કેન્દ્ર સરકારે અરુણાચલ-નાગાલેન્ડમાં AFSPAની મુદત છ મહિના માટે લંબાવી, જાણો શું છે આ કાયદો?

અશાંત વિસ્તારોમાં 'કાયદો અને વ્યવસ્થા જાળવવા' માટે લાગુ કરવામાં આવે છે આ કાયદો

Updated: Sep 27th, 2023


Google NewsGoogle News
કેન્દ્ર સરકારે અરુણાચલ-નાગાલેન્ડમાં AFSPAની મુદત  છ મહિના માટે લંબાવી, જાણો શું છે આ કાયદો? 1 - image


AFSPA Extended in Arunachal-Nagaland: આર્મ્ડ ફોર્સીસ સ્પેશિયલ પાવર્સ એક્ટ (AFSPA) એ એક એવો કાયદો છે જે સેના અને અન્ય કેન્દ્રીય અર્ધલશ્કરી દળોને દરોડા અને ઓપરેશન ચલાવવાની અને કોઈપણ પૂર્વ માહિતી અથવા ધરપકડ વોરંટ વિના કોઈપણ જગ્યાએ કોઈપણની ધરપકડ કરવાની મંજૂરી આપે છે. તાજેતરમાં આ એક્ટ ચર્ચામાં છે તેની પાછળનું મૂળ કારણ છે કે  નાગાલેન્ડ અને અરુણાચલ પ્રદેશમાં AFSPA એક્ટને 1 ઓક્ટોબરથી છ મહિના માટે લંબાવવામાં આવ્યો છે. આ એક્ટ અશાંત વિસ્તારોમાં 'કાયદો અને વ્યવસ્થા જાળવવા' માટે લાગુ કરવામાં આવતો હોય છે.

ગૃહ મંત્રાલયે જાહેર કર્યું નોટીફિકેશન

આ અંગે ગૃહ મંત્રાલય તરફથી એક નોટીસ જાહેર કરવામાં આવી છે. જે મુજબ નાગાલેન્ડના કોહિમા જિલ્લાના દીમાપુર, ન્યુલેન્ડ, ચુમૌકેદિમા, મોન, કિફિરે, નોક્લાક, ફેક, પેરેન જિલ્લાઓ અને ખુઝામા, કોહિમા નોર્થ, કોહિમા સાઉથના વિસ્તારોના પોલીસ સ્ટેશનના અધિકારક્ષેત્રમાં આવતા વિસ્તારોમાં AFSPA આગામી છ મહિના માટે લંબાવવામાં આવી છે. 

કાયદો અને વ્યવસ્થાની ફરી સમીક્ષા કરાઈ 

અગાઉ કેન્દ્ર સરકારે 24 માર્ચના રોજ એક નોટિફિકેશનના માધ્યમથી નાગાલેન્ડના આઠ જિલ્લાના 21 પોલીસ સ્ટેશન વિસ્તારો અને આ સિવાય પાંચ જિલ્લાઓને એપ્રિલથી છ મહિનાના સમયગાળા માટે 'અશાંત વિસ્તારો' તરીકે જાહેર કર્યા છે. ગૃહ મંત્રાલયના જણાવ્યા મુજબ, નાગાલેન્ડમાં કાયદો અને વ્યવસ્થાની ફરી સમીક્ષા કરવામાં આવી હતી.


બ્રેકિંગ ન્યૂઝ, મહત્વની ખબરો અને રસપ્રદ Video માટે જોઈન કરો ગુજરાત સમાચારની WHATSAPP CHANNEL. જોઈન કર્યા બાદ Bell Icon ખાસ ઓન કરજો, જેથી તમને મહત્વની Notification મળતી રહે.


Google NewsGoogle News