Get The App

હવે આ બે અધિકારી ચૂંટણી કમિશનર તરીકે નિમાશે, પંચની જાહેરાત પહેલા અધીર રંજનના દાવાથી હોબાળો

દેશના બે નવા ચૂંટણી કમિશનરની નિમણૂકને લઈને રાજકીય ખેંચતાણ જોવા મળી રહી છે

કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરીએ આજે મીડિયાને આ માહિતી આપી

Updated: Mar 14th, 2024


Google NewsGoogle News
હવે આ બે અધિકારી ચૂંટણી કમિશનર તરીકે નિમાશે, પંચની જાહેરાત પહેલા અધીર રંજનના દાવાથી હોબાળો 1 - image


Election Commissioner : કોંગ્રેસ નેતા અધીર રંજન ચૌધરી (Adhir Ranjan Chowdhury)એ મોટો દાવો કર્યો છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને કાયદા પ્રધાન અર્જુન મેઘવાલ સાથેની બેઠકમાંથી બહાર આવતાં અધીર રંજન ચૌધરીએ જણાવ્યું હતું કે નવા ચૂંટણી કમિશનરો માટે જ્ઞાનેશ કુમાર અને સુખબીર સંધુના નામ નક્કી કરવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે લોકસભામાં વિપક્ષના નેતાનો આ દાવો એવા સમયે આવ્યો છે જ્યારે બે ચૂંટણી કમિશનરની નિમણૂકને લઈને દેશભરમાં રાજકીય ખેંચતાણ જોવા મળી રહી છે.

અધીર રંજન ચૌધરીએ આજે મીડિયાને આ માહિતી આપી

દેશના બે નવા ચૂંટણી કમિશનરની નિમણૂકને લઈને ચાલી રહેલા વિવાદ વચ્ચે કોંગ્રેસના વરિષ્ઠ નેતા અધીર રંજન ચૌધરીએ એવો દાવો કર્યો છે કે પૂર્વ બ્યુરોક્રેટ્સ સુખબીર સંધુ અને જ્ઞાનેશ કુમારને ચૂંટણી કમિશનર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. સરકાર પહેલા કોંગ્રેસ (Congress)ના નેતા અધીર રંજન ચૌધરીએ આજે મીડિયાને આ માહિતી આપી. ઉલ્લેખનીય છે કે અધીર રંજન ચૌધરી પણ ચૂંટણી કમિશનરની પસંદગી સાથે જોડાયેલી સમિતિનો ભાગ છે. બેઠક બાદ સમિતિના સભ્ય અધીર રંજન ચૌધરીએ જણાવ્યું હતું કે સમિતિ સમક્ષ છ નામો મૂકવામાં આવ્યા હતા, જેમાંથી આ બે નામોને મંજૂરી આપવામાં આવી હતી. 

પસંદગી સમિતિએ છ નામો રજૂ કર્યા હતા

આ ઉપરાંત ચૌધરીએ કહ્યું હતું કે, “પસંદગી સમિતિએ છ નામો રજૂ કર્યા હતા, જેમાંથી ઉત્પલ કુમાર સિંહ, પ્રદીપ કુમાર ત્રિપાઠી, જ્ઞાનેશ કુમાર, ઈન્દીવર પાંડે, સુખબીર સિંહ સંધુ અને ગંગાધર રાહતના નામ સામેલ હતા. આ નામમાંથી જ્ઞાનેશ કુમાર અને સુખબીર સિંહ સંધુની ચૂંટણી કમિશનર તરીકે પસંદગી કરવામાં આવી છે.'' વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi) અને અધીર રંજન ચૌધરી ઉપરાંત કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ (Amit Shah) પણ બેઠકમાં હાજર રહ્યા હતા.

તેમને ગમતા જ ઉમેદવારની પસંદગી કરી : કોંગ્રેસ નેતા

કોંગ્રેસ નેતાએ વધુમાં જણાવ્યું કે તેમને ગઈકાલે રાત્રે તપાસ માટે 212 નામ આપવામાં આવ્યા હતા. "હું ગઈકાલે રાત્રે દિલ્હી પહોંચ્યો અને આજે બપોરે બેઠક હતી. મને 212 નામ આપવામાં આવ્યા હતા. એક દિવસમાં આટલા બધા ઉમેદવારોની તપાસ કોઈ કેવી રીતે કરી શકે? પછી, મને બેઠક પહેલા છ શોર્ટલિસ્ટ કરેલા નામો આપવામાં આવ્યા હતા." બહુમતી તેમની સાથે છે, એટલે તેમને ગમતા હતા એવા જ ઉમેદવારની પસંદગી કરી હતી.

જ્ઞાનેશ કુમાર કેરળ કેડરના 1988 બેચના IAS અધિકારી છે

જમ્મુ-કાશ્મીરને કેન્દ્રશાસિત પ્રદેશમાં ફેરવવામાં જ્ઞાનેશ કુમારે મહત્વની ભૂમિકા ભજવી હતી. ગૃહ મંત્રાલય સાથે કામ કરતી વખતે, તેમણે જમ્મુ અને કાશ્મીર પુનર્ગઠન બિલની તૈયારીમાં પણ સક્રિય ભૂમિકા ભજવી હતી. જ્ઞાનેશ કુમારને પણ બઢતી મળી અને ગૃહ મંત્રાલયમાં અધિક સચિવ બન્યા હતા. તેઓ કેરળ કેડરના 1988 બેચના IAS અધિકારી છે.

હવે આ બે અધિકારી ચૂંટણી કમિશનર તરીકે નિમાશે, પંચની જાહેરાત પહેલા અધીર રંજનના દાવાથી હોબાળો 2 - image

કોણ છે પૂર્વ IAS ઓફિસર સુખબીર સંધુ?

પૂર્વ IAS અધિકારી સુખબીર સંધુને જુલાઈ 2021 માં ઓમ પ્રકાશની જગ્યાએ ઉત્તરાખંડના નવા મુખ્ય સચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. 1988 બેચના IAS અધિકારી  સુખબીર સંધુ નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI)ના અધ્યક્ષ તરીકે કેન્દ્રમાં પ્રતિનિયુક્તિ પર હતા. કેન્દ્ર સરકારે તેમની એક વર્ષ માટે લોકાયુક્ત સચિવ તરીકે નિમણૂક કરી હતી. તે સમયે કેન્દ્રીય કેબિનેટ સમિતિ દ્વારા જાહેર કરાયેલ નિમણૂક પત્ર અનુસાર, ઉત્તરાખંડ કેડરના નિવૃત્ત IAS અધિકારી અને 1988 બેચના ડૉ. સુખબીર સંધુને એક વર્ષના સમયગાળા માટે કરારના આધારે નિયુક્ત કરવામાં આવ્યા હતા. નોંધનીય છે કે તેઓ ગયા વર્ષે 30 સપ્ટેમ્બરે ઉત્તરાખંડ સરકારના મુખ્ય સચિવ પદેથી નિવૃત્ત થયા હતા.

હવે આ બે અધિકારી ચૂંટણી કમિશનર તરીકે નિમાશે, પંચની જાહેરાત પહેલા અધીર રંજનના દાવાથી હોબાળો 3 - image

હવે આ બે અધિકારી ચૂંટણી કમિશનર તરીકે નિમાશે, પંચની જાહેરાત પહેલા અધીર રંજનના દાવાથી હોબાળો 4 - image


Google NewsGoogle News