પઠાણકોટમાં અભિનેતા અને BJP સાંસદ સની દેઓલના મિસિંગ પોસ્ટર લાગ્યા, જાણો સમગ્ર મામલો

Updated: Dec 11th, 2023


Google NewsGoogle News
પઠાણકોટમાં અભિનેતા અને BJP સાંસદ સની દેઓલના મિસિંગ પોસ્ટર લાગ્યા, જાણો સમગ્ર મામલો 1 - image


Image Source: Twitter

- દેઓલને શોધી લાવનાર માટે 50 હજારનું ઈનામ પણ રાખવામાં આવ્યું

પઠાણકોટ, તા. 11 ડિસેમ્બર 2023, સોમવાર

Sunny Deol Missing Posters in Pathankot: બોલીવુડ અભિનેતા સની દેઓલની દમદાર એક્ટિંગના કારણે તેના કરોડો ચાહકો છે. પરંતુ પંજાબમાં ફરી એક વખત તેમના મિસિંગ પોસ્ટર લગાવવામાં આવ્યા છે. એટલું જ નહીં સની દેઓલને શોધી લાવનાર માટે 50 હજારનું ઈનામ પણ રાખવામાં આવ્યું છે. જોકે, આ પહેલી વખત નથી કે, સની દેઓલના મિસિંગ પોસ્ટર લગાવવામાં આવ્યા હોય. સની દેઓલ ગુરદાસપુર-પઠાણકોટ લોકસભા બેઠક પરથી બીજેપી સાંસદ છે. લોકોનું કહેવું છે કે, જ્યારથી સની દેઓલ સાંસદ બની ગયા ત્યારથી બીજી વખત બંને જિલ્લામાં એક વાર નજર નથી આવ્યા અને તેમણે તેમણે વિકાસનું કોઈ કામ પણ નથી કરાવ્યું.

સરના બસ સ્ટેન્ડ પર સની દેઓલના મિસિંગ પોસ્ટર લગાવવામાં આવ્યા

પઠાણકોટ જિલ્લાના હલકા ભોઆના લોકોએ સરના બસ સ્ટેન્ડ પર સની દેઓલના મિસિંગ પોસ્ટર લગાવીને રોષ ઠાલવ્યો છે. પઠાણકોટ જિલ્લામાં આ પહેલા વાર નથી કે જ્યારે સની દેઓલના મિસિંગ પોસ્ટર લગાવવામાં આવ્યા હોય. આ અગાઉ પણ જિલ્લાના હલ્કા પઠાણકોટ અને સુજાનપુરમાં સની દેઓલના મિસિંગ પોસ્ટર લગાવવામાં આવ્યા હતા. પરંતુ તેમ છતાં બીજેપી સાંસદે લોકોની પીડા જાણવાનો પ્રયત્ન ન કર્યો. તેઓ પોતાના લોકસભા ક્ષેત્રમાં ક્યારેય ન આવ્યા. જેના કારણે રવિવારે પઠાણકોટ લોકસભા ક્ષેત્રમાં ફરી લોકોનો ગુસ્સો જોવા મળ્યો. વિરોધ કરી રહેલા લોકોએ બસમાં યાત્રા કરી રહેલા લોકોને પોસ્ટર વહેંચ્યા અને બસોમાં પણ આ પોસ્ટર લગાવ્યા જેથી તેમના સાંસદ સુધી તેમની વાત પહોંચે. 

કોઈ પણ વિકાસ કાર્ય ન કરવાનો આરોપ

વિરોધ કરી રહેલા લોકોનો આરોપ છે કે, સની દેઓલ સાંસદ બન્યા બાદ ક્યારેય પોતાના લોકસભા ક્ષેત્રમાં નથી આવ્યા અને તેમણે ક્ષેત્રમાં વિકાસનું કોઈ કામ પણ નથી કરાવ્યું. લોકોનું કહેવું છે કે, 2024ની લોકસભા ચૂંટણીમાં કોઈ પણ પાર્ટી આવા લોકોને ટિકિટ ન આપે. તેમણે સની દેઓલ પર લોકોને મૂર્ખ બનાવીને જીત હાંસલ કરવાનો આરોપ લગાવ્યો છે. આ સાથે જ વિરોધીઓએ કહ્યું કે જે કોઈ બીજેપી સાંસદ સની દેઓલને શોધીને લાવશે 50,000 રૂપિયાનું ઈનામ આપવામાં આવશે.


Google NewsGoogle News