દિલ્હીમાં અફઘાનિસ્તાને વાણિજ્ય દૂતાવાસ બંધ કર્યું, વિદેશ મંત્રાલયને પત્ર લખી કરી જાણ, શું છે મામલો?

રાજ્દવારીઓ વચ્ચે વિવાદ અને કર્મચારીઓ વચ્ચે આંતરિક ઝઘડાને કારણે પગલું લેવાયાની આશંકા

દૂતાવાસનું નેતૃત્વ રાજદૂત ફરીદ મામુન્ડઝે કરી રહ્યા હતા અને તેઓ હાલમાં લંડનમાં છે

Updated: Sep 29th, 2023


Google NewsGoogle News
દિલ્હીમાં અફઘાનિસ્તાને વાણિજ્ય દૂતાવાસ બંધ કર્યું, વિદેશ મંત્રાલયને પત્ર લખી કરી જાણ, શું છે મામલો? 1 - image

અફઘાનિસ્તાને (Afghanistan Embassy) ભારતમાં પોતાના વાણિજ્ય દૂતાવાસમાં કામકાજ બંધ કરી દીધું છે. આ અંગે અફઘાન દૂતાવાસ દ્વારા એક નોટિફિકેશ પણ જારી કરવામાં આવી છે. જો કે ભારત સરકાર દ્વારા તેને વેરિફાઈ કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, દૂતાવાસનું નેતૃત્વ રાજદૂત ફરીદ મામુન્ડઝે (farid mamundzay) કરી રહ્યા હતા અને તેઓ હાલમાં લંડનમાં છે.

ભારતે કહ્યું - અમે તપાસ કરી રહ્યા છીએ 

મામુન્ડ્ઝેની પૂર્વ રાષ્ટ્રપતિ અશરફ ગની (Asharaf Gani)ની સરકાર દ્વારા નિમણૂક કરવામાં આવી હતી અને ઓગસ્ટ 2021 માં તાલિબાન દ્વારા અફઘાનિસ્તાનમાં સત્તા કબજે કર્યા પછી પણ તેઓએ અફઘાની રાજદૂત તરીકે સેવા આપવાનું ચાલુ રાખ્યું હતું. અફઘાની દૂતાવાસ દ્વારા ભારતમાં તેનું કામકાજ બંધ કરવાના સમાચાર પર ભારત સરકારના સૂત્રોએ કહ્યું કે દિલ્હીમાં અફઘાન દૂતાવાસે આ મુદ્દાને લઈને એક પત્ર મોકલ્યો છે. જો કે આ પત્રની સત્યતા અને તેની કન્ટેન્ટની તપાસ કરવામાં આવી રહી છે.

કેમ બંધ થયું દૂતાવાસ? 

સૂત્રોના જણાવ્યા અનુસાર, અફઘાની રાજદૂત મામુન્ડઝેનું છેલ્લા ઘણા મહિનાઓથી ભારતની બહાર રહેવા, ત્યાં આશ્રય મળ્યા પછી રાજદ્વારીઓની ત્રીજા દેશોની વારંવાર મુલાકાત અને દૂતાવાસના કર્મચારીઓમાં આંતરિક ઝઘડાને કારણે આવું બન્યું છે. મળતી માહિતી મુજબ, દૂતાવાસે આગામી કેટલાક દિવસોમાં દૂતાવાસની કામગીરી બંધ કરવાના નિર્ણય પર વિદેશ મંત્રાલયને પત્ર મોકલ્યો છે. જો કે આ મામલે દૂતાવાસ તરફથી તાત્કાલિક કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી નથી.


બ્રેકિંગ ન્યૂઝ, મહત્વની ખબરો અને રસપ્રદ Video માટે જોઈન કરો ગુજરાત સમાચારની WHATSAPP CHANNEL. જોઈન કર્યા બાદ Bell Icon ખાસ ઓન કરજો, જેથી તમને મહત્વની Notification મળતી રહે.


Google NewsGoogle News