Get The App

મમતા બેનર્જીએ પોતાની તુલના કેજરીવાલ અને હેમંત સોરેન સાથે ન કરવી જોઈએ: અધીર રંજનના 'દીદી' પર આકરા પ્રહાર

Updated: Apr 9th, 2024


Google NewsGoogle News
મમતા બેનર્જીએ પોતાની તુલના કેજરીવાલ અને હેમંત સોરેન સાથે ન કરવી જોઈએ: અધીર રંજનના 'દીદી' પર આકરા પ્રહાર 1 - image


Adhir Ranjan Choudhary Attack on Mamata Banerjee: કોંગ્રેસ સાંસદ અધીર રંજન ચૌધરીએ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી પર આકરા પ્રહાર કર્યા છે. અધીર રંજને કહ્યું કે, પશ્ચિમ બંગાળમાં કૌભાંડ થયો છે એટલા માટે મમતા બેનર્જીએ પોતાની તુલના અરવિંદ કેજરીવાલ અને હેમંત સોરેન સાથે ન કરવી જોઈએ. પશ્ચિમ બંગાળમાં કૌભાંડ થયો છે અને તેની તપાસ કોર્ટની દેખરેખ હેઠળ થઈ રહી છે.  

મમતા બેનર્જીએ પોતાની તુલના કેજરીવાલ અને હેમંત સોરેન સાથે ન કરવી

લોકસભામાં વિપક્ષના નેતા અધીર રંજન ચૌધરીએ આગળ કહ્યું કે, બંગાળનો જે મુદ્દો છે, બંગાળમાં જે કૌભાંડો થયા છે તે કોર્ટના નિર્ણયને કારણે સામાન્ય લોકો સામે આવ્યા છે. મમતાએ પોતાની તુલના કેજરીવાલ અને સોરેન સાથે ન કરવી જોઈએ કારણ કે કેજરીવાલ અને હેમંત વિરુદ્ધ શું થયું અને મમતા બેનર્જી અને તેના ભત્રીજા વિરુદ્ધ શું થયું  એ બાબતથી સામાન્ય લોકો વાકેફ છે. બંગાળમાં કૌભાંડો થયા છે. કોર્ટની દેખરેખ હેઠળ તમામ કૌભાંડની તપાસ કરવામાં આવી રહી છે. તેમણે કહ્યું કે, આપણા દીદી ખૂબ ચાલાકી કરે છે. દીદી બેમાંથી ચાર કરે છે. દીદી સામાન્ય લોકોને ગેરમાર્ગે દોરી રહ્યા છે.

ભાજપ અને TMC વચ્ચે ગુપ્ત સમજૂતી: અધીર રંજન ચૌધરી

આ અગાઉ 22 માર્ચના રોજ બંગાળ કોંગ્રેસના અધ્યક્ષ અધીર રંજન ચૌધરીએ દાવો કર્યો હતો કે તૃણમૂલ કોંગ્રેસ સરકાર પર ભ્રષ્ટાચારના આરોપો હોવા છતાં, પશ્ચિમ બંગાળમાં મુખ્યમંત્રીની ધરપકડ ક્યારેય નહીં થાય કારણ કે ભાજપ અને TMC વચ્ચે ગુપ્ત સમજૂતી છે. તેમણે કહ્યું કે આ જ સમજૂતીના કારણે તૃણમૂલ કોંગ્રેસ પશ્ચિમ બંગાળમાં વિપક્ષી ગઠબંધન 'I.N.D.I.A.'માંથી બહાર નીકળી ગયા અનેએકલા હાથે ચૂંટણી લડવાનો નિર્ણય કર્યો.


Google NewsGoogle News