Get The App

'ઢાઈ દિન કા ઝોપડા' મસ્જિદ કે મંદિર? અજમેર દરગાહ વિવાદ વચ્ચે જાણો જૈન-હિન્દુ પક્ષનો દાવો

Updated: Dec 3rd, 2024


Google NewsGoogle News
'ઢાઈ દિન કા ઝોપડા' મસ્જિદ કે મંદિર? અજમેર દરગાહ વિવાદ વચ્ચે જાણો જૈન-હિન્દુ પક્ષનો દાવો 1 - image


Image: Wikipedia

Adhai Din Ka Jhopra Controversy: રાજસ્થાનમાં અજમેર શરીફ દરગાહ બાદ વધુ એક મસ્જિદને લઈને વિવાદ ઊભો થઈ ગયો છે. અજમેર સ્થિત ઐતિહાસિક 'ઢાઈ દિન કા ઝોપડા' મસ્જિદ જેને રાજ્ય અને દેશની સૌથી જૂની મસ્જિદમાં ગણવામાં આવે છે, તેના સર્વેની માગ ઊભી થઈ છે. ગત દિવસોમાં અજમેર શરીફ દરગાહના સર્વેની માગને લઈને અજમેર કોર્ટનો દરવાજો ખખડાવવામાં આવ્યો હતો.

અજમેરના ડેપ્યુટી મેયર નીરજ જૈને એક નિવેદનમાં દાવો કર્યો કે, 'ઝોપડામાં સંસ્કૃત કૉલેજ અને મંદિર હોવાના પુરાવા મળ્યા છે. તેને આક્રમણકારીઓએ તે રીતે ધ્વસ્ત કરી દીધું, જે રીતે તેમણે નાલંદા અને તક્ષશિલા (ઐતિહાસિક શિક્ષણ સ્થળો)ને ધ્વસ્ત કર્યા હતા. આપણી સંસ્કૃતિ, આપણી સભ્યતા, આપણા શિક્ષણ પર હુમલો થયો અને આ (ઝોપડા) પણ તેમાંથી એક હતો.'

અજમેર દરગાહથી 5 મિનિટના અંતર પર સ્થિત 'ઢાઈ દિન કા ઝોપડા' ભારતીય પુરાતત્ત્વ સર્વેક્ષણ (એએસઆઈ) દ્વારા સંરક્ષિત સ્મારક છે. 'એએસઆઇ નજીક આ સ્થળે 250થી વધુ મૂર્તિઓ છે અને સ્વસ્તિક, ઘંટડીઓ તેમજ સંસ્કૃત શ્લોક છે, જે મૂળ રીતે 1,000 વર્ષથી વધુ પ્રાચીન છે અને તેનો ઉલ્લેખ ઐતિહાસિક પુસ્તકોમાં કરવામાં આવ્યો છે. અમે પહેલા પણ એ માગ કરી છે કે વર્તમાન ધાર્મિક પ્રવૃત્તિઓને રોકવી જોઈએ અને એએસઆઇએ કૉલેજના જૂના ગૌરવને પાછું લાવવાનું નક્કી કરવું જોઈએ.  

આ પણ વાંચો: 1901ની સાલ બાદ પહેલીવાર નવેમ્બર આટલું ગરમ રહ્યું, જાણો હાડ થીજવતી ઠંડી કેમ નથી પડી રહી?

રિપોર્ટ અનુસાર તેનું નામ કદાચ એ તથ્યથી પડ્યું કે અહીં અઢી દિવસનો મેળો ભરાતો હતો. 1911માં પોતાના પુસ્તક 'અજમેર : ઐતિહાસિક અને વર્ણનાત્મક'માં બિલાસ સરદાએ લખ્યું કે આ નામ અઢારમી સદીના ઉત્તરાર્ધમાં આપવામાં આવ્યું જ્યારે ફકીર પોતાના ધાર્મિક નેતા પંજાબ શાહના મૃત્યુની અઢી દિવસની વર્ષગાંઠ મનાવવા માટે ત્યાં એકત્ર થવા લાગ્યા જે પંજાબથી અજમેર જતા રહ્યા હતા. 

સરદાના જણાવ્યા અનુસાર શેઠ વીરમદેવ કાલાએ 660 ઈ.સ.માં જૈન તહેવાર પંચ કલ્યાણ મહોત્સવના ઉપલક્ષ્યમાં એક જૈન મંદિર બનાવ્યું હતું. અજમેરમાં જૈન પુરોહિત વર્ગના રહેવા માટે કોઈ સ્થાન નહોતું તેથી આ મંદિર બનાવવામાં આવ્યું. જો કે, આ સ્થળ પર સ્થિત માળખાઓને 1192માં મુહમ્મદ ગૌરીના નેતૃત્વમાં ગોરના અફઘાનો દ્વારા કથિત રીતે નષ્ટ કરી દેવાયા અને આ માળખાને મસ્જિદમાં બદલી દેવાયું હતું.

એએસઆઇનું કહેવું છે કે, 'આનું નિર્માણ કુતુબુદ્દીન એબકે લગભગ 1200 ઈ.સ.માં શરુ કર્યું હતું, જેમાં કોતરણી કરેલા સ્તંભોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. સ્તંભોવાળા (પ્રાર્થના) રૂમમાં નવ અષ્ટકોણીય કમ્પાર્ટમેન્ટમાં વિભાજિત છે અને કેન્દ્રીય મેહરાબના ટોચ પર બે નાના મિનાર છે. કુફિક અને તુગરા શિલાલેખોથી કોતરવામાં આવેલી ત્રણ કેન્દ્રીય કમાનો આને એક શાનદાર વાસ્તુશિલ્પ કૃતિ બનાવે છે.'

મેમાં રાજસ્થાન વિધાનસભાના અધ્યક્ષ વાસુદેવ દેવનાની જે અજમેર ઉત્તરથી ધારાસભ્ય છે. તેમણે દાવા અને અમુક જૈન ભિક્ષુકોની મુલાકાત બાદ સાઇટનો એએસઆઇ સર્વે કરવાની માગ કરી હતી. આ દરમિયાન વિશ્વ હિંદુ પરિષદના સભ્ય તેમની સાથે હતા. જેમણે કહ્યું કે સાઇટ પર એક સંસ્કૃત સ્કૂલ અને એક મંદિર હતું. 


Google NewsGoogle News