એરો ઈન્ડિયા શો: ચીન-પાકિસ્તાનનો ભય બતાવીને રશિયા અને અમેરિકા ભારતને હથિયારો વેચવા તત્પર
Aero India 2025 : ભારતમાં એરો ઈન્ડિયા 2025 શૉની શરૂઆત થઈ ગઈ છે. ભારત દ્વારા સ્વદેશી ધોરણે નિર્મિત ફાઈટર પ્લેન તેજસથી શરૂ કરીને વિવિધ ઈક્વિપમેન્ટ્સ, ડ્રોન્સ, પ્લેન્સ અને અન્ય હથિયારો તથા શસ્ત્રસરંજામનું પ્રદર્શન ચાલી રહ્યું છે. આ બધા વચ્ચે વિદેશની પણ મોટી કંપનીઓએ ભારતને પોતાના વિમાનો અને શસ્ત્રો વેચવા માટે આ એરો શૉમાં ભાગ લીધો છે.
![]() |
Indian Air Force Sukhoi Su-30MKI |
ભારત સાથે વેપાર કરવા અમેરિકા-રશિયા સામસામે
ખાસ કરીને રશિયા અને અમેરિકા દ્વારા ચીન તથા પાકિસ્તાન સાથેના અણબનાવનો લાભ લઈને ભારતનો મોટાપાયે હથિયારો વેચવાની ગોઠવણ કરાઈ રહી છે. આ બધા વચ્ચે અમેરિકા પોતાનું F-35 જ્યારે રશિયા SU-57 લઈને આવ્યા છે. આ બંને ફાઈટર પ્લેન પોતપોતાની અદ્વિતિય ખાસિયતોના કારણે ચર્ચામાં છે. ભારત પાસે ફિફ્થ જનરેશનના કોઈ ફાઈટર પ્લેન નથી. ભારત દ્વારા હજી તો તેના પર કામ કરાઈ રહ્યું છે. અમેરિકા અને રશિયાએ ખૂબ જ એડવાન્સ જેટ વિકસાવી દીધા છે અને ભારતને ઓફર કરી રહ્યા છે. ટૂંકમાં, ભારત સાથે શસ્ત્રોનો વેપાર કરવા માટે અમેરિકા અને રશિયા તમામ કાવાદાવા કરી રહ્યા છે. જો કે, ભારત કયા પ્લેનને ખરીદે છે તે આગામી સમયમાં ખબર પડશે.
આ પહેલાં નજર કરીએ, આ બંને વિમાનોની ખાસિયત પર
![]() |
United States Air Force F-16 fighter jet |
અમેરિકાના F-35 પ્લેનની ખાસિયતો
- લોકહિડ માર્ટિન દ્વારા વિકસાવેલા F-35 મલ્ટિરોલ સ્ટિલ્થ ફાઈટર પ્લેન છે
- F-35ની સ્ટિલ્થ ટેક્નોલોજી ખૂબ જ એડવાન્સ છે. તે રડારમાં પકડાતું નથી
- F-35માં પેટ એન્ડ વ્હિટનીનું F-135 એન્જિન છે. તેના કારણે પ્લેન 1.6 મેક એટલે કે અંદાજે 1432 કિ.મી. પ્રતિ કલાકની ઝડપે ઉડી શકે છે
- F-35માં છ ઈન્ટરનલ અને એક્સર્ટનલ વેપન સ્ટેશન છે. તે હવાથી હવા અને હવાથી જમીન પર મારણ ક્ષમતા ધરાવે છે
- F-35માં AN/APG-81 AESA રડાર અને Electro-Optical Targeting System (EOTS) છે, જે દુશ્મનોના લોકેશનને સારી રીતે ટ્રેક કરી શકે છે
- F-35માં સુપરક્રુઝ કેપેસિટી નથી તેથી તેને સુપરસોનિક ગતિએ ઉડવા માટે વધારે ઈંધણની જરૂર પડે છે
- F-35 મલ્ટિરોલ ફાઈટર જેટ છે. તે એરિયલ વોરફેર, સ્પાઈંગ, ઈલેક્ટ્રિક વોરફેર અને લેન્ડ વોરફેરમાં ગ્રાઉન્ડ એટેક માટે ઉપયોગમાં લઈ શકાય છે
- F-35 દુનિયાના ઘણાં દેશોમાં ઉપયોગમાં છે. તેની કિંમત 80થી 110 મિલિયન ડૉલર છે
![]() |
Russia's Sukhoi Su-57 stealth fighter jet |
રશિયાના SU-57 પ્લેનની ખાસિયત
- SU-57 પ્લેનનું નિર્માણ સુખોઈ કંપની દ્વારા કરાયું છે. તે એરિયલ ટુ એરિયલ એટેક અને એરિયલ ટુ ગ્રાઉન્ડ એટેક માટે સક્ષમ છે
- SU-57ની સ્ટિલ્થ ટેક્નોલોજી ખાસ એડવાન્સ નથી. તે અમેરિકાના એફ-35ની સરખામણીએ ઓછી ટેક્નોલોજી ધરાવે છે
- SU-57માં Saturnનું AL-41F1 એન્જિન લાગેલું છે જે તેને 2.25 મેક એટલે કે 2778 કિ.મી. પ્રતિ કલાકની ઝડપ આપે છે
- SU-57માં 12 એમ્યુનિશન પેલોડ્સ આપેલા છે. તેના કારણે તેમાં હાયપરસોનિક મિસાઈલ્સ તથા એરિયલ ટુ એરિયલ અને એરિયલ ટુ ગ્રાઉન્ડ એટેક કરતી મિસાઈલ્સ એકસાથે રાખી શકાય છે
- SU-57માં N036નું AESA રડાર સિસ્ટમ છે, જેના કારણે તે એક જ વખતમાં મલ્ટિપલ ટાર્ગેટને ટ્રેક કરી શકે છે
- SU-57 ઓછા ફ્યૂલમાં સુપરસોનિક ગતિએ ઉડી શકે છે. આ સાથે તે ઝડપી સાથે ટેકઓફ વખતે સુપરક્રુઝ થવા પણ સક્ષમ છે.
- SU-57ને ગ્રાઉન્ડ સ્ટ્રાઈક મિશન માટે તૈયાર કરાયું છે. તે ડોગફાઈટ મોડ માટે વધુ સક્ષમ છે
- SU-57નો ઉપયોગ રશિયામાં જ ખૂબ જ ઓછો થાય છે. તેની કિંમત અંદાજે 30થી 50 મિલિયન ડોલર છે.