Get The App

કલમ 370 હટાવ્યા બાદ હવે જમ્મુ કાશ્મીરમાંથી AFSPA હટાવાશે, કેન્દ્ર સરકારનું મોટું એલાન

આ લોકશાહી માત્ર ત્રણ પરિવારો પૂરતી મર્યાદિત નહીં રહે : શાહ

કેન્દ્ર સરકાર જમ્મુ અને કાશ્મીર (JK)માંથી આર્મ્ડ ફોર્સિસ એક્ટ (AFSPA) હટાવવા પર વિચાર કરશે.

Updated: Mar 27th, 2024


Google NewsGoogle News
કલમ 370 હટાવ્યા બાદ હવે જમ્મુ કાશ્મીરમાંથી AFSPA હટાવાશે, કેન્દ્ર સરકારનું મોટું એલાન 1 - image
Image Twitter 

Lok Sabha Elections 2024 :  આગામી સમયમાં દેશમા લોકસભાની ચૂંટણી યોજાવાની છે, ત્યારે આજે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે કહ્યું છે કે, કેન્દ્ર સરકાર જમ્મુ કાશ્મીરમાંથી (JK)માંથી આર્મ્ડ ફોર્સિસ  (સ્પેશિયલ પાવર્સ) એક્ટ (AFSPA) હટાવવા પર વિચાર કરશે. શાહે એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, કેન્દ્ર સરકારની યોજના જમ્મુ અને કાશ્મીરમાંથી સૈનિકોને પરત બોલાવવા અને કાયદાકીય વ્યવસ્થા જમ્મુ-કાશ્મીર પોલીસ પર છોડવાનો વિચાર કરી રહી છે. પહેલા જમ્મુ-કાશ્મીર પોલીસ પર ભરોસો કરવામાં નહોતો આવતો, પરંતુ આજે તેઓ ઓપરેશનનું નેતૃત્વ કરી રહ્યા છે.

આ લોકશાહી માત્ર ત્રણ પરિવારો પૂરતી સીમિત નહીં રહે: શાહ

શાહે આગળ વાત કરતાં કહ્યું કે, સપ્ટેમ્બર પહેલા જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભાની ચૂંટણી યોજાશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જમ્મુ-કાશ્મીરમાં લોકશાહી સ્થાપિત કરવાનું વચન આપ્યું છે, એટલે તેને કોઈપણ રીતે પૂરુ કરવામાં આવશે. તેમણે વિપક્ષ પર કટાક્ષ મારતાં કહ્યું હતું કે, આ લોકશાહી માત્ર ત્રણ પરિવારો પૂરતી સીમિત નહીં રહે, આ લોકોની લોકશાહી હશે. તેમજ શાહે  SC, ST, OBC અને મહિલા અનામતનો પણ ઉલ્લેખ કર્યો. ઉલ્લેખનીય છે કે, જમ્મુ-કાશ્મીરના વિવિધ સંગઠનોએ AFSPA હટાવવાની માંગણી કરી છે. AFSPA સશસ્ત્ર દળોને અશાંત વિસ્તારોમાં લોકોની તપાસ કરવી, તેમની ધરપકડ કરવી તેમજ ગોળીબાર કરવા જેવી વ્યાપક સત્તા મળેલી છે.

ફારુક અને મહેબૂબાને આતંકવાદ પર બોલવાનો અધિકાર નથી: શાહ

અમિત શાહે નેશનલ કોન્ફરન્સના નેતા ફારૂક અબ્દુલ્લા અને પીડીપીના વડા મહેબૂબા મુફ્તીને પણ આડે હાથે લીધા હતા. તેમણે કહ્યું કે આ બંનેને આતંકવાદ પર બોલવાનો કોઈ અધિકાર નથી. તેમના કાર્યકાળ દરમિયાન ખોટા એન્કાઉન્ટરો થયા, એટલા ક્યારેય નથી થયા. છેલ્લા પાંચ વર્ષમાં એકપણ નકલી એન્કાઉન્ટર નથી થયું. પરંતુ નકલી એન્કાઉન્ટર પર એફઆઈઆર દાખલ થઈ છે. તેમણે એકવાર કહ્યું હતું કે, અમે કાશ્મીરના યુવાનો સાથે વાત કરીશું, પરંતુ એવા સંગઠનો સાથે નહીં જેમના મૂળ પાકિસ્તાન સાથે જોડાયેલા છે.


Google NewsGoogle News