Get The App

“મહિલાઓ સાથે થઇ રહેલા અત્યાચારને જોઇને..” : કોલકાતા રેપ કેસ પર હેમા માલિનીનું નિવેદન

Updated: Aug 21st, 2024


Google NewsGoogle News
“મહિલાઓ સાથે થઇ રહેલા અત્યાચારને જોઇને..” : કોલકાતા રેપ કેસ પર હેમા માલિનીનું નિવેદન 1 - image


Hema Malini on Kolkata Rape Case: 9 ઓગસ્ટની રાત્રે કોલકાતાની એક હોસ્પિટલમાં કામ કરતા ટ્રેઇની ડોક્ટર સાથે રેપ અને હત્યાનો મામલો સામે આવ્યો હતો. આ ઘટના બાદ લોકોમાં રોષ જોવા મળ્યો હતો. હાલમાં આ મામલો સીબીઆઈને સોંપવામાં આવ્યો છે. ત્યારે દેશભરમાં કોલકાતા રેપ અને મર્ડર કેસને લઇને આક્રોશનો માહોલ જોવા મળી રહ્યો છે. વિવિધ સ્થળોએ કેન્ડલ માર્ચ કાઢવામાં આવી રહી છે. 

આ મામલામાં ઘણી હસ્તીઓ પણ આગળ આવી છે અને આરોપીઓને કડક સજાની માંગ કરી રહી છે. હવે આ મામલે હેમા માલિનીએ પણ નિવેદન સામે આપ્યું છે.

કોલકાતા રેપ કેસ પર હેમા માલિનીએ શું કહ્યું?

મીડિયા સાથે વાત કરતા હેમા માલિનીએ આ મામલે પોતાનો ગુસ્સો દર્શાવ્યો હતો. મીડિયા સાથે વાતચીત દરમિયાન હેમા માલિનીએ સરકાર વતી ખાતરી આપી છે કે, ટૂંક સમયમાં કોઈ મોટી કાર્યવાહી કરવામાં આવશે. તેમણે સુપ્રીમ કોર્ટમાં પણ વિશ્વાસ વ્યક્ત કર્યો છે.

હેમા માલિનીએ કહ્યું કે, 'મારા મગજમાં આ વાત વારંવાર આવી રહી છે કે, આપણા દેશમાં આવું કેમ થયું? છેલ્લા ચાર-પાંચ દિવસથી આપણે ટેલિવિઝન પર જે જોઈ રહ્યા છીએ અને સાંભળીએ છીએ તે ખૂબ જ ચોંકાવનારી ઘટના છે. આપણા દેશમાં જે પણ થયું તે ખૂબ જ દુઃખદ છે. મહિલાઓ પ્રત્યેના આવા અત્યાચારો, આટલી ક્રૂરતા જોઈને મને ખૂબ જ દુઃખ થાય છે. વાતાવરણ અસુરક્ષિત થઇ ગયુ છે. 

હેમા માલિનીએ 'મને વિશ્વાસ છે કે અમારી સરકાર...'

હેમા માલિનીએ આગળ કહ્યું કે, 'ખાસ કરીને જે છોકરીઓ છે, દરેક ઘરમાં છોકરીઓ હોય છે, તેમની સુરક્ષા કેવી રીતે કરવી જોઈએ... મને ખાતરી છે કે, અમારી સરકાર... મોદીજી આનો ઉકેલ લાવશે.મને સુપ્રીમ કોર્ટમાં પણ પૂરો વિશ્વાસ છે.


Google NewsGoogle News