સોનિયા ગાંધી ભીખ નહીં માગે, મમતા બેઈમાન-અહંકારી છેઃ અધીર રંજનના તૃણમૂલ પર શાબ્દિક પ્રહાર
કોંગ્રેસ નેતા અધીર રંજન ચૌધરીએ તૃણમૂલ અને ભાજપની મિલીભગત હોવાનો આરોપ લગાવ્યો
Adhir Ranjan Chaudhary: I.N.D.I.A ગઠબંધનમાં બેઠકોની વહેંચણીને લઈને ચર્ચાઓ ચાલી રહી છે. આજે યોજાનારી I.N.D.I.A ગઠબંધનના નેતાઓની બેઠક યોજાય હતી, જેમાં તૃણમૂલ કોંગ્રેસ હાજર રહી નથી. ત્યારે કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરીએ મમતા બેનરજી પર આકરા પ્રહારો કર્યા છે.
અધીર રંજનના તૃણમૂલ કોંગ્રેસ પર શાબ્દિક પ્રહાર
પશ્ચિમ બંગાળમાં પત્રકારો સાથે વાત કરતા અધીર રંજન ચૌધરીએ કહ્યું,‘આ મહિલા (મમતા બેનરજી) રાજીવ ગાંધી અને સોનિયા ગાંધીના નેતૃત્વમાં નેતા બની હતી. આ મહિલા એટલી બેઈમાન અને અહંકારી છે કે, જે લોકો પ્રત્યે ઘમંડ બતાવે છે જેઓ તેમને રાજનીતિમાં પ્રવેશ કરાવ્યો. સોનિયા ગાંધી તમારી પાસે ભીખ નહીં માંગે, તમારો અહંકાર એક દિવસ તૂટી જશે. ભાજપ હિન્દુત્વની રાજનીતિ કરશે અને તમે હિન્દુત્વને રોકવાની, તમારી મિલીભગત થઈ છે. મોદી અયોધ્યાનું કીર્તન ગાઈ રહ્યા છે અને મમતા ગંગાસાગરનું કીર્તન ગાઈ રહી છે. શું અગાઉ અયોધ્યા અને ગંગાસાગર નહોતા?’
ઉલ્લેખનીય છે કે, I.N.D.I.A ગઠબંધનની આજે મહત્વની બેઠક યોજાનાર હતી, ત્યારે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી અને તૃણમૂલ કોંગ્રેસના વડા મમતા બેનરજીએ આ બેઠકમાં ભાગ લેવાનો ઈનકાર કરીને કોંગ્રેસ સહિત ગઠબંધન I.N.D.I.A.ને મોટો ઝટકો આપ્યો છે.