણી માટે ભાજપ નેતાઓને એક ખાસ સૂચન આપ્યા. સંઘ તરફથી ભાજપને હરિયાણા ચૂંટણીમાં વધુથી વધુ યુવાનોને ચૂંટણી મેદાનમાં તક આપવાની સલાહ આપવામાં આવી. આ પ્રકારે જો સંઘ પદાધિકારીઓની સલાહ પાર્ટી દ્વારા માનવામાં આવે છે તો હરિયાણામાં આ વખતે તુલનાત્મક રીતે નવા અને યુવાન ચહેરા પર પાર્ટી વધુ દાવ લગાવી શકે છે. આ રીતે યુવાન ચહેરાને તક આપવાની સાથે સાથે ઘણા ફેમસ અને જૂના નેતાઓનો ચૂંટણી ન લડવાનો નિર્ણય થઈ શકે છે.
સંઘના અધિકારીઓએ BJPને આપ્યું આ સૂચન
મળતી માહિતી અનુસાર સંઘના અધિકારીઓએ એ પણ સૂચન આપ્યું કે જે કોઈ સીનિયર નેતા કે સીટિંગ ધારાસભ્યોના ગ્રાઉન્ડ રિપોર્ટ યોગ્ય નથી તેમની ટિકિટ કાપી દેવી જોઈએ. સંઘે સ્પષ્ટ કહ્યું છે કે સત્તા વિરોધી લહેર વેઠી રહેલા સિટિંગ ધારાસભ્યોને અવગણવા જોઈએ. દરમિયાન ભાજપ આ વખતે વર્તમાન ધારાસભ્યોની ટિકિટ કાપવામાં આનાકાની કરશે નહીં. લગભગ 40 ટકાથી વધુ વર્તમાન ધારાસભ્યોનું પત્તું સાફ થઈ શકે છે અને તેમના સ્થાને નવા અને યુવાન ચહેરાને તક આપવામાં આવી શકે છે.
સંઘ પદાધિકારીઓએ ભાજપ નેતાઓને સૂચન આપ્યા છે કે ચૂંટણી માટે પાર્ટીએ જમીની સ્તરે વિગતવાર પરામર્શ કરવાની જરૂર છે અને દરેક સીટ પર ચારથી પાંચ ઉમેદવારોની પેનલ બનાવીને તેમાંથી એકની ચૂંટણીકરવાની જરૂર છે એટલે કે દરેક બેઠક પર પારંપરિક રીતે 2/3 નામ મંગાવવાના બદલે 4/5 નામ મંગાવવા જોઈએ જેથી પાર્ટીની સામે વધુથી વધુ ઉમેદવારોની પેનલ પહોંચી શકે અને પાર્ટી તેમની યોગ્યતા અનુસાર તેમાંથી ઉમેદવારોની પસંદગી કરી શકે છે.
બેઠકમાં કોણ-કોણ સામેલ થયાં હતાં?
આ બેઠકમાં સંઘ તરફથી સહ સરકાર્યવાહ અરુણ કુમાર અને બીજા વરિષ્ઠ પ્રચારક સામેલ થયાં હતાં જ્યારે ભાજપ તરફથી રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી બીએલ સંતોષ, હરિયાણાના મુખ્યમંત્રી નાયબ સિંહ સૈની, કેન્દ્રીય મંત્રી અને પ્રદેશ ચૂંટણી પ્રભારી ધર્મેન્દ્ર પ્રધાન અને ચૂંટણી સહ પ્રભારી બિપ્લબ દેબ, કેન્દ્રીય મંત્રી મનોહર લાલ ખટ્ટર, પ્રદેશ ભાજપ અધ્યક્ષ મોહન લાલ બડોલી, પ્રદેશ પ્રભારી સતીશ પુનિયા, સહ પ્રભારી સુરેન્દ્ર નાગર અને સંગઠન મહામંત્રી ફણીન્દ્રનાથ પણ સામેલ થયા હતાં.
શું સંઘના મંત્રથી જીતની હેટ્રિક નીકળશે?
ભાજપની સાથે સમન્વયનું કાર્ય જોનાર આરએસએસના સહ સરકાર્યવાહ અરુણ કુમારની કર્મભૂમિ પણ હરિયાણા રહી છે. હરિયાણા વિધાનસભા ચૂંટણીને લઈને તેઓ પણ ઈચ્છતાં નથી કે ભાજપ અને સંઘની પકડ સત્તા પર કમજોર થાય. દરમિયાન જીતની હેટ્રિક લગાવવા માટે RSS ના તમામ આનુષંગિકોનો અપેક્ષિત સહયોગ અને કોઓર્ડિનેશન શ્રેષ્ઠ રીતે ચાલે તેની સંપૂર્ણ કવાયત કરવામાં આવી રહી છે. આ રીતે અઠવાડિયા પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ સંઘના તમામ સાંસદોની સાથે બેઠક કરી હતી અને તેમને વિધાનસભા ચૂંટણીમાં સંપૂર્ણ તાકાતની સાથે કામ કરવાની સલાહ આપી હતી. તે બેઠકમાં પીએમ મોદીએ તમામ સાંસદોને સલાહ આપી હતી કે કોઈ પણ સ્થિતિમાં હરિયાણા ચૂંટણી જીતવાના લક્ષ્ય સાથે તમામ સાંસદ કામ પર લાગી જાય.