Photos : આદિત્ય L1 મિશનના SUIT પેલોડે ખેંચી સૂર્યની તસવીરો, ISROએ કરી શેર, જુઓ તમે પણ

આદિત્ય L1માં લાગેલા પેલોટ સૂટ (SUIT)એ સૂર્યના ફોટો ખેંચ્યા

આદિત્ય-L1 એ સોલર વિન્ડને ઓબઝર્વ કરવાનું શરૂ કર્યું

Updated: Dec 8th, 2023


Google NewsGoogle News
Photos : આદિત્ય L1 મિશનના SUIT પેલોડે ખેંચી સૂર્યની તસવીરો, ISROએ કરી શેર, જુઓ તમે પણ 1 - image

Aditya L1 Mission : સૂર્યના અભ્યાસ કરવા સાથે સબંધિત ભારતનું મહત્વાકાંક્ષી મિશન 'Aditya L1' અંગે એક મોટું અપડેટ સામે આવ્યુ છે. હવે ભારતના સૂર્ય મિશન આદિત્ય L1માં લાગેલા પેલોટ સૂટ (SUIT)એ સૂર્યના ફોટો ખેંચ્યા છે. ISROએ જેનો ફોટો શેર કર્યો છે. મહત્વનું છે કે, આદિત્ય-L1 એ સોલર વિન્ડને ઓબઝર્વ કરવાનું શરૂ કરી દીધુ છે.

SUIT પેલોડે કેદ કરી સૂર્યની તસવીરો

જે અંગે ઈસરો (ISRO)એ શુક્રવારે માહિતી આપી હતી. ISROએ સત્તાવાર X હેન્ડલ પર એક પોસ્ટ શેર કરી છે. જેમાં જણાવ્યું છે કે, "સૂટ પેલોડે અલ્ટ્રવૉયલેટ વેવલેંથ્સની પાસે સૂર્યની ફુલ ડિસ્ક ઈમેજ કેપ્ચર કરી છે. તસવીરોમાં 200થી 400 NM સુધીની વેવલેન્થમાં સૂર્યની પહેલી ફુલ-ડિસ્ક રિપ્રઝેટેશન સામેલ છે. તસવીરો સૂર્યના ફોટોસ્ફીયર અને ક્રોમોસ્ફીયરના જટિલ વિગતોમાં ઉપલબ્ધ કરે છે."

અગાઉ ISROએ શેર કરી હતી સોલર વિન્ડની તસવીર

ISROએ જણાવ્યું કે, STEPSએ 10 સપ્ટેમ્બરના રોજ કામ કરવાનું શરૂ કરી દીધુ હતું જ્યારે SWIS ઉપકરણ આજે એક્ટિવ થઈ ગયુ અને તેણે ઓપટિમલ પર્ફોર્મન્સ નોંધાવ્યુ છે. સ્પેસ એજન્સીએ X પર એક તસવીર પણ શેર કરી છે જે નવા પેલોડ દ્વારા કેપ્ચર કરવામાં આવેલા પ્રોટોન અને અલ્ફા પાર્ટિકલની સંખ્યામાં એનર્જી વેરિએશનને દર્શાવે છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, 2 સપ્ટેમ્બરના રોજ ISROનું પ્રથમ સૌર મિશન આદિત્ય L1 આંધ્ર પ્રદેશના શ્રીહરિકોટાથી લોન્ચ કરવામાં આવ્યું હતું. આદિત્ય-L1 પૃથ્વીથી લગભગ 15 લાખ કિલોમીટર દૂર સૂર્ય-પૃથ્વીના લેગ્રેન્જિયન પોઈન્ટ (L-1) પર પહોંચીને સૂર્યના બાહ્ય વાતાવરણનો અભ્યાસ કરશે.


Google NewsGoogle News