૪ દિવસ પછી ૨૭૬ પ્રવાસીઓ લઇને રોમાનિયાનું વિમાન ફ્રાંસથી મુંબઇ આવ્યું, માનવ તસ્કરીની હતી શંકા
એરબસ એ૩૪૦ આજે સવારે ૪ વાગે મુંબઇ આગમન કર્યુ હતું.
આ વિમાનમાં બેઠેલા મોટા ભાગના પ્રવાસીઓ ભારતીયો હતા
મુંબઇ,૨૬ ડિસેમ્બર,૨૦૨૩,મંગળવાર
માનવ તસ્કરીના આરોપોમાં ફલાયેલું લીજેન્ડ એરલાઇન્સનું વિમાન ૪ દિવસ સુધી ફ્રાંસમાં રહયા પછી છેવટે ૨૭૬ પ્રવાસીઓને લઇને મુંબઇ ઉતર્યુ હતું. આ વિમાનમાં બેઠેલા મોટા ભાગના પ્રવાસીઓ ભારતીયો હતા.એવું માનવામાં આવે છે કે એરબસ એ૩૪૦ આજે સવારે ૪ વાગે મુંબઇ આગમન કર્યુ હતું. આ વિમાન નિકારાગોઆ જઇ રહયું હતું. આગલા દિવસે વેટ્રી એરપોર્ટ પરથી ઉડાણ ભરનારા વિમાન અંગે ફ્રાંસીસી અધિકારીઓએ પુષ્ટી કરી હતી કે ૨૭૬ પ્રવાસીઓ વિમાનમાં હતા જયારે પાંચ નાબાલિંગો સહિત ૨૦ વ્યકિતઓ હજુ પણ ફ્રાંસમાં રોકાયેલા છે.
રોમાનિયાની વિમાન કંપની લીજેન્ડ એરલાઇન્સના લિગલ અધિકારીએ એસોસિએટેડ પ્રેસને જણાવ્યું હતું કે ગત સપ્તાહ આ વિમાનને ફ્રાંસના આ નાનકડા હવાઇ અડ્ડા પર ઉતારવામાં આવ્યું હતું. આ પહેલા ફ્રાંસમાં કોઇ અજાણી વ્યકિતએ ફ્રાંસ સત્તાવાળાઓને સૂચના આપી હતી કે વિમાનમાં કેટલાક એવા પ્રવાસીઓ બેઠેલા છે જેમના માટે માનવ તસ્કરી કરવામાં આવી છે. વિમાનમાં બેઠેલા પ્રવાસીઓ ૨૧ મહિનાના એક બાળકનો પણ સમાવેશ થતો હતો.
મીડિયા રિપોર્ટ અનુસાર ફ્રાંસીસી અધિકારીઓએ બે પ્રવાસીઓને પુછપરછ અનેે તપાસ માટે રોકયા છે. આ કેસમાં માનવ તસ્કરીને અંજામ આપવા માટે કોઇ શખ્સનો હાથ હોવાની દિશામાં તપાસ ચાલી રહી છે. ફ્રાંસીસી અધિકારીઓએ એમ પણ જણાવ્યું હતું કે વિમાનમાં મુસાફરી કરી રહેલા કેટલાક યાત્રીઓએ શરણ આપવાની વિનંતી કરી હતી.
વિમાનમાં કુલ ૧૧ નાબાલિંગ પ્રવાસીઓ હતા જેમની વિશેષ પુછપરછ કરવામાં આવી છે. લીજેન્ડ એરલાઇન્સનું વિમાન ફયૂઅલ માટે ફ્રાંસના હવાઇ અડ્ડા ઉપર આવ્યું હતું. આ હવાઇ અડ્ડો પેરિસથી ૧૬૦ કિમી દૂર આવેલો છે. ફયૂઅલ ભર્યા પછી માનવ તસ્કરીની શંકાના આધારે ફ્રાંસે વિમાનને રોકી રાખ્યું હતું. આ કેસની તપાસ ફ્રાંસના ઓર્ગેનિક ક્રાઇમ (સંગઠિત અપરાધ વિરોધી) ઇકાઇ જુનાલ્કોના અધિકાર ક્ષેત્રમાં છે. જો માનવ તસ્કરી સાબીત થાય તો ફ્રાંસના કાયદા મુજબ ૨૦ વર્ષ સુધીની જેલની સજા થઇ શકે છે.