Get The App

'સંસદથી બરતરફી ગંભીર સજા ગણાશે...' મહુઆ સામેના કેશ ફોર ક્વેરી કેસ અંગે અધીર રંજને લખ્યો પત્ર

અધીર રંજન ચૌધરીએ લોકસભા અધ્યક્ષને સંબોધીને પત્ર લખ્યો

એથિક્સ કમિટીએ કેશ ફોર ક્વેરી કેસમાં મહુઆને બરતરફ કરવાની ભલામણ કરી છે

Updated: Dec 2nd, 2023


Google NewsGoogle News
'સંસદથી બરતરફી ગંભીર સજા ગણાશે...' મહુઆ સામેના કેશ ફોર ક્વેરી કેસ અંગે અધીર રંજને લખ્યો પત્ર 1 - image


Mahua Moitra Cash for Query Case | લોકસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસ સાંસદ અધીર રંજન ચૌધરીએ કેશ ફોર ક્વેરી મામલે તૃણમૂલ કોંગ્રેસના સાંસદ મહુઆ મોઈત્રાને બરતરફ કરી દેવા અંગેની  લોકસભા એથિક્સ કમિટીની ભલામણ સામે સવાલો ઊઠાવ્યાં છે. લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાને લખેલા પત્રમાં તેમણે આ મામલે સમીક્ષા કરવાનો આગ્રહ કર્યો છે. 

રિપોર્ટ સંસદમાં રજૂ કરાશે 

વિનોદ કુમાર સોનકરના નેતૃત્વમાં એથિક્સ કમિટીએ 9 નવેમ્બરે એક બેઠક દરમિયાન રિપોર્ટ સ્વીકાર્યો હતો. તેમાં 6 સભ્યોએ મહુઆ મોઈત્રાને બરતરફ કરી દેવાનું સમર્થન કર્યું હતું અને ચાર વિપક્ષી સભ્યોએ અસંમતિ વ્યક્ત કરી હતી. આ રિપોર્ટ સોમવારે શિયાળું સત્ર દરમિયાન સંસદના નીચલા ગૃહમાં રજૂ કરાશે. 

અધીર રંજને શું કહ્યું 

અધીર રંજન ચૌધરીએ તેમના પત્રમાં આ કાર્યવાહીની ગંભીરતા અને તેના દૂરગામી પ્રભાવનો હવાલો આપતાં મહુઆની બરતરફીની ભલામણ સામે સવાલ ઊઠાવ્યો હતો. તેમણે કહ્યું કે  સંસદથી બરતરફી પણ તમે સહમત હશો સર? આ એક અત્યંત ગંભીર સજા છે. તેના વ્યાપક પ્રભાવ હોય છે. શું કોઈ સ્થાપિત પ્રક્રિયાનું પાલન કરાયું હતું? અને શું મોઈત્રાના કેસમાં કોઈ નિર્ણાયક મની ટ્રેલ સ્થાપિત કરાયો હતો? 

'સંસદથી બરતરફી ગંભીર સજા ગણાશે...' મહુઆ સામેના કેશ ફોર ક્વેરી કેસ અંગે અધીર રંજને લખ્યો પત્ર 2 - image


Google NewsGoogle News