ADR Report : સંસદમાં છેલ્લા પાંચ વર્ષમાં આ 10 સાંસદોએ પૂછ્યા કુલ 5643 પ્રશ્નો, મહારાષ્ટ્ર મોખરે

Updated: Mar 29th, 2024


Google NewsGoogle News
ADR Report : સંસદમાં છેલ્લા પાંચ વર્ષમાં આ 10 સાંસદોએ પૂછ્યા કુલ 5643 પ્રશ્નો, મહારાષ્ટ્ર મોખરે 1 - image


ADR Report : દેશમાં લોકસભા ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે, 19 એપ્રિલથી સાત તબક્કાની ચૂંટણી પ્રારંભ થશે. જોકે તે પહેલા ADR દ્વારા સંસદમાં સૌથી વધુ કેટલા અને કયા સાંસદોએ પ્રશ્નો પૂછ્યા, તે અંગેનો રિપોર્ટ જાહેર કરાયો છે. દેશમાં 16 જૂન-2024ના રોજ 17મી લોકસભાનો કાર્યકાળ પુરો થઈ રહ્યો છે. 18મી લોકસભા માટે દેશમાં 19 એપ્રિલથી સાત તબક્કામાં ચૂંટણીનો પ્રારંભ થશે, ત્યારે એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (ADR) અને નેશનલ ઇલેક્શન વોચ (NEW) દ્વારા 17 જૂન-2019થી 10 ફેબ્રુઆરી-2024 સુધીમાં સંસદમાં સૌથી વધુ કયાં અને કેટલા સાંસદોએ પ્રશ્નો પૂછ્યા, તે અંગેનો રિપોર્ટ જાહેર કરાયો છે.

505 સાંસદો દ્વારા 92,271 પ્રશ્નો પૂછાયા

એડીઆરના રિપોર્ટ મુજબ 17મી લોકસભા દરમિયાન કુલ 505 સાંસદો દ્વારા 92,271 પ્રશ્નો પૂછવામાં આવ્યા છે. જ્યારે સૌથી વધુ પ્રશનો કરનાર ટોપ-10 સાંસદોમાં મહારાષ્ટ્રના 6, પશ્ચિમ બંગાળ, મધ્યપ્રદેશ ઝારખંડ, આંદામાન અને નિકોબાર ટાપુના એક સાંસદનો સમાવેશ થાય છે.

સંસદમાં સૌથી વધુ પ્રશ્નો પૂછનારા 10 સાંસદો

ADR Report : સંસદમાં છેલ્લા પાંચ વર્ષમાં આ 10 સાંસદોએ પૂછ્યા કુલ 5643 પ્રશ્નો, મહારાષ્ટ્ર મોખરે 2 - image

સંસદમાં સૌથી વધુ આરોગ્ય અંગે પ્રશ્નો પૂછાયા

રિપોર્ટ મુજબ સંસદમાં છેલ્લા પાંચ વર્ષમાં કુલ 15 કેટેગરીમાં પ્રશ્નો પૂછવામાં આવ્યા છે, જેમાં સાંસદો દ્વારા આરોગ્યને લગતા 6602 પ્રશ્નો, ખેતીને લગતા 4642, રેલવેના 4317, અભ્યાસ અંગેના 3359, પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન અંગેના 3263, રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે માટે 2813, જળ શક્તિના 2808, મહિલા અને બાળ વિકાસને લગતા 2727, હાઉસિંગ અને શહેરી બાબતોના 2643, હોમ અફેર્સના 2624, શ્રમ અને રોજગાર અંગેના 2518, વાણિજ્ય અને ઉદ્યોગને લગતા 2424, નાગરિક ઉડ્ડયન માટે 2381, ગ્રામીણ વિકાસ અંગે 2368 પ્રશ્નો પૂછવામાં આવ્યા.

ચૂંટણી પંચે શનિવારે ચૂંટણીની તારીખો જાહેર કરી હતી

ઉલ્લેખનીય છે કે, ચૂંટણી પંચે શનિવારે 16 માર્ચે દેશમાં લોકસભાની ચૂંટણીઓની તારીખો (Lok Sabha Election 2024 Date) જાહેર કરવા ઉપરાંત કેટલાક રાજ્યોની વિધાનસભા ચૂંટણીઓ અને પેટા-ચૂંટણીની પણ તારીખનો કાર્યક્રમ જાહેર કરી છે. દેશમાં લોકસભા ચૂંટણી માટે 19 એપ્રિલથી શરૂ થનાર મતદાન કુલ સાત તબક્કમાં યોજાશે, જ્યારે ચાર જૂને પરિણામ જાહેર કરાશે. આ ઉપરાંત ચાર રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી પણ યોજાવાની છે, તેમાં આંધ્રપ્રદેશમાં 13 મે, સિક્કમ અને અરૂણાચલ પ્રદેશમાં 19 એપ્રિલે, જ્યારે ઓડિશામાં ચાર તબક્કામાં 13 મે, 20 મે, 25 મે અને પહેલી જૂને મતદાન યોજાશે. જ્યારે ગુજરાતમાં પાંચ વિધાનસભા બેઠકોની પેટાચૂંટણી (Gujarat By Election Date) પણ 7 મેના રોજ જ મતદાન થશે. આ વખતની ચૂંટણીમાં દેશમાં કુલ 96.88 કરોડ મતદારો રજીસ્ટર્ડ (Total Voters Registered) થયા છે. ચૂંટણી પંચે આ તમામ ચૂંટણીઓનું પરિણામ ચાર જૂને જાહેર કરવાનો નિર્ણય લીધો હતો, જો કે બાદમાં સિક્કમ અને અરૂણાચલ પ્રદેશની તારીખોમાં ફેરફાર કરી બીજી જૂને પરિણામ જાહેર કરવાનો નિર્ણય કર્યો છે.


Google NewsGoogle News