'Aditya L1 Mission' એ સોલર વિન્ડને ઓબઝર્વ કરવાનું શરૂ કર્યું, ISROએ શેર કરી પ્રથમ તસવીર
આદિત્ય સોલાર વિન્ડ પાર્ટિકલ એક્સપેરિમેન્ટ (ASPEX) પેલોડે પોતાનું ઓપરેશન શરૂ કરી દીધુ
ISROએ જણાવ્યું કે, STEPSએ 10 સપ્ટેમ્બરના રોજ કામ કરવાનું શરૂ કરી દીધુ હતું
Aditya L1 Mission: સૂર્યના અભ્યાસ કરવા સાથે સબંધિત ભારતનું મહત્વાકાંક્ષી મિશન 'Aditya L1' અંગે એક મોટું અપડેટ સામે આવ્યુ છે. હવે આદિત્ય-L1 એ સોલર વિન્ડને ઓબઝર્વ કરવાનું શરૂ કરી દીધુ છે. ISROએ આ ડેવલપમેન્ટની માહિતી આપી છે.
ASPEX પેલોડે પોતાનું ઓપરેશન શરૂ કર્યું
ISROએ જણાવ્યું કે, સેટેલાઈટ પર હાજર આદિત્ય સોલાર વિન્ડ પાર્ટિકલ એક્સપેરિમેન્ટ (ASPEX) પેલોડે પોતાનું ઓપરેશન શરૂ કરી દીધુ છે અને સામાન્ય રૂપે કામ કરી રહ્યું છે. ASPEXમાં બે ઉપકરણ, સોલર વિન્ડ આયન સ્પેક્ટ્રોમીટર (SWIS) અને સુપ્રાર્થમલ એન્ડ પાર્ટિકલ સ્પેક્ટ્રોમીટર ( STEPS) સામેલ છે.
સ્પેસ એજન્સીએ X પર એક તસવીર પણ શેર કરી
ISROએ જણાવ્યું કે, STEPSએ 10 સપ્ટેમ્બરના રોજ કામ કરવાનું શરૂ કરી દીધુ હતું જ્યારે SWIS ઉપકરણ આજે એક્ટિવ થઈ ગયુ અને તેણે ઓપટિમલ પર્ફોર્મન્સ નોંધાવ્યુ છે. સ્પેસ એજન્સીએ X પર એક તસવીર પણ શેર કરી છે જે નવા પેલોડ દ્વારા કેપ્ચર કરવામાં આવેલા પ્રોટોન અને અલ્ફા પાર્ટિકલની સંખ્યામાં એનર્જી વેરિએશનને દર્શાવે છે. 2 સપ્ટેમ્બરના રોજ ISROનું પ્રથમ સૌર મિશન આદિત્ય L1 આંધ્ર પ્રદેશના શ્રીહરિકોટાથી લોન્ચ કરવામાં આવ્યું હતું. આદિત્ય-L1 પૃથ્વીથી લગભગ 15 લાખ કિલોમીટર દૂર સૂર્ય-પૃથ્વીના લેગ્રેન્જિયન પોઈન્ટ (L-1) પર પહોંચીને સૂર્યના બાહ્ય વાતાવરણનો અભ્યાસ કરશે.