Get The App

કોલકાતામાં જુનિયર ડોક્ટર બાદ ઉત્તરાખંડમાં નર્સ પર રેપ બાદ હત્યા

Updated: Aug 16th, 2024


Google NewsGoogle News
કોલકાતામાં જુનિયર ડોક્ટર બાદ ઉત્તરાખંડમાં નર્સ પર રેપ બાદ હત્યા 1 - image


નવ દિવસ બાદ નર્સનો મૃતદેહ મળી આવ્યો

પોલીસે ત્રણ રાજ્યોના ૫૦૦થી વધુ સીસીટીવી ફૂટેજ તપાસ્યા, અંતે આરોપી રાજસ્થાનમાંથી ઝડપાઇ ગયો

દેહરાદુન: પશ્ચિમ બંગાળના કોલકાતામાં જુનિયર મહિલા ડોક્ટર પર રેપ બાદ હત્યાના કેસની દેશમાં ભારે ચર્ચા વચ્ચે હવે ઉત્તરાખંડમાં એક નર્સની સાથે પણ આ જ પ્રકારનો જઘન્ય અપરાધ સામે આવ્યો છે. ઉત્તરાખંડની એક ખાનગી હોસ્પિટલમાં સેવા આપી રહેલી એક નર્સ ઘરે પરત ફરી રહી હતી ત્યારે તેના પર બળાત્કાર થયો હતો બાદમાં તેની હત્યા કરી દેવામાં આવી હતી. 

ઉત્તરાખંડના રૂદ્રાપુરમાં ખાનગી હોસ્પિટલમાં કામ કરતી નર્સ ૩૦મી જૂલાઇના રોજ  હોસ્પિટલમાં પોતાનું કામ પુરુ કરીને ઘરે પરત જઇ રહી હતી, તે સમયથી જ ગુમ હતી. નર્સની બહેનની ફરિયાદના આધારે પોલીસે તપાસ શરૂ કરતા એક વાડમાંથી તેનો મૃતદેહ આઠ તારીખે મળી આવ્યો હતો. ઉત્તરાખંડથી આ મહિલા ઉત્તર પ્રદેશમાં આવેલા પોતાના ઘરે જઇ રહી હતી. પોલીસને તેનો મૃતદેહ બિલાસપુરમાંથી મળ્યો હતો.   ૩૦ જૂલાઇના મહિલા રુદ્રાપુર નજીક આવેલા બિલાસપુરના એક વિસ્તારમાં સીસીટીવીમાં જોવા મળી હતી. જેના આધારે પોલીસે તેની વધુ તપાસ કરી હતી. પોલીસે આરોપીને ઝડપી લેવા ૫૦૦થી વધુ સીસીટીવી ફૂટેજની તપાસ કરી હતી.  

આરોપીને શોધવા માટે પોલીસે ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ, હરિયાણા, રાજસ્થાનમાં તપાસ કરી હતી. અંતે રાજસ્થાનના જોધપુરનો રહેવાસી આરોપી ધર્મેન્દ્ર તેની પત્ની સાથે ઝડપાયો હતો. પૂછપરછ માટે પોલીસ આરોપીને રુદ્વાપુર લાવી હતી. ધર્મેન્દ્રની પૂછપરછ દરમિયાન તેણે પોતાનો ગુનો કબુલી લીધો હતો, તેણે પોલીસ સામે કબુલ કરતા કહ્યું હતું કે પીડિતા ૩૦ જૂલાઇના રોજ રોડ પર એકલી ચાલતા જઇ રહી હતી, અંધારાનો લાભ ઉઠાવીને તેના પર રેપનો પ્રયાસ કર્યો હતો. મહિલાએ વિરોધ કરતા રોડ પર તેનુ માથુ પછાડયું અને બાદમાં દુપટ્ટાથી ગળુ દબાવીને તેની હત્યા કરી હતી, અને પછી મૃતદેહને એક વાડમાં ફેંકી દીધો હતો અને પીડિતાનો મોબાઇલ તેમજ ત્રીસ હજાર રૂપિયા રોકડા લઇને ફરાર થઇ ગયો હતો. 


Google NewsGoogle News