ચૂંટણી રેલીમાં એક્ટર ગોવિંદાની તબિયત લથડી, મુંબઈની હોસ્પિટલમાં કરાયા દાખલ
Govinda's Health Deteriorated : એક્ટર અને પોલિટિશિયન ગોવિંદા મહારાષ્ટ્રના જલગાવના પચોરામાં ચૂંટણી રેલી કરી રહ્યાં હતા આ દરમિયાન તેમની અચાનક તબિયત લથડી હતી. જેને લઈને રોડ શો રોકવો પડ્યો હતો. જેમાં તબિયત લથડતા ગોવિંદાને હેલિકોપ્ટર મારફતે મુંબઈ લઈ જવાયા હતા, જ્યાં તેમને હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યાં છે.
ગોવિંદાની તબિયત લથડી
ગોવિંદા જલગાવમાં રહીને ચાર જગ્યાએ ચૂંટણી હેતુ કેમ્પિંગ કરવાના હતા, આ પછી તે મુંબઈ રહવાના થવાના હતા. આ દરમિયાન અચાનક ગોવિંદાને છાતીના ભાગે દૂખાવો ઉપતડા હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં. જો કે, આ મામલમાં હજુ કોઈ ખાસ જાણકારી મળી નથી. જ્યારે ગોવિંદાએ આ રોડ શો વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પક્ષમાં કર્યો હતો. જેમાં ગોવિંદાએ લોકોને વડાપ્રધાને સપોર્ટ કરવા કહીને બીજેપી, શિવસેના અને એનસીપીના ગઠબંધનમાં વોટ કરવા અપીલ કરી હતી. જ્યારે ગોવિંદાની તબિયત લથડતા લોકોએ એક્ટરના સારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરી રહ્યાં છે.
તમને જણાવી દઈએ કે, ગોવિંદા એકનાથ શિંદેના નેતૃત્વ વાળી શિવસેના પાર્ટીમાં જોડાયેલા કોંગ્રેસના પૂર્વ લોકસભા સાંસદ રહી ચૂક્યાં છે. થોડા દિવસ પહેલા ગોવિંદાએ તેમના મુંબઈ સ્થિત ઘરમાં ભૂલથી પગ પર ગોળી વાગી જતા તેમને સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ થવું પડ્યું હતું.