Get The App

કેન્દ્ર સરકારના આ નિર્ણયના વિરોધમાં ઉતરી એક્ટર વિજયની પાર્ટી TVK, રાજ્ય સરકારની પણ ચિંતા વધારી

Updated: Nov 3rd, 2024


Google NewsGoogle News
actor-vijay-party-tvk


જાણીતા એક્ટર વિજયની પાર્ટી તમિલગા વેતરી કઝગમ (TVK)ની રવિવારે બેઠક યોજાઈ. જેમાં કેન્દ્રની ભાજપ સરકાર દ્વારા દેશમાં એકસાથે ચૂંટણી યોજવાના નિર્ણયના વિરોધમાં પ્રસ્તાવ પાસ કરાયો. ટીવીકેએ નીટ પરીક્ષા વક્ફ સંશોધન બિલના વિરોધમાં પણ પ્રસ્તાવ પસાર કર્યો.

ટીવીકેએ આ મુદ્દાઓ પર વિરોધ દર્શાવ્યો

ટીવીકેની બેઠકની અધ્યક્ષતા પાર્ટી અધ્યક્ષ વિજય થલાવતિ દ્વારા કરાઈ હતી. આ બેઠકમાં તમિલનાડુની ડીએમકે સરકારની પણ નિંદા કરાઈ. ટીવીકેનું કહેવું છે કે, તમિલનાડુમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ સતત ખરાબ થઈ રહી છે. ટીવીકેએ શિક્ષણને સમવર્તી યાદીના બદલે રાજ્ય યાદીમાં સામેલ કરવાની પણ માગ કરી છે. 

આ પણ વાંચો : અભિનેતામાંથી નેતા બનેલા વિજયની પાર્ટી TVKની પહેલી જનસભા, જાહેર કર્યો મેનિફેસ્ટો

ટીવીકેએ પોતાના પ્રસ્તાવમાં કહ્યું છે કે, જો કેન્દ્ર સરકાર શિક્ષણને રાજ્ય યાદીમાં સામેલ કરે છે, તો રાજ્ય સરકાર પોતાની રીતે જ NEETને રદ કરી શકે છે. ટીવીકેએ રાજ્યની ડીએમકે સરકાર પર તમિલનાડુના લોકોને ખોટા વાયદા આપવાની સાથે દગો આપવાનો પણ આરોપ લગાવ્યો.

ટીવીકેએ પહેલા સંમેનલમાં મોટી ભીડ એકઠી કરી હતી

ઉલ્લેખનીય છે કે, એક્ટર વિજય થલાપતિએ નવી પાર્ટી ટીવીકેની રચના કરી છે. ટીવીકેનું પહેલું સંમેલન ગત રવિવારે આયોજિત કરાયું. પહેલા સંમેલનમાં ભારે ભીડ એકઠી કરીને વિજય થલાપતિએ રાજકીય પાર્ટીઓની ચિંતા વધારી દીધી છે. પાર્ટીના પહેલા સંમેલનમાં પણ વિજયે સત્તાધારી ડીએમકે પાર્ટી પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું હતું કે, તમિલનાડુમાં બદલાવની જરૂર છે. ભાજપ ટીવીકેની વૈચારિક પ્રતિસ્પર્ધા છે, જ્યારે ડીએમકે રાજકીય વિરોધી પાર્ટી છે.

આ પણ વાંચો : ‘મુસ્લિમોને નુકસાન થયું તો...’ વક્ફ બિલ મુદ્દે ચંદ્રબાબુ નાયડુ અને નીતિશ કુમારને ચેતવણી



Google NewsGoogle News