સલમાન ખાનને ધમકી આપનાર આરોપીની કર્ણાટકથી ધરપકડ, પૂછપરછમાં થયો ચોંકાવનારો ખુલાસો
Salman Khan Threat Case : બોલિવૂડ એક્ટર સલમાન ખાનને ધમકી આપવાના કેસમાં પોલીસેને મોટી સફળતા મળી છે. મુંબઈની વર્લી પોલીસે આરોપી સોહેલ પાશાની કર્ણાટકથી ધરપકડ કરી છે. પોલીસે જણાવ્યું છે કે, આરોપી એ વ્યક્તિ છે, જેણે 'મેં સિકંદર હું' સોન્ગના શબ્દો લખ્યા છે. સોહેલ પાશાએ આ ધમકી ભર્યો મેસેજ પ્રસિદ્ધિ મેળવવા માટે કર્યો હતો.
બજારમાં કોઈનો ફોન માગીને કર્યો હતો મેસેજ
આ મામલે પહેલા મુંબઈ પોલીસે જે નંબરથી આ એસએમએસ મોકલ્યો હતો તે નંબરને ટ્રેસ કર્યો, જેમાં ખબર પડી હતી કે આ નંબર વેંકટેશનો છે. તપાસમાં સામે આવ્યું કે કર્ણાટકના રાયચૂરમાં સોહેલ પાશાએ એક માર્કેટમાં ફરતા સમયે વેંકટેશ પાસે મદદ માગી અને તેનો ફોન માગ્યો હતો. ત્યારે પાશાએ ઓટીપી દ્વારા તેને વોટ્સએપ નંબર લોગિન કર્યો અને ધમકી ભર્યો મેસેજ મુંબઈ પોલીસના ટ્રાફિક કંટ્રોલ રૂમમાં મોકલી દીધો હતો. કેસમાં આજે પાશાને કોર્ટમાં રજૂ કરાયો હતો અને તેને બે દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલી દેવાયો છે.
આ પણ વાંચો : સલમાન-શાહરુખથી નારાજ થઈને કરી પણ શું લેશો, ‘પઠાન’નો સીન યાદ કરીને આમિર ખાને લીધી મજા
ધમકીમાં શું કહ્યું હતું?
જણાવી દઈએ કે, આરોપીએ ગુરૂવાર રાત્રે અંદાજિત 12:00 વાગ્યે આ ધમકીભર્યો મેસેજ મોકલ્યો હતો, જેમાં કહ્યું હતું કે, 'સલમાન ખાન અને લોરેન્સ બિશ્નોઈ પર એક સોન્ગ લખ્યું છે તેને નહીં છોડવાની વાત કરી હતી. એક મહિનામાં ગીત લખનારને મારી નાખવામાં આવશે, ગીત લખનારની હાલત એવી કરવામાં આવશે કે તે પોતાના નામથી ગીત નહીં લખી શકે. જો સલમાન ખાનમાં હિમ્મત છે તો તેને બચાવે.- લોરેન્સ બિશ્નોઈ ગેંગ'
આ ધમકીમાં આરોપીએ બોલિવૂડ એક્ટર સલમાન ખાનને લોરેન્સ બિશ્નોઈના નામથી 5 કરોડની ખંડણી માગવા અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ત્યારબાદ પોલીસ એક્શનમાં આવી હતી.
આ પણ વાંચો : શાહરુખ ખાનને જાનથી મારી નાખવાની ધમકી આપનાર વ્યક્તિની રાયપુરથી ધરપકડ
આ પહેલા મુંબઈ પોલીસના અધિકારીઓએ ટ્રાફિક પોલીસ કંટ્રોલ પર આવેલા મેસેજની ઓળખ કર્ણાટક નિવાસી તરીકે કરી હતી. ત્યારબાદ પોલીસની એક ટીમ મહારાષ્ટ્રમાં આરોપીને પકડવા માટે મોકલવામાં આવી હતી.