ભાજપે ક્લિન સ્વિપ કરતાં આ રાજ્યમાં કોંગ્રેસમાં બબાલ, કદાવર નેતાઓ પર પાર્ટી હાઈજેક કરવાનો આરોપ

Updated: Jun 8th, 2024


Google NewsGoogle News
ભાજપે ક્લિન સ્વિપ કરતાં આ રાજ્યમાં કોંગ્રેસમાં બબાલ, કદાવર નેતાઓ પર પાર્ટી હાઈજેક કરવાનો આરોપ 1 - image


Image: Facebook

Lok Sabha Election Results 2024: લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસે ઘણા રાજ્યોમાં લાંબા સમય બાદ સારું પ્રદર્શન કર્યું તો મધ્ય પ્રદેશમાં પાર્ટીની આશાઓને મોટો ઝટકો લાગ્યો. આ વખતે ત્યાં કોંગ્રેસના સૂપડા સાફ થઈ ગયા અને ભાજપે તમામ 29 બેઠકો પર કબ્જો કરી લીધો. કોંગ્રેસની એકમાત્ર બેઠક છીંદવાડા પણ છીનવ્યા બાદ હવે પાર્ટીમાં સવાલ ઉઠવાના શરૂ થઈ ગયા છે. પૂર્વ સીએમ કમલનાથ નિશાને છે.

પૂર્વ નેતા વિપક્ષ અને ચુરહટ બેઠકથી ધારાસભ્ય અજય સિંહ રાહુલે કમલનાથ પર ખુલીને સવાલ ઉઠાવ્યાં છે અને કહ્યું કે હાર માટે તે નેતા જવાબદાર છે જેમણે પાર્ટીને હાઈજેક કરી લીધી છે. મધ્ય પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અર્જુન સિંહના પુત્ર અજય સિંહે પાર્ટી હાઈકમાન્ડ પાસે સ્થિતિની સમીક્ષાની માગ કરી છે. 

અજય સિંહે કહ્યું, માત્ર આ ચૂંટણીમાં નહીં, વ્યવસ્થિત રીતે ધીમે-ધીમે એક બે નેતાઓએ પાર્ટીને હાઈજેક કરી લીધી. 2018માં અમારી પાસે એક ચૂંટાયેલી સરકાર હતી જે 15 મહિના પણ ચાલી નહીં. કમલનાથનું નામ લીધા વિના તેમની પર નિશાન સાધતા અજય સિંહે ચૂંટણી પહેલા પૂર્વ સીએમના ભાજપમાં જવાની ખબરોનો પણ ઉલ્લેખ કર્યો. 

કોંગ્રેસ નેતાએ કહ્યું, ચૂંટણીથી એક મહિના પહેલા તે ભાજપમાં સામેલ થવા જઈ રહ્યાં હતાં. સામાન્ય કાર્યકર્તા પણ પોતાના ભવિષ્યને લઈને વિચારવા પર મજબૂર હતાં. પહેલા તેમણે કહ્યું કે જઈ રહ્યાં છે પછી કહ્યું નથી જઈ રહ્યાં. તેની મધ્ય પ્રદેશમાં કાર્યકર્તાઓ પર મોટી અસર થઈ. આટલા મોટા નેતા ભાજપમાં સામેલ થવા ઈચ્છતાં હતાં અને બીજા તેમની સાથે જવા ઈચ્છતા હતા. તેમણે કહ્યું કે પાર્ટીને આની પર પણ ચર્ચા કરવી જોઈએ કે કેમ ચૂંટણી પહેલા મોટી સંખ્યામાં કોંગ્રેસ નેતાઓએ સાથ છોડ્યો. સિંહે કહ્યું, જ્યારે 2013માં હું વિપક્ષનો નેતા હતો અને સરકાર ન બની તો મને રાજીનામું આપવાનું કહેવામાં આવ્યું હતું. 

હાર બાદ મધ્ય પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ જીતુને રાજીનામું આપવાનું કહેવામાં આવ્યું છે. એક વરિષ્ઠ નેતાએ આને અયોગ્ય જણાવતા કહ્યું, તેમને ચૂંટણીના થોડા મહિના પહેલા જ કમાન આપવામાં આવી હતી. આવા સમય પર મોટો પડકાર આપવામાં આવ્યો જ્યારે ઘણા નેતાઓએ લાલચ કે કેન્દ્રીય એજન્સીઓની તપાસના ડરથી પાર્ટી છોડી દીધી. પહેલા વિધાનસભા ચૂંટણી અને હવે લોકસભા ચૂંટણીમાં મોટી હાર બાદ મધ્ય પ્રદેશ કોંગ્રેસમાં મોટું પરિવર્તન જોઈ શકો છો. 


Google NewsGoogle News